એન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા

By Gizbot Bureau
|

એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ મેસેજીસ ને શેડ્યુઅલ કરવા માટે તમારે એક એપ જોશે કે જે તમારા માટે વોટ્સએપ ના મેસેજીસ ને શેડ્યુઅલ કરી શકે. અને સાથે સાથે અમુક પરવાનગીઓ અને એક ચાલુ ઇન્ટરનેટ હોવું જરૂરી છે.

એન્ડ્રોઇડ પર વોટ્સએપ મેસેજ ને કઈ રીતે શેડ્યુઅલ કરવા

વોટ્સએપ ના મેસેજીસ ને શેડ્યુઅલ કરવા માટે ની ઘણી બધી એપ્સ તમને ગુગલ પ્લે સ્ટોર પરથી મળી જશે અથવા તમે કોઈ થર્ડ પાર્ટી સ્ટોર પર થી જેતે એપ ની એપીકે ફાઈલ ને પણ ડાઉનલોડ કરી અને ચલાવી શકો છો. અને આ પ્રકાર ની ઘણી બધી એપ માર્કેટ ની અંદર ઉપલબ્ધ છે જેની અંદર વોટ્સએપ શેડ્યુલર, અને સ્કેડિત એ ખુબ જ પ્રખ્યાત એપ છે. જેને તમે તપાસી શકો છો.

તમે જયારે આ પ્રકાર ની કોઈ પણ એપ ને જયારે ગુગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરો છો ત્યારે તમારે કોઈ પણ વસ્તુ ની ચિંતા કરવા ની જરૂર નથી પરંતુ જયારે તમે કોઈ એપ ના એપીકે ફાઈલ ને ડાઉનલોડ કરી રહ્યા છો ત્યારે તમારે કોઈ સારી ટ્ર્સ્ટવર્ધી વેબસાઈટ પર થી જ તેને ડાઉનલોડ કરવી જોઈએ.

આ પ્રકાર ની એપ કામ કરે તેના માટે તમાર અમુક પ્રકાર ની પરવાનગી આપવી પડશે જેની અંદર તમારે માત્ર તેને એપ સુધી નું એક્સેસીબિલીટી એક્સેસ આપવા નું છે, જેથી તેઓ વોટ્સએપ ને ટ્રીગર કરી અને શેડ્યુઅલ કરેલા મેસેજીસ ને મોકલી શકે.

- એપ ને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો

ગુગલ પ્લે સ્ટોર ઓપન કરી અને કોઈ પણ વોટ્સએપ શેડ્યુઅલ માટે ની એપ ને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો. અને જો તમે કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ પર થી એપીકે ડાઉનલોડ કરી રહ્યા છો તો તમારે તેના માટે સેટીન્ગ્સ ની અંદર થી અનનોન સોર્સ દ્વારા ઈન્સ્ટોલેશન માટે ની પરવાનગી આપવી પડશે.

- એપ ને સેટ કરો

એપ ઇન્સ્ટોલ થઇ ગયા પછી તમે તેને જરૂરી પરવાનગી આપી અને એપ ને સેટ કરી શકો છો.

- પ્લસ આઇકોન પર ક્લિક કરો

આ પ્લસ આઇકોન ને તમે સ્ક્રીન ની નીચે ની તરફ જમણી બાજુ પર શોધી શકશો.

- પ્રાપ્તકર્તા ના ટાઈપ ને પસન્દ કરો

ત્યાર પછી તમારે પસન્દ કરવા નું રહેશે કે તમે વોટ્સએપ ગ્રુપ ની અંદર મેસેજ ને શેડ્યુઅલ કરવા માંગો છો કે પછી વોટ્સએપ કોન્ટેક્ટ ની અંદર મેસેજ ને શેડ્યુઅલ કરવા માંગો છો.

- પ્રાપ્તકર્તા ને પસન્દ કરો

ત્યાર પછી તમારે પ્રાપ્તકર્તા ને ડ્રોપ ડાઉન મેનુ ની અંદર થી પસન્દ કરવા ના રહેશે. અહીં એક વસ્તુ ને ખાસ ધ્યાન માં રાખવી કે તમે એક સમય પર એક જ વ્યક્તિ ને પસન્દ કરી શકો છો. અને જો તમે વધુ લોકો ને કોઈ મેસેજ મોકલવા માંગો છો તો તેના માટે તમારે એક પછી એક કોન્ટેક્ટ ને પસન્દ કરવા પડશે. અથવા તો તમે ગ્રુપ બનાવી ને પણ આ સમસ્યા નું સમાધાન થઇ શકે છે.

- તમે ક્યારે મેસેજ ને શેડ્યુઅલ કરવા માંગો છો તે પસન્દ કરો

પ્રાપ્તકર્તા ની પસન્દગી કર્યા પછી તમારે શેડ્યુઅલ મેસેજ મોકલવા માટે તારીખ અને સમય ના વિભાગ ને ભરવા પડશે.

- ત્યાર પછી ફ્રીક્વન્સી ને પસન્દ કરી અને તમારા મેસેજ ને ટાઈપ કરવા નો રહેશે.

- મેસેજ ને શેડ્યુઅલ કરો

તમે જયારે ઉપર જણાવેલ બધા જ પગલાં ને અનુસરી લીધા પછી તમારે ઉપર ની તરફ જમણી બાજુ પર આપેલા ક્રિએટ બટન પર ક્લિક કરવા નું રહેશે.

અહીં એક વસ્તુ નું ખાસ નોંધ લેવી કે આ એક માત્ર કામ ચલાવ પદ્ધતિ છે અને વોટ્સએપ દ્બારા ઓફિશ્યલી આ પ્રકાર ના મેસેજ શેડ્યુઅલિંગ ની પરવનગી આપવા માં આવતી નથી. અને જો તમે કોઈ થર્ડ પાર્ટી એપીકે ફાઈલ ને ડાઉનલોડ કરી રહ્યા છો તો તેના કારણે તમારા સ્માર્ટફોન ને નુકસાન પણ થઇ શકે છે.

Best Mobiles in India

English summary
Here's How To Schedule Whatsapp Messages On Android Devices

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X