Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Lens આપશે Skin Disease અંગે માહિતી, આ રીતે કરો ઉપયોગ
Google Lens હવે તમારી સ્કીન અંગે પણ માહિતી આપશે. ગૂગલે તાજેતરમાં જ પોતાના લેન્સને નવા ફીચરથી સજ્જ કર્યું છે. જે અંતર્ગત ગૂગલ લેન્સ હવે સ્કીન સંબંધિત માહિતી આપવા માટે સક્ષમ છે. જો કે આ પહેલા ગૂગલ લેન્સ જુદા જુદા સ્થળો, ચીજવસ્તુઓ અને ઝાડ-પાનની ઓળખ કરવા માટે સક્ષમ હતું. પરંતુ નવા અપડેટ બાદ હવે તે તમારી સ્કીન વિશે પણ માહિતી આપશે. સૌથી ખાસ વાત એ છે કે ગૂગલ લેન્સના આ ફીચરને કારણએ યુઝર્સ પોતાના સ્માર્ટફોનથી જ પોતાની સ્કીનને લગતી સમસ્યાઓ અંગે માહિતી મેળવી શક્શે.

Google Lensના નવા ફીચરથી આ ફાયદો મળશે.
Google Lensના આ નવા ફીચરથી સૌથી મોટો એ ફાયદો થશે કે તમે સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળતા પહેલા તમારી સ્કીનની સમસ્યા અંગે બેઝિક માહિતી મેળવી શક્શો. એટલે સુધી કે ગૂગલ લેન્સ હોઠ પર થતી ફોડકીઓ અંગે પણ માહિતી આપી શક્શે. આ ઉપરાંત તમારા નખમાં થતી કોઈ તકલીફ, વાળ ખરવા જેવી સમસ્યાઓ અંગે પણ ગૂગલ લેન્સ માહિતી આપશે.
તમારી સ્કીન અંગે માહિતી મેળવવા માટે ગૂગલ લેન્સનો આ રીતે ઉપયોગ કરો
જો તમે પણ ગૂગલ લેન્સનો ઉપયોગ કરીને તમારી સ્કીન અંગે માહિતી મેળવવા ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારે ગૂગલ લેન્સ એપ દ્વારા તમારી સ્કીનનો ફોટો ક્લિક કરવાનો છે. આટલું કર્યા બાદ ગૂગલ લેન્સ પાસે જે પણ ફોટોઝનો ડેટા છે, તેમાંથી તમારી સમસ્યાને લગતા ફોટોઝ નીચે દેખાવા લાગશે. આ ફોટોઝ પર ક્લિક કરીને તમારી સ્કીન અંગેની માહિતી ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.
આ રીતે કામ કરે છે ગૂગલ લેન્સ
આ ઉપરાંત તમે તમારી ગેલેરીમાં રહેલા, પહેલાથી જ ક્લિક કરેલા ફોટો પણ અપલોડ કરીને તમારી સ્કીન અંગે માહિતી મેળવી શકો છો. ગૂગલ લેન્સમાં ફોટો અપલોડ કર્યા બાદ દર વખતે તમને સ્ક્રીનમાં નીચેની તરફ સ્કીનની કંડિશન પ્રમાણે રિઝલ્ટ દર્શાવશે. તમે અપલોડ કરેલા ફોટોઝની નીચે તેને સંલગ્ન ફોટોઝ જોવા મળશે. ગૂગલે પણ પોતાના આ લેટેસ્ટ ફીચર અંગે બ્લોગમાં સત્તાવાર રીતે માહિતી આપી છે.
ગૂગલ લેન્સ અને AI ChatBot Bardને કરાયા છે ઈન્ટિગ્રેટ
ગૂગલે પોતાની સૌથી મોટી વાર્ષિક ઈવેન્ટ I/O દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સને AI અને બાર્ડથી સજ્જ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ગૂગલ લેન્સને પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ બાર્ડ સાથે ઈન્ટીગ્રેટ કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. જે મુજબ ગૂગલ લેન્સમાં જ્યારે તમે કોઈ ફોટો અપલોડ કરો છો, ત્યારે તે તસવીરોને સમજવામાં લેન્સ એઆઈની મદદ લે છે. ગૂગલ બાર્ડ પર જ્યારે કોઈ પણ ફોટો અપલોડ થાય ત્યારે તે લેન્સની મદદથી આ ફોટોની ઓળખ કરે છે, અને ત્યાર બાદ યુઝરને યોગ્ય જવાબ આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications