Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ગાડીની ઓવરસ્પીડ પર Google Maps આપશે વોર્નિંગ, ઓન કરો આ સેટિંગ
Google Mapsમાં ઘણા શાનદાર ફીચર્સ અવેલેબલ છે. ગૂગલ મેપ્સ અજાણ્યા રસ્તા બતાવવાની સાથે બીજી પણ ઘણી રીતે યુઝર્સની મદદ કરે છે. ગૂગલ મેપ્સના કેટલાક ઉપયોગી ફીચર્સમાંનુ એક ફીચર છે. સ્પીડોમીટર. સ્પીડોમીટર યુઝર્સને ડ્રાઈવ કરતા સમયે સ્પીડ લિમિટ અંગે માહિતી આપે છે. જો તમારી કાર સ્પીડ લિમિટ કરતા વધા ગતિથી ચાલી રહી છે, તો સ્પીડોમીટર તમને વોર્નિંગ આપે છે. જો કે માટે તમારા ગૂગલ મેપ્માં સ્પીડોમીટરનું ફીચર અનેબલ હોવું જરૂરી છે. આ ફીચર અનેબલ કરતાની સાથે જ ગૂગલ મેપ્સ તમારી કાર કેટલી સ્પીડ પર જઈ રહી છે, તે જણાવી દેશે.

જો તમરી કારની સ્પીડ નિયત ગતિ મર્યાદા કરતા વધારે હશે, તો સ્પીડોમીટરનો રંગ બદલાઈ જશે. જો તમે હજી સુધી આ ફીચરનો ઉપયોગ નથી કર્યો તો ચિંતા ન કરો. અમે અહીં તમને આ ફચરનો ઉપયોગ કરવાની આખી પ્રોસેસ જણાવીશું.
ગૂગલ મેપ્સ સ્પીડોમીટર ફીચર
કોઈ પણ ડ્રાઈવર ડ્રાઈવ કરતા સમયે સ્પીડોમીટર પર નહીં પરંતુ રસ્તા પર જ ધ્યાન આપે છે. એટલે જો વાહનની ગતિ મર્યાદા કરતા વધી જાય, તો તેમને ખ્યાલ રહેતો નથી. આ સમસ્યા ટાળવા માટે ગૂગલ મેપ્સ સ્પીડોમીટરનું ફીચર આપે છે, જે સ્પીડ લિમિટ વધી જવા પર યુઝરને નોટિફિકેશન આપશે. જેથી યુઝર્સનો જીવ પણ સલામત રહે અને દંડ પણ ન ભરવો પડે. આ ફીચર ગૂગલ મેપના એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને વર્ઝનમાં અવેલેબલ છે.
ગૂગલ મેપ્સના સ્પીડોમીટર ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.
2. હવે જમણી બાજુ સૌથી ઉપરની તરફ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
3. પછી સ્ક્રોલ ડાઉન કરીને નીચેની તરફ આવો અને સેટિંગ પર ક્લિક કરો.
4. બાદમાં તમારે Navigation Setting વિકલ્પ પર ક્લિક કરવાનું છે
5. હવે Driving Options પર ક્લિક કરો.
6. અહીં તમને Speedometer નામનો વિકલ્પ મળશે, તેન સામે રહેલા ટોગલ પર ક્લિક કરો.
7. આટલું કરતા જ તમારું સ્પીડોમીટરનું ફીચર અનેબલ થઈ જશે. અને તમારું વાહન નક્કી ગતિ મર્યાદાને ક્રોસ કરશે, તો તમને નોટિફિકેશન મળશે.
આ બાબતોનું ધ્યાન રાખો.
ગૂગલ મેપ્સ એપનું સ્પીડોમીટર માત્ર નોટિફિકેશન માટે છે. તમારી ડ્રાઈવિંગ સ્પીડ કન્ફર્મ કરવા માટે કારના સ્પીડોમીટર પર પણ નજર નાખતા રહો. જો તમને ગૂગલ મેપ્સમાં આ ફીચર નથી મળી રહ્યું, તો પ્લે સ્ટોર પર જઈને એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications