Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Mapsની લેટેસ્ટ ટ્રિક, ઈચ્છો, ત્યારે જાણી લો કોઈનું પણ લોકેશન
ગૂગલ મેપ્સ વિશ્વની સૌથી લોકપ્રિય નેવિગેશન એપ છે, જેમાં સંખ્યાબંધ ફીચર્સ જોવા મળે છે. પરંતુ ઘણા યુઝર્સને ગૂગલ મેપ્સની જુદી જુદી ટ્રિક્સ વિશે ખ્યાલ નથી હોતો. જો તમે ઈચ્છો તો ગૂગલ મેપ્સની મદદથી કોઈ પણ વ્યક્તિનું લોકેશન ગમે ત્યારે મેળવી શકો છો. આના માટે બસ સામેવાળા વ્યક્તિના ફોનમાં લોકેશન શેરિંગ ફીચર ઓન હોવું જરૂરી છે. ચાલો જાણીએ કે કોઈ પણ ફોનમાં આ ફીચર કેવી રીતે અનેબલ કરી શકાય છે, અને તમે આ ફીચરની મદદથી કેવી રીતે કોઈનું પણ લોકેશન ટ્રેક કરી શકો છો.
ગૂગલે પોતાની એપમાં લોકેશન શેરિંગ ફીચરનો વિકલ્પ એટલા માટે આપ્યો છે, કારણ કે તેનાથી કોઈ પણ વ્યક્તિ પોતાનું લોકેશન બીજા વ્યક્તિ સાથે શૅર કરી શકે. નજીકના લોકો તમારા લોકેશન પર નજર રાખી શકે. જો કે, અહીં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર તેમનું લોકેશન ટ્રેક કરવું ગેરકાયદે છે, અને તેમની પ્રાઈવસીનો ભંગ છે. ગૂગલ મેપ્સના આ ફીચરનો ઉપયોગ તમારે માત્ર ત્યારે જ કરવો જોઈએ, જ્યારે તમે તમારા કોઈ અંગત વ્યક્તિનું લોકેશન તેની જાણમાં ટ્રેક કરો છો, જેના માટે તમને તેની પરવાનગી મળેલી છે.

લોકેશન શેરિંગ ફીચર આ રીતે અનેબલ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તો ગૂગલ મેપ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારી પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે અહીં લોકેશન શેરિંગ વિકલ્પ સિલેક્ટ કરો અને એ લોકોના નામ પર ટેપ કરો, જેમની સાથે તમે લોકેશન શૅર કરવા ઈચ્છો છો.
સ્ટેપ 4: તમે કોની સાથે કેટલા સમય માટે લોકેશન શૅર કરવા ઈચ્છો છો, તે પણ નક્કી કરી શકો છો.
આ રીતે ટ્રેક કરો યુઝરનું લોકેશન
તમારા ડિવાઈસમાં ગૂગલ મેપ્સ ઓપન કરો અને યુઝરનું નામ ટેપ કરો, જેનું લોકેશન તમે ટ્રેક કરવા ઈચ્છો છો. હવે મેપ પર જશો એટલે તમને તે યુઝરનું લોકેશન જોવા મળશે. આ ઉપરાંત તમે કોઈ યુઝરને પોતાનું લાઈવ લોકેશન શૅર કરવા માટે પણ કરી શકો છો. આ લાઈવ લોકેશનથી પણ તમે સામેના વ્યક્તિનું લોકેશન ટ્રેક કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે તમે બાળકોનું લોકેશન ટ્રેક કરવા માટે ફેમિલી લિંકની હેલ્પ પણ લઈ શકો છો. આ ફીચર પરિવારના દરેક સભ્યોનું લોકેશન ટ્રેક કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
