6 મહિના માટે ફ્રી વોઇસ અને ઇન્ટરનેટ ડેટા સાથે જીઓફોન કઈ રીતે મેળવવો

|

રિલાયન્સ જીઓ ના યુઝર્સ માટે ન્યુ યર ની ઉજવણી હજુ ચાલુ જ હોઈ તેવું લાગી રહ્યું છે. કંપનીએ પોતાના ગ્રાહકો માટે જીઓફોન ગિફટકાર્ડ ની જાહેરાત કરી છે. આ ઓફર ની અંદર યુઝર્સ ને 6 મહિના માટે વોઇસ અને ઇન્ટરનેટ ડેટા જીઓ ફીચર ફોન ની સાથે આપવા ની જાહેરાત કરી છે.

6 મહિના માટે ફ્રી વોઇસ અને ઇન્ટરનેટ ડેટા સાથે જીઓફોન કઈ રીતે મેળવવો

આ નવા ગિફટકાર્ડ ની કિંમત રૂ. 1095 રાખવા માં આવી છે. જેની અંદર 2 ભાગ પાડવા માં આવ્યા છે જેમાં રૂ. 501 જીઓ ફોન માં જશે અને બીજા રૂ. 99 ના યુઝર્સ ને 6 મહિના ના વોઇસ અને ઇન્ટરનેટ ડેટા ના વાઉચર આપવા માં આવશે.

ખાસ કરીને, નવીનતમ ઓફર કંપનીના 'જિયોફોન હેંગમા ઑફર' નો ભાગ છે. આનો અર્થ એ થાય કે ખરીદદારો તેમના જૂના ફીચર ફોનને નવા જિયોફોન માટે રૂ. 501 ની રિફંડપાત્ર ડિપોઝિટ સાથે બદલી શકે છે. યાદ કરવા માટે, જુયોફોનનો જુલાઇ 2017 માં કંપનીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે 2,000 એમએએચ બેટરી સાથે 2.4-ઇંચ પ્રદર્શન સાથે આવે છે.

આ ગિફ્ટ કાર્ડ ની વેલિડિટી 12 મહિના ની રાખવા માં આવી છે અને તેના કંપની નુઈ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવા માં આવ્યું છે. અને વેબસાઈટ પર રૂ. 99 ના વાઉચર ની સાથે રૂ. 101 ના કોમ્પ્લિમેન્ટ્રી ડેટા વાઉચર ની પણ જાહેરાત કરવા માં આવી છે.

અને એક વખત આ ગિફ્ટ કાર્ડ ખરીદ્યા બાદ ગ્રાહકે તેમના નજીક ના જીઓ સ્ટોર અથવા રિલાયન્સ ડિજિટલ ના સ્ટોર ની મુલાકાત લેવી પડશે અને ત્યારે નવો જીઓ ફીચરફોન મેળવવા માટે તેમણે પોતાનો જૂનો ફીચરફોન એક્સચેન્જ માટે આપવો પડશે. અહીં એક વાત ની ખાસ નોંધ લેવી કે તે ફીચરફોન ચાલુ કન્ડિશન માં હોવો જોઈએ અને તેને કોઈ નુકસાન થયું ના હોવું જોઈએ. અને એક વખત જયારે તેઓ પોતાના જુના ફીચરફોન અને તેના ચાર્જર ને જમા કરાવશે ત્યાર બાદ તેઓ ને નવો જીઓફોન આપવા માં આવશે અને નવું જીઓ નું સિમ કાર્ડ પણ આપવા માં આવશે.

અને કંપનીએ થોડા સમય પહેલા જ પોતાના હેપી ન્યુ યર ઓફર ને લોન્ચ કરી હતી. અને તે ઓફર ના ભાગ રૂપે રિલાયન્સ જીઓ રૂ. 399 ના પ્રીપેડ પ્લાન પર તે યુઝર્સ ને 100% કેશબેક ઓફર કરી રહી છે. અને તે ઓફર જુના અને નવા બધા જ જીઓ ના યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવી છે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here's how to get Reliance Jio Phone along with free voice and internet data for 6 months

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X