Just In
Don't Miss
શું તમે જાણો છો કે google તમારી દરેક લોકેશન ને સેવ કરી રહ્યું છે
જો તમે સરખી રીતે ગુગલ મેપ્સ ને કન્ફિગર નથી કરતા તો તે ઓટોમેટિકલી તમારી બધી જ ગતિવિધિને ટ્રેક કરતું હોય છે જિનેન્દ્ર તમે કઈ જગ્યા પર ચાલો છો તમે કઈ જગ્યાએ drive કરો છો અને કઈ જગ્યાએ ઉડી રહ્યા છો તે બધી જ વસ્તુને ટ્રેક્ટર કરતું હોય છે. અને તેને ખૂબ જ વિગતવાર રીતે સ્ટોર કરવામાં આવતું હોય છે જ્યાંથી તમને તે કોઇપણ સમયે તમે કઈ જગ્યા પર હતા તે ખૂબ જ ચોકસાઇ પૂર્વક બતાવી શકે છે અને તેને ઓટોમેટિકલી ડીલીટ કઈ રીતે કરવું તેના વિશે આ આર્ટિકલમાં વાત કરવામાં આવી રહી છે.
આ માહિતી તમને ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. દાખલા તરીકે જો તમારે જોવું હોય કે તમે છેલ્લે કઈ ટ્રીપ પર ગયા હતા અથવા તમે કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાં રેગ્યુલર જાવ છો ત્યાં કેટલો સમય લાગે છે તે ગુગલ પાસેથી જાણવા માંગતા હો તો તે બધી જ વિગતો ગુગલ ના સરવર ની અંદર સ્ટોર કરવામાં આવતી હોય છે.
પરંતુ થોડા સમયથી ગુગલ દ્વારા એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવી રહ્યું છે કે જે યુઝર્સને ઓટોમેટિકલી તેમની સેવ કરેલી વિગતો ને ડીલીટ કરવાની અનુમતિ આપે છે જેની અંદર દર ૧૮ મહિના બાદ અથવા દર ત્રણ મહિના બાદ આ લોકેશન કે જેને સેવ કરવામાં આવી છે તે ઓટોમેટિક ડીલીટ થઈ જાય છે અને તેના કરતાં જૂની જેટલી પણ વસ્તુ હશે તે બધી જ ડીલીટ થઈ જશે. તો તમે ગયે વર્ષે જે પણ જગ્યાએ ફરવા ગયા હતા તે જગ્યાએ તમે કઈ કઈ જગ્યા પર રોકાયા હતા તેની વિગતો ગુગલ પાસે પછી મળી શકશે નહીં.
સામાન્ય રીતે આ બધા જ પ્રકારના સેટિંગ્સને ગુગલ દ્વારા તેમના ગુગલ એકાઉન્ટ પેજ ની અંદર રાખવામાં આવતા હોય છે પરંતુ તેને બદલે આ ફિચરને તમારે ગૂગલ મેપ્સ ના સેટિંગ ની અંદર શોધવું પડશે.
-તમારા એન્ડ્રોઇડ અથવા એસ પર ગુગલ મેપ ઓપન કરો
-એપ ની અંદર ડાબી બાજુ ટોચ પર આપેલ મેનુંબાર પર ક્લિક કરો
-યોર ટાઈમ લાઈન વિકલ્પને પસંદ કરો
-સ્ક્રીનની જમણી તરફ ટોચ પર આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો
-ત્યારબાદ સેટિંગ અને પ્રાઈવેસી ને પસંદ કરો
-ત્યારબાદ ઓટોમેટિકલી ડીલીટ લોકેશન હિસ્ટ્રી ના વિકલ્પને પસંદ કરો
-ત્યારબાદ હું મેન્યુઅલી ડીલીટ ના કરું ત્યાં સુધી રાખો ના વિકલ્પ ને બદલે ૧૮ મહિના અથવા ત્રણ મહિનાના વિકલ્પને પસંદ કરો.
મારી સલાહ મુજબ તમારે તેની અંદર ત્રણ મહિના બાદ તમારી લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરવાના વિકલ્પ પસંદ કરવો જોઈએ. કેમકે તમારી લોકેશન હિસ્ટ્રીને તેના કરતાં વધુ લાંબા સમય માટે સ્ટોર કરવાનો કોઈ મતલબ હોતો નથી. અને હવે જ્યારે તમે કોઈ એક વિકલ્પને પસંદ કરી લેશો ત્યારબાદ તે નક્કી કરેલા સમય પછી તમારી જે સેવ કરેલી લોકેશન હિસ્ટ્રી હશે તેને ઓટોમેટિકલી ગુગલ દ્વારા ડીલીટ કરી દેવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190