Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Maps તમારી ભાષામાં બતાવશે રસ્તો, આટલું કરો સેટિંગ
Google Mapsનો ઉપયોગ રસ્તો જાણવા માટે આપણે બધા જ કરીએ છીએ. ગૂગલ મેપ્સ કોઈ પણ પ્રવાસ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે કોઈ વિસ્તારમાં અજાણ્યા છો, કે પછી તમને કોઈ જગ્યાનોરૂટ નથી ખબર તો પણ તમે ગૂગલ મેપ્સની મદદથી લાંબા અંતરનો પ્રવાસ કરી શકો છો. આ એપમાં રસ્તો બતાવવાની સાથે સાથે બીજા પણ કેટલાક શાનદાર ફીચર્સ છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ગૂગલ મેપ એપ ઈનબિલ્ટ જ આપવામાં આવે છે. એપના સેટિંગમાં પણ તમને ઘણા વિકલ્પ મળે છે, જેનો ઉપયોગ કરીને તમે ગૂગલ મેપ્સને જુદી જુદી રીતે પરી શકો છો.

ગૂગલ મેપ્સ અંગ્રેજી ઉપરાંત હિંદી સહિતની બીજી કેટલીક ભાષામાં પણ રસ્તા માટે ગાઈડ કરે છે. એપ ઈન્સ્ટોલ કર્યા બાદ ભાષા અંગ્રેજી બાયડિફોલ્ટ રીતે સેટ થઈ જાય છે. પરંતુ તમે તમારી પસંદગી અને સુવિધા પ્રમાણે તેને બદલી શકો છો. જો તમને ભાષા બદલવાની રીત નથી ખબર તો આ આર્ટિકલમાં જાણી લો. આજે અમે તમને ગૂગલ મેપ્સનો વોઈસ બદલવાની આખી પ્રોસેસ જણાવીશું.
Google Mapsની ભાષા આ રીતે બદલો.
તમે એપના સેટિંગ મેન્યુમાં જઈને ગૂગલ મેપ્સનો અવાજ બદલી શકો છો. આ માટે તમારે લાઈવ નેવિગેશન સેક્શનમાં જવું પડશે. નીચે દર્શાવેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે સેટિંગ્સમાં બદલાવ કરી શકો છો.
સૌથી પહેલા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો.
બાદમાં સ્ક્રીન પર ઉપરની બાજુ દેખાતા તમારા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.
હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચેની તરફ આવો અને સેટિંગ પર ક્લિક કરો.
બાદમાં તમને નેવિગેશન સેટિંગ્સનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
હવે તમારે Voice Selection પર ક્લિક કરવાનું છે. અહીં તમને જુદા જુદા વિસ્તારની ભાષાનું લિસ્ટ જાણવા મળશે.
હવે તમે તમારી સમજ અને પસંદગી મુજબ કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો.
આ ઉપરાંત તમે નેવિગેશ સેટિંગમાં બીજા પણ ઘણા પરિવર્તન કરી શકાય છે. અહીં તમે Play Voice Over Bluetooth, Play Voice During Phone Calls, Play Audio Sound સહિતના ઘણા વિકલ્પ મળે છે.
iPhoneમાં મેપનો વોઈસ બદલવા માટે આ પ્રક્રિયા કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા આઈફોનનું સેટિંગ્સ ઓપ્શન પસંદ કરો.
સ્ટેપ 2: પછી જનરલ પર ક્લિક કરો, અને Language And Region પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારે Add language વિકલ્પ પસંદ કરવાનો છે.
સ્ટેપ 4: બાદમાં મેનુમાં જઈને તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો.
સ્ટેપ 5: હવે તમારી સ્ક્રીન પર ત્રણ લાઈન જોવા મળશે, તેના પર ટેપ કરીને હોલ્ડ કરો અને તેને લિસ્ટમાં સૌથી ઉપરની બાજુ લઈ જાવ.
સ્ટેપ 6: બાદમાં Continue પર ક્લિક કરો.
સ્ટેપ 7: iOS પર તમારી પસંદગીની ભાષા આખા સિસ્ટમમાં લાગુ થઈ જશે.
સ્ટેપ 8: હવે ગૂગલ મેપ્સ ઓપન કરીને તમે તેને આ ભાષામાં યુઝ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications