વોટ્સએપ પર “Couldn’t place call” પ્રોબ્લેમ ને કઈ રીતે હલ કરવું

Posted By: Keval Vachharajani

થોડા સમય પેહલા વોટ્સએપ પોતાના અમુક નવા ફીચર્સ સાથે બહાર આવ્યું હતું, તેમાં થી લોકો સૌથી વધુ તો માત્ર એક જ ફીચર માટે રાહ જોઈ રહ્યા હતા અને તે છે વિડિઓ કોલિંગ નું ફીચર. વિડિઓ કોલિંગ ની સુવિધા હવે એન્ડ્રોઇડ યુઝર્સ ની સાથે સાથે ios યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવા માં આવી છે.

વોટ્સએપ પર “Couldn’t place call” પ્રોબ્લેમ ને કઈ રીતે હલ કરવું

વિડિઓ કોલિંગ ફીચર ના લોન્ચ થયા ના થોડા સમય બાદ, ઘણા બધા વોટ્સએપ યુઝર્સ દ્વારા એવી ફરિયાદ કરવા માં આવી હતી કે તે લોકો પોતાનું વોટ્સએપ ને અપડેટ કર્યા બાદ પણ તેમાં કોલિંગ નું ફીચર નથી મેળવી રહ્યા.

હજી પણ તે સમસ્યા નો ઉકેલ શોધાયો નથી. ઘણા બધા વોટ્સએપ યુઝર્સ અત્યારે, પોતાના ફોન પર વિડિઓ કોલિંગ નું ફીચર મેળવ્યા છત્તા પણ તેમાં "Couldn't Place Call" નો પ્રોબ્લેમ વારંવાર અનુભવી રહ્યા છે.

તો આરહ્યું કે કઈ રીતે તે પ્રોબ્લેમ ને હલ કરવી અને વોટ્સએપ ના નવા વિડિઓ કોલિંગ ફીચર ની મજા માણવી.

#ઈન્ટરનેટ કનેક્શન ને તપાસો

#ઈન્ટરનેટ કનેક્શન ને તપાસો

તમારા મિત્ર ને વોટ્સએપ પર થી વિડિઓ કોલ કરવા માટે, ઈન્ટરનેટ એ સૌથી અગત્ય નો પાસો છે. ખરાબ ઈન્ટરનેટ કનેક્શન દ્વારા, વિડિઓ કોલ કરવો એ ખુબ જ અઘરું થઇ જશે, કારણ કે તેમા ખુબ જ વધારે માત્રા મા મોબાઈલ ડેટા ની જરૂર પડે છે.

#તમારા કોન્ટેક્ટે પણ વોટ્સએપ ને અપડેટ કરેલું હોવું જોઈએ

#તમારા કોન્ટેક્ટે પણ વોટ્સએપ ને અપડેટ કરેલું હોવું જોઈએ

વોટ્સએપ પર વિડિઓ કોલ કરવા માટે, તમારે 2.16.318 વરઝ્ન નું અપડેટ કરવું પડશે. અને એક વાત ની પણ ખાસ નોંધ રાખવી કે તમે જે કોઈ પણ કોન્ટેક્ટ સાથે વિડિઓ કોલ કરવા માંગો છો તેણે પણ આ અપડેટ કરેલું હોઈ. જો તેમની પાસે વોટ્સએપ નું જૂનું વરઝ્ન હશે તો કોલ કરવા માં તમને ઘણી તકલીફો નો સામનો કરવો પડશે.

#તમે જે વ્યક્તિ ને કોલ કરી રહ્યા છો તેમનું ઈન્ટરનેટ કનેક્શન

#તમે જે વ્યક્તિ ને કોલ કરી રહ્યા છો તેમનું ઈન્ટરનેટ કનેક્શન

તમે જે વ્યક્તિ સાથે વિડિઓ કોલિંગ કરવા માંગો છો, જો તેમનું ઈન્ટરનેટ કનેક્શન ખરાબ હશે, અને જો તમારું ઈન્ટરનેટ કનેક્શન સારું હશે, તો પણ તમે કોલ નહિ કરી શકો, અને કોલ ફેલ થઇ જશે. બંને બાજુ ના જોડાણ પર સારી ઈન્ટરનેટ ની સ્પીડ હોવી તે ફરજીયાત છે.

#વિડિઓ કોલિંગ માત્ર બેટા વરઝ્ન પર જ ઉપલબ્ધ છે

#વિડિઓ કોલિંગ માત્ર બેટા વરઝ્ન પર જ ઉપલબ્ધ છે

વોટ્સએપ દ્વારા મુકવા માં આવેલ આ નવું ફીચર અત્યારે વોટ્સએપ ની ઓફીસીઅલ એપ પર મુકવા માં આવેલ નથી, અત્યારે તેને માત્ર બેટા વરઝ્ન પર જ મુકવા માં આવેલ છે. તો જો તમે એપ ને અપડેટ કર્યા બાદ પણ વિડિઓ કોલિંગ નું ફીચર ના મેળવો તો, તમારે માત્ર એટલું જ કરવા નું છે કે તેના બેટા વરઝ્ન ની સાથે તમારી એપ ને અપગ્રેડ કરવા ની રહેશે.

English summary
Here's how to fix the "Couldn't Place Call" issue while making a WhatsApp video call.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot