Google Mapsમાં આવ્યું Fuel Efficient routing ફીચર, આ રીતે યુઝ કરો

By Gizbot Bureau
|

ગૂગલે ગૂગલ મેપ્સ એપમાં કેટલાક નવા ફીચરની જાહેરાત કરી છે. આમાંથી ઘણા ખરા ફીચર્સ સિલેક્ટેડ દેશોમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધામાં એક ખાસ ફીચર છે, જે ભારતના યુઝર્સ માટે પણ લાઈવ કરી દેવાયું છે. આ ફીચરનું નામ છે ફ્યુઅલ એફિસિયન્ટ રાઉટિંગ ફીચર. નામ પ્રમાણે જ આ ફીચર તમને એવા રૂટ સજેસ્ટ કરશે, તેમાં તમારું ઈંધણ ઓછામાં ઓછું વપરાય. સાથે જ તમે નિર્ધારિત સમયે તમારા ડેસ્ટિનેશન પર પણ પહોંચી શકો.

Google Mapsમાં આવ્યું Fuel Efficient routing ફીચર, આ રીતે યુઝ કરો

Google Map fuel Efficient Routing ફીચર શું છે?

Google Map fuel Efficient Routing ફીચર એઆઈ એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરે છે. આ ફીચર તમને ટ્રાવેલિંગ દરમિયાન એવા રસ્તા સજેસ્ટ કરશે, જ્યાં તમારું પેટ્રોલ કે ડીઝલ ઓછામાં ઓછું વપરાય. તમારા રૂટમાં જો કોઈ ટેકરીઓ કે ટ્રાફિક આવતો હોય, તો આ ફીચર તે રસ્તા અવોઈડ કરીને તમે એક સરખી સ્પીડે ટ્રાવેલ કરી શકો, તેવા રસ્તા શોધીને સજેસ્ટ કરશે. જે તમને નિર્ધારિત સમયે તમારા નક્કી કરેલા સ્થળ પર પહોંચાડી શકે. આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય ફ્યુઅલ કન્ઝપ્શન ઘટાવડાનો છે. એટલે કે આ ફીચરનો ઉપયોગ કરવાથી તમારા પેટ્રોલ, ગેસ કે ડીઝલના વપરાશમાં ઘટાડો થશે, અને તમારી મુસાફરીનો ખર્ચો ઘટશે. આ ફીચર તમને એવા રૂટ સજેસ્ટ કરશે, જે તમારા વાહન માટે યોગ્ય હોય સાથે જ તમારો ટ્રાવેલિંગનો સમય પણ ન વધે.

ગૂગલના કહેવા પ્રમાણે સૌથી યોગ્ય માર્ગ એ વાત પર આધાર રાખે છે કે તમારા વાહનનું એન્જિન કેવું છે. દાખલા તરીકે જો તમારી પાસે ડીલ એન્જિન છે, તો સામાન્ય રીતે પેટ્રોલ અથવા ગેસ એન્જિન કરતા તે વધારે સારો પાવર આપે છે. જ્યારે હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વાહનો વધારે ટ્રાફિક ધરાવતા રૂટ પર સારું પર્ફોમન્સ કરે છે. ગૂગલનું કહેવું છે કે ડ્રાઈવર આ ફીચરનો યોગ્ય લાભ લેવા માટે ગૂગલ મેપ્સમાં પોતાનું એન્જિનન ગેસ પર છે, ડીઝલ પર છે, પેટ્રોલ પર છે કે હાઈબ્રિડ છે, તે પસંદ કરી શક્શે.

એટલે કે મુસાફરી શરૂ કરતા પહેલા તમારે સૌથી પહેલા વાહનનો પ્રકાર પસંદ કરવો પડશે, જેથી ગૂગલ મેપ્સ તમને સૌથી વધુ ફ્યુઅલ એફિસિયન્સ માર્ગ બતાવે.

ઉલ્લેખનીય છે કે ગૂગલે પહેલીવાર આ ફીચરની જાહેરાત 2021માં કરી હતી. જો કે તે સમયે આ ફીચર માત્ર અમેરિકામાં અવેલેબલ હતું. હવે ભારતીય યુઝર્સ માટે પણ આ ફીચર અવેલેબલ છે.

ગૂગલ મેપ્સ ફ્યુઅલ એફિસિયન્ટ રાઉટિંગ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?

1. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો.

2. હવે તમારા પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરો અને સેટિંગ્સ ઓપ્શન સિલેક્ટ કરો.

3. હવે તમારે નેવિગેશન સેટિંગ્સમાં જવાનું છે.

4. બાદમાં Route Options પર સ્ક્રોલ કરો.

5. હવે Prefer Fuel efficient routes પર ક્લિક કરો.

6. અહીં તમારે તમારા વાહનનું એન્જિન કેવું છે, તે પસંદ કરવાનું છે.

7. છેલ્લે ડન પર ક્લિક કરો અને મુસાફરી શરૂ કરો.

Best Mobiles in India

English summary
Google maps launched fuel efficient routing feature how to use

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X