કલર વોટર આઈડી કાર્ડ માટે ઓનલાઇન કઈ રીતે એપ્લાય કરવું

By Gizbot Bureau
|

ભારત ની અંદર વોટર આઈડી કાર્ડ ખુબ જ અગત્ય નું ડોક્યુમેન્ટ છે, કોઈ પણ 18 વર્ષ થી મોટી ઉંમર ના વ્યક્તિ તેના માટે એપ્લાય કરી શકે છે અને આ કાર્ડ ના આધાર પર તેઓ વોટ આપી શકે છે. આ કાર્ડ ને ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવા માં આવે છે. અને તેને એલેકટોરીઅલ ફોટો આઈડી કાર્ડ તરીકે પણ ઓળખવા માં આવે છે.

કલર વોટર આઈડી કાર્ડ માટે ઓનલાઇન કઈ રીતે એપ્લાય કરવું

જો કે, જો તમારી પાસે મતદાર ઓળખકાર્ડ કાર્ડ છે અથવા તમે જોયું છે, તો તમે સ્પષ્ટપણે યાદ રાખી શકો છો કે મતદાર આઈડી ફોટો, નામ, સરનામું, મતદાર આઈડી નંબર અને અન્ય વિગતોવાળા લેમિનેટેડ કાગળ જેવો લાગે છે. ઠીક છે, હવે નથી. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા ઇસીઆઈએ હવે નવા મતદારો તેમજ હાલના લોકોને મતદાર ઓળખકાર્ડની વિગતોમાં ફેરફાર કરવા વિનંતી કરી હોય તો તેઓને રંગીન મતદાર ઓળખકાર્ડ આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત, બ્લેક એન્ડ વ્હાઇટ વર્ઝનને રંગીન સાથે બદલવા માંગતા લોકોને સરકાર રંગીન મતદાર ઓળખકાર્ડ આપી રહી છે.

અને જો તમે એ વિચારી રહ્યા હોવ કે ઓનલાઇન કરી રીતે કલર વોટર આઈડી કાર્ડ માટે એપ્લાય કરવું તો તેના વિષે ની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ અમે અહીં દર્શાવી છે.

તેના માટે તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જેવા કે, એડ્રેસ પ્રુફ, જો તમારી ઉંમર 18 થી 21 વર્ષ ની વચ્ચે છે તો એજ પ્રુફ, તમારો ફોટોગ્રાફ

કલર વોટર આઈડી કાર્ડ કઈ રીતે મેળવવું

- નેશનલ સર્વિસ પોર્ટલ ની વેબસાઈટ ને વિઝિટ કરો.

- ત્યાર પછી હોમ પેજ પર થી વોટર પોર્ટલ બોક્સ પર જાવ, ત્યાર પછી તમને https://voterportal.eci.gov.in portal પર મોકલવા માં આવશે.

- ત્યાર પછી તે નવા પેજ પર ક્રિએટ ન્યુ એકાઉન્ટ પર ક્લિક કરી અને રજીસ્ટર થાવ. અને ત્યાર પછી ઓન સ્ક્રીન પગલાં અનુસરો.

અને તમે આ પોર્ટલ પર સાઈન ઈન થવા માટે ગુગલ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ટ્વીટર એકાઉન્ટ અને લિન્ક્ડ ઈન એકાઉન્ટ નો પણ ઉપીયોગ કરી શકો છો.

- ત્યાર પાછો ફોર્મ 6 ભરી, અને તમારો ફોટો અને બીજી બધી વિગતો ભરો અને તેને સબમિટ કરો.

અને આગળ કામ આવે તેના માટે તમારી બધી જ સબમીશન ની વિગતો ને કોઈ જગ્યા પર સાચવી ને લખી લેવી કેમ કે તે આગળ સ્ટેટ્સ ટ્રેક કરવા વગેરે જેવા કામ ની અંદર મદદરૂપ થઇ શકે છે.

કલર વોટર આઈડી કાર્ડ ઓફલાઈન કઈ રીતે મેળવવું

મતદાર ઓળખકાર્ડ ઓફલાઈન મેળવવા માટે, નજીકની ઇ-સેવા અથવા મી સેવા ઓફિસ શોધો અને બધા જરૂરી દસ્તાવેજો અને ફોટાઓ સાથે મુલાકાત લો. ફોર્મ 6 માં બધી વિગતો ભરો અને સબમિટ કરો.

અને એક વખત જયારે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જયારે તમારા ડોક્યુમેન્ટ અને બીજી બધી વિગતો ને વેરિફાઇડ કરી લેવા માં આવશે ત્યાર પાકી તમને એક નવું કલર વોટર આઈડી કાર્ડ ઇસ્યુ કરી દેવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Here's How To Apply For Color Voter ID Card Online

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X