Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Mapsમાં ઓફલાઈન જુઓ રસ્તો, ઈન્ટરનેટ વગર પણ કરશે કામ
Offline Google Maps: ગૂગલ મેપનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે. આ એપ દ્વારા તમે અજાણ્યા વિસ્તારોમાં અને અજાણી જગ્યાઓ એક્સપ્લોર કરી શકો છો. જો તમે કોઈ નવી જગ્યાએ ફરવા જાવ છો કે નવા વિસ્તાર, શહેરમાં રહેવા જાવ છો, તો આવી સ્થિતિમાં ગૂગલ મેપ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પણ જો ક્યારેક તમે અજાણ્યા રસ્તા પર જાવ છો અને તમારું ઈન્ટરનેટ કે નેટવર્ક જતું રહ્યું તો તમે શું કરશો? આવી પરિસ્થિતિમાં રસ્તો જોઈ શકાય તે માટે ગૂગલ મેપ્સનું ઓફલાઈન ફીચર તમને ઉપયોગી સાબિત થશે. આ ફીચર દ્વારા તમે ગૂગલ મેપ પર ઈન્ટરનેટ વગર પણ રસ્તો જોઈ શકો છો.
ગૂગલ મેપ્સમાં ઓફલાઈન મેપ્સનો ઓપ્શન આવે છે. આ ઓપ્શન દ્વારા તમે ગૂગલ મેપમાં ઓફલાઈન રસ્તા જોઈ શકો છો. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.

ગૂગલ મેપ્સનો ઓફલાઈન ઉપયોગ કરવા નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ લેફ્ટ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે તમને અહીં ઘણા ઓપ્શન દેખાશે. જેમાંથી તમારે ઓફલાઈન મેપ્સ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.
સ્ટેપ 4: હવે તમારી સામે એક મેપ ઓપન થશે. તમારે આ મેપ ડાઉનલોડ કરી લેવાનો છે.
સ્ટેપ 5: તમને એક ડાઉનલોડેડ મેપ દેખાશે. હવે આ ડાઉનલોડેડ મેપ પર ટેપ કરો.
સ્ટેપ 6: બસ હવે તમે ઈન્ટરનેટ વગર ઓફલાઈન પણ ગૂગલ મેપ પર રસ્તો જોઈ શકો છો.
સ્ટેપ 7: તમારે બસ ગૂગલ મેપ પર જવાનું છે અને સર્ચ બારમાં જ્યાંનો પણ રસ્તો જોવો હોય તે નામ એન્ટર કરવાનું છે.
આ સેટિંગ કર્યા બાદ જ્યારે પણ તમને નેટવર્ક કે ઈન્ટરનેટ ન હોય તેવા વિસ્તારમાં જશો, તો ગૂગલ મેપ ઓપન કરીને ગમે તે રસ્તો જોઈ શકો છો. તમારે બસ સર્ચમાં જઈને જે તે જગ્યાનું નામ એન્ટર કરવાનું છે. નામ નાખતા જ તમારી સામે ઓફલાઈન મેપ ઓપન થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications