Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Pixel કાર ક્રેશ ડિટેક્શન ફીચર લોન્ચ, આ રીતે કરો ઉપયોગ
ગૂગલે 2014માં પિક્સલ ફોનમાં કાર ક્રેશ ડિટેક્શન ફીચર લોન્ચ કર્યું હતું. જેમ કે આપણે નામ પરથી જાણી શકીએ છીએ, આ ફીચર તમને જણાવે છે કે શું તમારી કારને કોઈ દુર્ઘટના નડી છે? લૉન્ચ બાદ આ ફીચર માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ હતું, પરંતુ ગૂગલે હવે આ ફીચરને ભારત સહિત અન્ય દેશમાં રજૂ કર્યું હતું.

પિક્સલ કાર ક્રેશ ડિટેક્શન ફીચર ભારતમાં પણ લૉન્ચ
પિક્સલ કાર ક્રેશ ફીચર હવે ભારત સહિત ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, પોર્ટુગલ અને સ્વિટ્ઝર્લેન્ડ એમ કુલ 5 દેશમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા સાથે કાર અંગે જાણવા માટેની સુવિધા હવે ગ્લોબલ લેવલ પર કુલ 20 દેશમાં ઉપલબ્ધ છે.
કેવી રીતે કામ કરે છે આ ફીચર?
આ ફીચર અનિવાર્ય રીતે કામ કરે છે, જે ઓટોમેટિક રીતે ઈમરજન્સી સર્વિસ માટે સંપર્ક કરે છે. આ ફીચર એ શોધે છે કે તમારી કારને કોઈ દુર્ઘટના નડે છે કે નહીં? અને જો તમારી કારને કોઈ દુર્ઘટના નડી હોય, તો તે ઈમરજન્સી સર્વિસને લોકેશન શૅર કરે છે. આ ઉપરાંત જો દુર્ઘટના સ્થળે કોઈ હાજર છે, તો તેઓ જ્યારે ફોન ઉપાડશે, ત્યારે તમારી સ્ક્રીન લૉક હશે, તેમ છતાંય મેસેજ અને ઈમરજન્સી માહિતી મેળવી શકે છે.
Pixel Car Crash ડિટેક્શન ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
1. તમારા ફોન પર Personal Security એપ ઓપન કરો.
2. હવે Features ઓપ્શન પર ટેપ કરો.
3. Car Detection Feature અંગે માહિતી મેળવવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો.
4. હવે Set Up પર ક્લિક કરો.
5. જ્યારે તમને તમારું લોકેશન શૅર કરવાનું કહેવામાં આવે ત્યારે Allow While using the app સિલેક્ટ કરો.
6. આ ઉપરાંત તમારે આ ફીચરને માઈક્રોફોન અને શારીરિક એક્ટિવિટી શૅર કરવાની પણ પરમિશન આપવી પડશે.
સાથે જ તમારે ઈમરજન્સી કોન્ટેક્ટ ઈન્ફોર્મશેન પણ ઈમરજન્સી એપમાં નોંધવી પડશે. ગૂગલની સૂચના પ્રમાણે તમારા ફોનમાં ઈમરજન્સી સર્વિસના નંબર પહેલાથી જ સેવ હશે. ભારતમાં દરેક ટેલિકોમ કંપની પાસે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર પહેલાથી જ ઉપલબ્ધ છે.
Car crash detection ફીચર Pixel 4A બાદ લોન્ચ થયેલા દરેક સ્માર્ટફોન ઉપરાંત લેટેસ્ટ લોન્ચ થયેલા Pixel ફોલ્ડમાં ઉપલબ્ધ છે. આ ફીચર દુર્ઘટના અંગે માહિતી મેળવવા માટે તમારા ફોનનું લોકેશન, મોશન સેન્સર અને આસપાસના અવાજને યુઝ કરે છે. આ માટે તમારા ફોનમાં લોકેશન, શારીરિક એક્ટિવિટી અને માઈક્રોફોનને પરમિશન આપવી જરૂરી છે. જે તમે ફીચરને સેટઅપ કરતા સમયે આપી શકો છો.
Pixel Car Crash ડિટેક્શન અંગે મહત્વની માહિતી
પરંતુ યાદ રાખો કે જરૂરી નથી કે આ ફીચર દરેક કાર દુર્ઘટના અંગે માહિતી મેળવી જ શકે. જ્યારે તમારી કારને ભયંકર ગમખ્વાર અકસ્માત નડ્યો હશે, ત્યારે જ આ ફીચર તેને ડિટેક્ટ કરી શકે છે. તો ઘણીવાર નાના એવા અકસ્માતને પણ ગંભીર ગણીને તે ઈમરજન્સી સર્વિસિઝને ખોટો કોલ કરી શકે છે. આ ઉપરાંત જ્યારે તમે સેલ્યુલર કનેક્ટિવ ઝોનમાં નહીં હો, કે પછી તમે સતત કૉલ કરી રહ્યા છો, ત્યારે આ ફીચર ઈમરજન્સી સર્વિસિઝને સંપર્ક નહીં કરી શકે. પરંતુ આ બધી બાબતો છતાંય આ ફીચર તમારો જીવ બચાવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications