બેંક ના એટીએમ દ્વારા તમારા જીઓ નંબર ને કઈ રીતે રિચાર્જ કરવો

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ની સામે લાડવા માટે આખા દેશ ની અંદર 21 દિવસ ના લોકડાઉન ની જાહૅરાત કરવા માં આવી છે જેના કારણે ઘણા બધા લોકો માટે ઘણી બધી તકલીફો પણ ઉભી થઇ છે અને તેની વચ્ચે રિલાયન્સ જીઓ દ્વારા એક ખુબ જ અલગ પગલું લેવા માં આવ્યું છે. કંપની દ્વારા જાહૅરાત કરવા માં આવી છે કે અમુક બેંક ના એટીએમ માંથી પણ તેઓ ના નંબર નું રિચાર્જ કરી શકાશે.

બેંક ના એટીએમ દ્વારા તમારા જીઓ નંબર ને કઈ રીતે રિચાર્જ કરવો

અને આપણા દેશ ની અંદર ઘણા બધા લોકો ઓનલાઇન રિચાર્જ થી જાણકાર હોતા નથી અને તેઓ હજુ આજે પણ દુકાનો ની અંદર રિચાર્જ કરાવતા હોઈ છે અને આજે બધું બંધ હોવા ના કારણે તેમને તકલીફ થઇ શકે છે તેના સન્જોગો ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા આ પગલું તેમને મદદરૂપ સાબિત થઇ શકે છે.

ક્યાં એટીએમ ની અંદર સપોર્ટ આપવા માં આવ્યો છે.

સૌથી પેહલા એ વસ્તુ ને યાદ રાખવી જોઈએ કે માત્ર અમુક એટીએમ ની અંદર જ આ પ્રકાર ની સેવા રિલાયન્સ જીઓ દ્વારા આપવા માં આવી રહી છે. અને અત્યારે તેની અંદર એસબીઆઈ, એક્સસાઈટ્સ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક, એયુએફ બેંક, ડીસીપી બેંક, સીટી બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ની અંદર આ પ્રકારે રિલાયન્સ જીઓ ના રિચાર્જ ની સુવિધા આપવા માં આવી રહી છે. અને ભવિષ્ય ની અંદર આ પ્રકાર ની સુવિધા ને વધુ બંકો ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે કે નહીં તેના વિષે કોઈ માહિતી આપવા માં આવી નથી.

જીઓ નંબર ને એટીએમ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું

તમારા જીઓ ના નંબર ને એટીએમ દ્વારા રિચાર્જ કરવા માટે તમારે નીચે જણાવેલ પગલાં અનુસરવા પડશે. અને આ રિચાર્જ કરવા માટે તમારી પાસે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે અને તેની અંદર પૂરતું બેલેન્સ પણ હોવું જૂરરી છે.

- સૌથી પેહલા એટીએમ મશીન ની અંદર ડેબિટ કાર્ડ નાખો.

- ત્યાર પછી રિચાર્જ ના વિકલ્પ ને પસન્દ કરો.

- એટીએમ પિન એન્ટર કરો

- ત્યાર પછી રિચાર્જ ની કિંમત ને પસન્દ કરો. અને તેના માટે તમારે પેહલા થી જ પ્લાન અને રિચાર્જ ની કિંમત વિષે જાણ હોવી જરૂરી છે.

- ત્યાર પછી રિચાર્જ ના વિકલ્પ ને પસન્દ કરો ત્યાર પછી તમારા એકાઉન્ટ માંથી રિચાર્જ ની કિંમત કાપી અને રિચાર્જ કરી દેવા માં આવશે.

અમે શું વિચારીયે છીએ.

આ રિલાયન્સ જીઓ દ્વારા લેવા માં આવેલ એક ખુબ જ રસપ્રદ પગલું છે અને તેની મદદ થી એટીએમ મશીન દ્વારા પણ યુઝર્સ પોતાના નંબર ને રિચાર્જ કરી શકે છે પરંતુ ઓનલાઇન રિચાર્જ વધુ સરળ અને કન્વીનન્ટ રહે છે. અને તેની અંદર તમે આ લોકડાઉન ના સમય ની અંદર ઘર ની ભહાર નીકળ્યા વિના જ માત્ર અમુક ક્લિક ની અંદર તમારા નંબર ને ઘરે બેઠા રિચાર્જ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Amidst the nationwide lockdown until April 15 due to curb the spread of coronavirus, Reliance Jio has come up with an interesting move. Well, the telco has announced that subscribers can recharge their Jio number via select Bank ATMs. Here’s how you can recharge your Jio number via select bank ATMs.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X