કેટલું સિક્યોર છે તમારું Google Account? આ રીતે જાણો

By Gizbot Bureau
|

ડિજિટલ થઈ રહેલી દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના જુદા જુદા કામ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે. જેટલું વધુ ઓનલાઈન એક્સેસ વધી રહ્યું છે, તેટલી જ વધુ ઓનલાઈન હેકિંગ અને સ્કેમની ઘટનાઓ પણ વધી રહી છે. તમારા ઈન્ટરનેટ બ્રાઉઝિંગને સેફ રાખવા માટે ગૂગલ ઘણા સેફ્ટી ફીચર્સ પણ આપે છે. જેમાંથી એક મહત્વનું ફીચર છે Google Safety Check. આ ફીચરની મદદથી તમે ગૂગલ અકાઉન્ટને સ્કેન કરીને ચેક કરી શકો છો કે તે કેટલું સિક્યોર અને કોમ્પ્રોમાઈઝ્ડ છે. ખાસ વાત એ છે કે આ ફીચરનો ઉપયોગ તમે એન્ડ્રોઈડ ફોન અને વેબ બંને વર્ઝનમાં કરી શકો છો. ચાલો શીખવી દઈએ.

કેટલું સિક્યોર છે તમારું Google Account? આ રીતે જાણો

Google Safety Checkનો ફોનમાં કેવી રીતે કરશો ઉપયોગ?

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.

સ્ટેપ 2: હવે ટોપ લેફ્ટ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ આઈકન પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે અહીં તમને જુદા જુદા ઓપ્શન જોવા મળશે, તેને નીચે સ્ક્રોલ ડાઉન કરીને સેટિંગ્સ ઓપ્શન પર જવાનું છે.

સ્ટેપ 4: આગામી વિન્ડોને તમને નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને Safety Check ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે નીચેની તરફ દેખાતા check Now બટન પર ટેપ કરો.

સ્ટેપ 6: બાદમાં તમારા ગૂગલ અકાઉન્ટનું સ્કેનિંગ શરૂ થઈ જશે.

સ્ટેપ 7: હવે તમારા સિક્યોર અને કોમ્પ્રોમાઈઝ્ડ મેલ આઈડી તેમજ પાસવર્ડ ગૂગલ તમને બતાવી દેશે.

બાદમાં તમે જોઈ શક્શો કે તમારું ગૂગલ અકાઉન્ટ કેટલું સિક્યોર છે. જો કોઈ અકાઉન્ટ કે પાસવર્ડ કોમ્પ્રોમાઈઝ્ડ છે, તો તેને તમે તરત જ બદલી શકો છો.

Google Chrome વેબ પર કેવી રીતે કરશો સેફ્ટી ચેક?

સ્ટેપ 1: વેબ વર્ઝનમાં આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરો.

સ્ટેપ 2: હવે અહીં પણ ટોપ લેફ્ટ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ આઈકન પર ટેપ કરો.

સ્ટેપ 3: બાદમાં સેટિગંસ ઓપ્શનમાં નીચે દેખાતા Privacy and security ઓપ્શન પર ટેપ કરો.

સ્ટેપ 4: હવે બાજુમાં તમને બ્લૂ કલરનું Go To Safety Check ઓપ્શન મળશે.

સ્ટેપ 5: તેના પર ક્લિક કરતાની સાથે જ તમને સિક્યોર્ડ અને કોમ્પ્રોમાઈઝ્ડ પાસવર્ડ દેખાવા લાગશે.

Best Mobiles in India

English summary
Google safety check how to use the feature

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X