આ રીતે ઉપયોગ કરો ગૂગલ ક્રોમ, તમારું કામ બનશે વધુ ઝડપી

Posted By: anuj prajapati

જયારે વેબ બ્રાઉઝર પસંદ કરવાની વાત આવે છે ત્યારે વેબ બ્રાઉઝર સ્પીડ અને તેનો યુઝર ફ્રેંડલી નેચર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. ગૂગલ ક્રોમ ઘણા ઈન્ટરનેટ યુઝરની પહેલી પસંદ છે. બિલિયન કરતા પણ વધારે યુઝર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે. જે ગૂગલની સફળતાની કહાની દર્શાવે છે.

આ રીતે ઉપયોગ કરો ગૂગલ ક્રોમ, તમારું કામ બનશે વધુ ઝડપી

રિસર્ચ મુજબ ગૂગલ ક્રોમ ઉપયોગ કરવામાં સરળ હોવાથી લોકોની પહેલી પસંદ બન્યું છે. એટલું જ નહીં પરંતુ આ બ્રાઉઝર વજનમાં પણ ખુબ જ ઓછું છે. વધુમાં ગૂગલ ક્રોમ ફીચર તેને ખુબ જ યુઝર ફ્રેંડલી બનાવે છે.

અહીં અમે તમને ગૂગલ ક્રોમ વિશે કેટલીક ટ્રીક અને ટિપ્સ જણાવી રહ્યા છે, જે તમને ગૂગલ ક્રોમ કસ્ટમાઇઝ કરવામાં ઉપયોગી સાબિત થશે. આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે ગૂગલ ક્રોમને વધારે ઝડપી અને સારું બનાવી શકો છો.

ગૂગલ ક્રોમ ચાલુ થાય ત્યારે પહેલા દેખાઈ તે પેજ પસંદ કરો

ગૂગલ ક્રોમ ચાલુ થાય ત્યારે પહેલા દેખાઈ તે પેજ પસંદ કરો

જયારે પણ તમે બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે કોઈ પણ કસ્ટમાઇઝ પેજ સેટ કરી શકો છો. જેના માટે તમારે ક્રોમમાં સેટિંગ ઓપશન ઓપન કરો અને સ્ટાર્ટઅપ સેક્શનની નીચે ઓપન સ્પેસિફિક પેજ અથવા સેટ ઓફ પેજ પસંદ કરો.

વધારે વિઝિટ કરનાર વેબસાઈટ માટે ડેસ્કટોપ શોર્ટકટ બનાવો

વધારે વિઝિટ કરનાર વેબસાઈટ માટે ડેસ્કટોપ શોર્ટકટ બનાવો

ગૂગલ ક્રોમમાં તમે વધારે વિઝિટ કરવામાં આવતી વેબસાઈટ ડેસ્કટોપ શોર્ટકટમાં ફેરવી શકો છો. જેના માટે તમારે વેબસાઈટ ઓપન કરવી પડશે અને બ્રાઉઝરમાં વરેન્સ આઇકોન પર ક્લિક કરો. આ ઓપશનમાં ટૂલ પસંદ કરો જેમાં એડ ટુ ડેસ્કટોપ ઓપશન પસંદ કરો.

એન્ડ્રોઇડ ફોન્સ ને ઇન્ડિયા માં બનાવવા માટે બેલ્કબેરી એ Optiemus સાથે પાર્ટનરશીપ કરી

બ્રાઉઝરમાં ટેબ પિન કરો

બ્રાઉઝરમાં ટેબ પિન કરો

ઘણી વાર તમે ખુબ જ વધારે ટેબ ઓપન કરી નાખો છે. તેવા સમયે જરૂરી ટેબ શોધવી મુશ્કિલ થઇ શકે છે. એટલા માટે તમે ટેબ પિન કરી શકો છો. જેના કારણે તમે મલ્ટિટાસ્કીંગ વધુ ઝડપી બનાવી શકો છો. જેના માટે તમારે ટેબ પર રાઈટ ક્લિક કરવી રહેશે અને તેમાં પિન ટેબ ઓપશન પસંદ કરવો રહેશે.

હાલમાં જ બંધ કરેલી ટેબ ઓપન કરવી

હાલમાં જ બંધ કરેલી ટેબ ઓપન કરવી

ઘણી વખત આપણે ભૂલથી ટેબ બંધ કરી દઈએ છે. જો તમે કોઈ ટેબ ભૂલથી બંધ કરી દો છો અને તમારે ફરીથી ટેબ ઓપન કરવી હોય તો ક્રોમમાં આપેલા વરેન્સ આઇકોન પર ક્લિક કરો અને તેમાં રિઓપન ક્લોઝ ટેબ ઓપશન પસંદ કરો.

બ્રાઉઝ ઈન પ્રાયવસી

બ્રાઉઝ ઈન પ્રાયવસી

જો તમારે કોઈ પ્રાઇવેટ બ્રાઉઝિંગ કરવું હોય તો તમે ઇંકૉંગણીતો મોડમાં જઈને બ્રાઉઝ કરી શકો છો. ગૂગલ ક્રોમ બ્રાઉઝિંગ ડેટા અને ડાઉનલોડ હિસ્ટ્રી સ્ટોર નહીં કરી શકે.

ઓટો ફીલ ઇનેબલ

ઓટો ફીલ ઇનેબલ

જ્યારે તમારે કેટલીક વિગતો ભરવી હોય જેવી કે નામ, એડ્ડ્રેસ જેવી વિગતો વારંવાર ભરવી પડે તો માથાનો દુખાવો બની જાય છે. જેના માટે તમે ઓટો ફીલ ઓપશનનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે તમારે વધારે વિગતો ભરવાથી છુટકારો મળી જશે.

વેબ પેજની પ્રિન્ટ ગમે ત્યાથી કરી શકો

વેબ પેજની પ્રિન્ટ ગમે ત્યાથી કરી શકો

તમે ગૂગલ ક્લાઉડ પ્રિન્ટ વિશે સાંભળ્યું છે? આ ઓપશન ક્રોમ સેટિંગમાં આપવામાં આવ્યો છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે પ્રિન્ટર એકાઉન્ટ સેટઅપ કરવું પડશે. જેનાથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી ડિવાઈઝ ઘ્વારા પ્રિન્ટ કરી શકો છો.

ગેસ્ટ બ્રાઉઝિંગ ઇનેબલ

ગેસ્ટ બ્રાઉઝિંગ ઇનેબલ

જો કોઈ પણ વ્યક્તિ થોડા સમય માટે તમારા લેપટોપનો ઉપયોગ કરવા માંગતો હોય તો તમે ગેસ્ટ બ્રાઉઝર ઇનેબલ કરી શકો છો. જેના માટે તમારે ગૂગલ ક્રોમ સેટિંગમાં જઈને ઇનેબલ ગેસ્ટ બ્રાઉઝિંગ ઓપશન પસંદ કરવો રહેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Google Chrome is a popular web browser and here are some customizations that can be done to the same. Read more to know how you can use it like a pro.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot