Google Voice Assistantની ભાષા બદલવી છે સરળ, બસ આટલું કરો

By Gizbot Brueau
|

Google Voice Assistantનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આજકાલ ઘણા લોકો ટાઈપ કરવાના બદલે પોતાના કામ Google Voice Assistant દ્વારા કરતા થયા છે. જ્યારે તમે કોઈ એક કામમાં વ્યસ્ત હો, ત્યારે Google Voice Assistant દ્વારા બોલીને તમારા સ્માર્ટફોનને કંટ્રોલ કરી શકો છો. ગૂગલ વોઈસ કમાન્ડ, વોઈસ સર્ચિંગ અને વોઈસ એક્ટિવેટેડ ડિવાઈસ કંટ્રોલ જેવા ફીચર્સ આપે છે.

Google Voice Assistantની ભાષા બદલવી છે સરળ, બસ આટલું કરો

Google Assistant ટેક્સ્ટ અને વોઈસ બંનેને સપોર્ટ કરે છે. આ કમાન્ડ વોઈસ સર્ચિંગ અને વોઈસ એક્ટિવેટેડ ડિવાઈસ કંટ્રોલ બંને સુવિધા આપે છે. એટલું જ નહીં ગૂગલ આસિસ્ટન્ટ તમારા સ્માર્ટફોનની ડિફોલ્ટ લેન્ગવેજ યુઝ કરે છે. પરંતુ તમે ઈચ્છો છો કે ગૂગલ તમને સમજાય તેવી તમારી ભાષા બોલે તો તમે ઈચ્છા પ્રમાણે આ ભાષાને બદલી પણ શકો છો.

Google Voice Assistant મરાઠી, બાંગ્લા, તામિલ, તેલુગુ, મલયાલમ, ઉર્દુ, ગુજરાતી અને કન્નડા એમ જુદી જુદી ઘણી પ્રાદેશિક ભાષાઓમાં કામ કરી શકે છે. જો કે આ ભાષાઓનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક સેટિંગ્સ બદલવા પડશે. તમને જણાવી દઈએ કે તમે તમારા એક ડિવાઈસ પર Google Voice Assistantની એક સાથે વધારેમાં વધારે 3 ભાષાનો ઉપયોગ કરી શકો છો. ચાલો, અમે તમને જણાવી દઈએ કે કેવી રીતે તમે Google Voice Assistantની ભાષા બદલી શક્શો.

આટલા સ્ટેપ્સ ફોલો કરો અને ગમતી ભાષામાં Google Voice Assistantનો ઉપયોગ કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ હોમ પેજ ઓપન કરો.

સ્ટેપ 2: હવે જમણી બાજુ સૌથી ઉપરની તરફ રહેલા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમને ઘણા વિકલ્પ દેખાશે, જેમાંથી તમારે સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 4: અહીં તમને ગૂગલ આસિસ્ટન્ટનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 5: બાદમાં તમને લેન્ગવેજ મેન્યુ જોવા મળશે. અહીં તમને અત્યારે એ ભાષા જોવા મળશે, જેનો ઉપયોગ હાલ ગૂગલ વોઈસ આસિસટન્ટ કરી રહ્યું છે.

સ્ટેપ 6: આ ભાષા પર ક્લિક કરવાથી એક લિસ્ટ ખુલશે, જેમાં તમને જુદી જુદી ભાષાનો ઓપ્શન મળશે. હવે તમારે ગૂગલ વોઈસ આસિસટન્ટને જે ભાષામાં યુઝ કરવું છે, તે ભાષા સિલેક્ટ કરી શક્શો.

આ છે સરળ રીત

જો તમારે આ બધા સ્ટેપ્સ ફોલો ન કરવા હોય, તો માત્ર બોલીને જ તમે ભાષા ચેન્જ કરી શકો છો. સૌથી પહેલા ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો અને તેને બોલીને ભાષા ચેન્જ કરવાનો કમાન્ડ આપો. આમ કરવાથી સીધા જ તમે લેન્ગ્વેજ ચેન્જ ઓપ્શન સુધી પહોંચી જશો.

અહીં તમને એડ લેંગ્વેજનો વિકલ્પ મળશે. જેના પર ક્લિક કરીને તમે એક સાથે બે ભાષામાં ગૂગલ વોઈસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શક્શો.

Best Mobiles in India

Read more about:
English summary
Google Voice Assistant Language Change Follow Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X