Just In
જીમેલ ની આ ટિપ્સ અને ટ્રિક્સ જાણો
આજ ના આ સમય ની અંદર માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વ ની અંદર લોકડાઉન ની સ્થતિ ઉભી થઇ છે ત્યારે મોટા ભાગ ના લોકો દ્વારા ઘરે થી કામ કરવા માં આવી રહ્યું છે ત્યારે ગુગલ દ્વારા જીમેલ માટે ની અમુક ટિપ્સ અને ટ્રિક્સ જાહેર કરવા માં આવી છે. તેમણે પોતાના ટવીટ ની અંદર જણાવ્યું હતું કે 16 વર્ષ જીમેલ ના અથવા 16 દિવસ વર્ક ફ્રોમ હોમ ના અને તેની અંદર થી કયો સમય વધુ લમ્બો લાગી રહ્યો છે તેના વિષે અમને નથી ખબર. પરંતુ આ સમય ની અંદર તમારા કામ ને સરળતા થી કરો જીમેલ ની આ ટિપ્સ અને ટ્રિક્સ ની સાથે.

અને ગુગલ દ્વારા થોડા સમય પેહલા જ પોતાના પ્લેટફોર્મ જીમેલ પર અમુક નવા ફીચર્સ ને જોડવા માં આવ્યા છે જેથી તેઓ જે લોકો ઘરે થી કામ કરી રહ્યં છે તેમને વધુ મદદ આપી શકે અને તેઓ વધુ પ્રોડક્ટિવ રીતે કામ કરી શકે. અને તેમના ઘરે થી કામ કરવા ની અંદર ગુગલ દ્વારા લોન્ચ કરવા માં આવેલ આ ફીચર્સ તેમને ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.
જેની અંદર પ્રથમ ફીચર સ્નુઝ ઇમેઇલ નું છે. જેની અંદર તેમણે જણાવ્યું હતું કે જયારે તમે જેતે વ્યક્તિ ને અત્યારે જો જવાબ આપવા ના માંગતા હોવ તો તેવા સન્જોગો ની અંદર તમે તેને સ્નુઝ ઇમેઇલ ની અંદર નાખી શકો છો.
સાથે સાથે ગુગલ દ્વારા સ્માર્ટ કંપાસ ને પણ હાઈલાઈટ કરવા માં આવ્યું હતું. આ ફીચર એ સજેસ્ટિવ ટેક્સ્ટ રિસ્પોન્સ નું એડવાન્સ વરઝ્ન છે. અને તેની અંદર તમે જયારે ઇમેઇલ ટાઈપ કરી રહ્યા હશો ત્યારે તમને તેને પૂરું કરવા માં મદદ કરશે. અને તમને ટેક્સ્ટ ના સજેશન આપવા માં આવશે.
બીજું ફીચર કે જે ખુબ જ ઉપીયોગી થઇ શકે છે તેનું નામ વેકેશન રિસ્પોન્ડર ફીચર છે. તેના કારણે તમે લોકો ને તે જણાવી શકો છો કે તમે ક્યારે તમારા ઇનબૉક્સ પાસે થી આઘા જય રહ્યા છો. તેવું ગુગલ ઇન્ડિયા દ્વારા ટવીટ દ્વારા જણાવવા માં આવ્યું હતું.
અને તમે જો કોઈ ટિમ ની અંદર કામ કરી રહ્યા છો કે જેની અંદર બાકી ના લોકો બીજા ટાઈમ ઝોન ની અંદર કામ કરે છે તો તેવા સન્જોગો ની અંદર તમને શેડ્યુઅલ સેન્ડ ફીચર ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે. આ ફીચર ને કારણે તમે એ વાત ની ખાતરી કરી શકો છો કે જયારે તમે બીજા ટાઈમ ઝોન ની અંદર કામ કરી રહ્યા છો ત્યારે તમે સામે ના વ્યક્તિ ની નીંદર નથી બગાડી રહ્યા.
સાથે સાથે તમે ઇમેઇલ રિકોલ ટાઈમ ને પણ વધારી શકો છો. આ ફીચર તમનેએવી પરિસ્થિતિ ની અંદર ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે જયારે તમે તેનું ડરાફટિંગ કરી રહ્યા હોવ અને ભૂલ થી મોકલી દેવા માં આવે અથવા તમને તે મેલ મોકલવો કે નહીં તેના વિષે સ્યોર ના હોઈ તેમ છત્તા ભૂલ થી જયારે આ પ્રકાર ના મેલ મોકલી દેવા માં આવે છે.
ત્યારે આ ફીચર ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે. અને જો અનડૂ ના સમય ને 30 સેકન્ડ જેટલો ઓન જો વધારી દેવા માં આવે છે તો તેવા સન્જગો ની અંદર તમને તે મેલ ને ફરી મેળવવા નો ચાન્સ મળી શકે છે. આ ફીચર ને જીમેલ ની અંદર સેટિંગ્સ ની અંદર જોવા મળી શકે છે.
અને સાથે સાથે સેલ્ફ ડિસ્ટ્રકટીન્ગ મેલ મોકલવા ની સુવિધા પણ જીમેલ દ્વારા આપવા માં આવે છે. આ ફીચર ની અંદર તમને મેલ મોકલવા ની અનુમતિ આપવા માં આવે છે અને તેની અંદર તમે ટાઇમર ને સેટ કરી શકો છો. અને જયારે આ મેલ ને રીસીવર દ્વારા મેલ ને ઓપન કરવા માં આવે છે ત્યારે ચાલુ કરવા માં આવે છે. અને તે સમય પૂરો થઇ ગયા પછી જેતે વ્યક્તિ તે મેલ ને એક્સેસ નહીં કરી શકે. અને આ ફીચર ને મેલ કોમ્પોઝ કરતી વખતે નીચે લોક આઇકોન તરીકે જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470