Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google પર આ રીતે કરો ફોટોથી સર્ચ, ફોલો કરો આ ગાઈડ
Google પોતાના યુઝર્સને Google Lens નામની એક સુવિધા આપે છે. જેના દ્વારા યુઝર્સ ગૂગલ પર જઈને કંઈ પણ ટાઈપ કર્યા વિના, કી વર્ડ્ઝ ઈન્સર્ટ કર્યા વિના માત્ર ફોટા દ્વારા સર્ચ કરી શકે છે. તમે ગૂગલ ઈમેજ સર્ચનો ઉપયોગ કરીને તમારી આસપાસ રહેલા છોડ વિશે સર્ચ કરી શકો છો, કપડા વિશે સર્ચ કરી શકો છો, ચીજવસ્તુઓ વિશે સર્ચ કરી શકો છો, કંઈ પણ કરી શકો છો. બસ આ ગૂગલ ઈમેજ સર્ચનો ઉપયોગ યોગ્ય રીતે કેવી રીતે કરવો તે આવડવું જરૂરી છે.

યુઝર્સ આ ગૂગલ ઈમેજ સર્ચનો ઉપયોગ કમ્પ્યુટર, એન્ડ્રોઈડ, આઈફોન અને આઈપેડમાં કરી શકે છે. જો તમે ગૂગલ પર ઈમેજ સર્ચ કરવા ઈચ્છો છો, તો તમારે માત્ર નીચે આપેલા સરળ સ્ટેપ્સને ફોલો કરવાના છે.
Google આ રીતે કરો Image Search
કમ્પ્યુટર પર સર્ચ કરવા માટે આટલું કરો.
ગૂગલનું ઈમેજ સર્ચ ફીચર Google Lensના નામથી ક્રોમ, ફાયર ફોક્સ, સફારી અને એજ સહિતના બધા જ બ્રાઉઝર માટે અવેલેબલ છે. ગૂગલ પર ફોટો સર્ચ કરવા માટે તમારે સૌથી પહેલા આ કામ કરવાનું છે.
- સૌથી પહેલા તમારા વેબ બ્રાઉઝરને ઓપન કરીને તેમાં Google Images પર જાવ.
- અહીં તમને Google Lens નો આઈકન જોવા મળશે, જેનો અર્થ થાય છે ઈમેજ સર્ચ કરો.
- હવે તમને Upload a fileનો વિકલ્પ મળશે. તમારે જે ઈમેજ સર્ચ કરવી છે, તે જો તમારા કમ્યુટરમાં સ્ટોર છે, તો તમે તે માઉસથી ડ્રેગ કરીને ઈમેજના આઈકન પર ડ્રોપ કરી શકો છો.
- આ ઉપરાંત તમે ઓપન પર પણ ક્લિક કરીને ઈમેજ સર્ચ શરૂ કરી શકો છો.
ગૂગલ કોઈ પણ ઈમેજના URL દ્વારા પણ ઈમેજ સર્ચની સુવિધા આપે છે. જો તમારી પાસે કોઈ ઈમેજની લિંક છે તો તમે તેને કોપી કરીને text boxમાં પેસ્ટ કરીને બાદમાં સર્ચ પર ક્લિક કરી શકો છો. જો તમે કોઈ વેબસાઈટ પરથી ઈમેજ સર્ચ કરવા ઈચ્છો છો, તો જે તે ઈમેજ પર રાઈટ ક્લિક કરીને Search image with Google Lens કરી શકો છો.
Android, iPhone અને iPad પર ઈમેજ સર્ચ આ રીતે કરો.
- તમારા ફોનમાં, આઈપેડમાં કે આઈફોનમાં Google એપ ઓપન કરો.
- અહીં નીચે દેખાતા Discover ઓપ્શન પર ક્લિક કરો.
- સર્ચ બારમાં તમને Google Lensનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમે ફોનનો કેમેરા યુઝ કરીને કે પછી ગેલેરીમાંથી ફોટો પિક કરીને સર્ચ કરી શકો છો.
- જો તમારે કેમેરા દ્વારા ઈમેજ સર્ચ કરવી છે, તો કેમેરાનો ઓપ્શન પસંદ કરીને ફોટો પાડીને સર્ચ કરો. જો તમારે ગેલેરીમાં રહેલા ફોટોને સર્ચ કરવો છે તો Pick a Photo વિકલ્પ પસંદ કરો.
જો તમારે બ્રાઉઝિંગ દરમિયાન કોઈ વેબસાઈટ પરથી ફોટો સર્ચ કરવો છે, તો જે તે ઈમેજ પર ટચ કરીને તેને હોલ્ડ કરો અને સર્ચ ઈમેજ વીથ ગૂગલ લેન્સ પર ક્લિક કરો.
- તમારે ફોટોના જે પાર્ટને સર્ચ કરવો છે, તે પાર્ટને સિલેક્ટ કરો. અને સર્ચ પર ક્લિક કરો.
- તમે સર્ચ કરેલી ઈમેજનું રિઝલ્ટ જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications