વોટ્સએપ કઈ રીતે પોતાના યુઝર્સ માટે સિક્યોરિટી લેવલ ને અપગ્રેડ કરવા ની યોજના બનાવી રહ્યું છે

Posted By: Keval Vachharajani

સૌથી વધુ ગમતું મેસેજિંગ પ્લેટફોર્મ, વોટ્સએપે યુઝર્સ ને વધુ સારો અનુભવ મળે તે માટે થઇ ને થોડા સમય પેહલા જ ઘણા નવા ફીચર્સ બહાર પડ્યા હતા.

વોટ્સએપ કઈ રીતે પોતાના યુઝર્સ માટે સિક્યોરિટી લેવલ ને અપગ્રેડ કરવા ની

અને વોટ્સએપે હાલ માં જ સૌથી વધુ રાહ જોવડાવનારું વિડિઓ કોલિંગ નું ફીચર પણ બંને એન્ડ્રોઇડ અને ios માટે બહાર પડ્યું હતું. તેની સાથે જ, યુઝર્સ ની વાતચીત વધુ ઇન્ટરેક્ટિવ અને વધુ સારી બની શકે તે માટે તમને નવું ડુડલ ફીચર, GIF શેર કરવા અને બીજા ઘણા બધા ફીચર્સ નો ઉપીયોગ કરવા ની અનુમતિ આપે છે.

પરંતુ પોતાના નવા નવા ફીચર્સ ને બહાર પાડવા ની સાથે સાથે, વોટ્સએપ બીજા એક મુદ્દા ને લઇ ને પણ ચર્ચા માં હતું અને તે છે તેમનું સિક્યુરિટી લેવલ. ફેસબુક દ્વારા ખરીદવા મા આવેલ વોટ્સએપ પર ઘણી વખત તેના સિક્યુરિટી લેવલ ને લઇ ને સવાલો ઉઠાવવા માં આવ્યા છે.

વોટ્સએપ હવે પોતાના નવા ફીચર ને બહાર પાડવા માટે યોજનાઓ બનાવી રહ્યું છે જેના દ્વારા તે યુઝર્સ ના સિક્યુરિટી લેવલ ને વધારી શકશે, અને તેમની બધી વિગતો ને ખાનગી રાખી શકશે.

#વોટ્સએપ વધુ સુરક્ષિત બનવા જઈ રહ્યું છે.

#વોટ્સએપ વધુ સુરક્ષિત બનવા જઈ રહ્યું છે.

વોટ્સએપ પોતાના યુઝર્સ ની સિક્યુરિટી ને વધુ સારી બનાવવા પોતાના નવા ફીચર ને લોન્ચ કરવા ની તૈયારી કરી રહ્યું છે. એવું માનવા માં આવે છે કે, આ મેસેજિંગ એપ ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન ફીચર પર કામ કરશે. કે જે વોટ્સએપ યુઝર્સ ને વધુ સુરક્ષિત બનવવા માં મદદ કરશે અને તે પણ કોઈ પણ પ્રકાર ની સુરક્ષા ની ચિંતા કર્યા વગર.

#થોડા સમય માં વોટ્સએપ ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન બહાર પાડશે

#થોડા સમય માં વોટ્સએપ ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન બહાર પાડશે

માઇક્રોસોફ્ટઇન્સાઇડર નામ ની એક વેબસાઈટ દ્વારા આ ખબર ને લીક કરવા માં આવી હતી કે વોટ્સએપ અત્યારે સિક્યુરિટી લેવલ ને વધારવા ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન પર કામ કરી રહ્યું છે. આ ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન દ્વારા વોટ્સએપ પોતના યુઝર્સ ને સામાન્ય યુઝરનેમ અને પાસવર્ડ કરતા પણ વધુ સુરક્ષા આપવા ની યોજનાઓ બનાવી રહ્યું છે.

#વોટ્સએપ કઈ રીતે તેને વધુ સુરક્ષિત બનાવવા ના પ્રયત્ન કરી રહ્યું છે

#વોટ્સએપ કઈ રીતે તેને વધુ સુરક્ષિત બનાવવા ના પ્રયત્ન કરી રહ્યું છે

ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન ને બહાર પડ્યા બાદ, વોટ્સએપ એક અલ્ટરનેટિવ ઑથેન્ટિકેશન સિસ્ટમ પણ આપશે, જેમ કે કોડ્સ કે જે માત્ર યુઝર્સ ના મોબાઈલ પર જ સેન્ડ થશે. વોટ્સએપ એક નવું સિક્યુરિટી ફીચર લઇ આવશે કે જે સામાન્ય યુઝરનેમ અને પાસવર્ડ કરતા એક સ્ટેપ વધુ આગળ હશે. કે જે માત્ર યુઝર્સ સુધી જ મર્યાદિત હશે.

#ફીચર માત્ર વિન્ડોઝ યુઝર્સ માટે હશે

#ફીચર માત્ર વિન્ડોઝ યુઝર્સ માટે હશે

વોટ્સએપ હંમેશા થી વિન્ડોઝ ફોન માટે મોટું સપોર્ટર રહ્યું છે, અને આ વખતે પણ તેવું જ જોવા મળી રહ્યું છે વોટ્સએપ પોતનુ નવું સિક્યુરીટી ફીચર ટુ-ફેક્ટર ઑથેન્ટિકેશન હાલ પૂરતું માત્ર વિન્ડોઝ યુઝર્સ માટે જ બહાર પાડી રહ્યું છે.

#કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવા મા નથી આવી

#કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવા મા નથી આવી

અત્યાર સુધી વોટ્સએપ દ્વારા તેના આ નવા ફીચર વિષે કઈ પણ સત્તાવાર નિવેદન આપવા મા આવેલ નથી. પરંતુ કંપની તેના યુઝર્સ ને આ નવું ફીચર આપવા માં ખુબ સમય નહિ લે તેવું લાગી રહ્યું છે.

Read more about:
English summary
WhatsApp is planning to introduce a feature to make the user experience more secure. Read to know more.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot