Gmailના આ હિડન ટૂલની મદદથી Unsend કરો મેઈલ, વાંચો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

ઈમેઈલ એ કમ્યુનિકેશન કરવા માટેનું ખૂબ જ ઉપયોગી ટૂલ છે. ઈમેઈલ સરળતાથી લખી શકાય છે, અને તેના દ્વારા ફટાફ માહિટી પહોંચાડી શકાય છે. સાથે જ ઈમેઈલનો રેકોર્ડ રાખવો ખૂબ જ સરળ છે, અને એક જ માહિતી એક સાથે એક કરતા વધારે લોકો સુધી પહોંચાડવી પણ સહેલી છે. જો કે સામાન્ય રીતે આપણે ઈમેઈલ મોકલતી વખતે ક્યારેક તેમાં ફાઈલ અટેચ કરવાનું બૂલી જવું તો ક્યારેક ઈમેઈલ આઈડી ખોટું નાખવાનું જેવી ભૂલો કરતા હોઈએ છીએ.

Gmailના આ હિડન ટૂલની મદદથી Unsend કરો મેઈલ, વાંચો સ્ટેપ્સ

ભૂલો સાથે મોકલાયેલો મેઈલ તમારી ખરાબ ઈમેજ બનાવે છે, અને એક વખત મોકલેલો મેઈલ અટકાવવો કે વ્હોટ્સએપ મેસેજની જેમ ડિલીટ પણ નથી કરી શકાતો. પરંતુ જીમેઈલ પાસે એક એવું ફીચર છે, જેના દ્વારા તમે કોઈ પણ મેઈલને સામેના વ્યક્તિ સુધી પહોંચતા જ અટકાવી શકો છો.

જીમેઈલનું આ છે હિડન ફીચર

એક સમયગાળામાં ઈમેઈલ મોકલવા માટે યુઝર્સ પાસે ઢગલાબંધ વિકલ્પ હતા. પરંતુ સમયાંતરે ગૂગલ જ સૌથી વધારે લોકપ્રિય સર્વિસ પ્રોવાઈડર છે. જીમેઈલનો ખૂબ જ સરળ ઈન્ટરફેસ તેની સફળતાનું રહસ્ય છે. જીમેઈલમાં તમને રોજેરોજ ઉપયોગી ટૂલ્સ ખૂબ જ સરળતાથી મળી જાય છે.

જીમેઈલનું કમ્પોઝ બટન તેનું ઉત્તમ ઉદાહરણ છે, આ ટૂલ મોટું અને સરળતાથી આંખોને મળી જાય એવી રીતે દર્શાવવામાં આવે છે. પરંતુ કમ્પોઝિંગ અને મેઈલ સેન્ડની જેમ રિકોલનો વિકલ્પ જીમેઈલમાં શોધવો અઘરો છે. જીમેઈલ એક એવું ફીચર આપે છે, જેના દ્વારા તમે એકવાર મેઈલ સેન્ડ કર્યા બાદ પણ તેને સામેના યુઝર સુધી પહોંચતા અટકાવી શકો છો.

જીમેઈલ દ્વારા આ ફીચરને ડીલે સેન્ડિંગ એન ઈમેઈલ 'Undo Send’ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ પણ સરળ છે. બસ તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે. આ ફીચરનો ઉપયોગ કરવા માતે તમારે તમારા કમ્યુટર અથવા લેપટોપમાં વેબ બ્રાઉઝરમાં જીમેઈલ ઓપન કરવું પડશે.

અહીં જમણી બાજુ ઉપરના કોર્નર પર સેટિંગ્સ વિકલ્પમાં તમને See All Settings વિકલ્પ મળશે. જેની અંદર તમને Undo Send નો ઓપ્શન મળસે, બાદમાં તમારે કેન્સલેશન પીરિયડ સિલેક્ટ કરવાનો રહેશે. ગૂગલ અહીં તમને 5, 10, 20, 30 સેકન્ડનો સમયગાળો આપે છે. પરંતુ યુઝર તરીકે સૌથી વધારે સમય સિલેક્ટ કરવો જ યોગ્ય રહેશે. આ સમય સિલેક્ટ કર્યા બાદ સેવ ચેન્જિસ વિકલ્પ પર ક્લિક કરો.

મોકલી દીધેલા ઈમેઈલને પણ અટકાવી શકાય છે?

Gmailનું આ Undo Send ઓપ્શન એ યોગ્ય નામ નથી. આ નામને કારણે યુઝર કન્ફ્યુઝ થઈ શકે છે. કારણ કે આ ફીચર દ્વારા તમે થોડાક સમય માટે ઓલરેડી મોકલી દીધેલા ઈમેઈલને પણ રિકોલ કરી શકો છો. એટલે કે જો યુઝરે કોઈ મેઈલ સેન્ડ કરી દીધો છે, તો જીમેઈલ આ મેઈલને થોડા સમય માટે હોલ્ડ કરી શકે છે.

Undo Send વિકલ્પ એક્ટિવ કર્યા બાદ તમારો મેઈલ સેન્ડ કર્યા બાદ પણ સીધો જ સામેના વ્યક્તિ પાસે નથી જતો. પરંતુ આ ઈમેઈલ તમારા ડ્રાફ્ટ ફોલ્ડરમાં થોડા સમય માટે રહે છે. કેટલીક જગ્યાએ આ ફોલ્ડરને આઉટબોક્સ પણ કહેવામાં આવે છે.

તમે સેટ કરેલા ટાઈમર પ્રમાણે Undo Send તમારા ઈમેઈલને રોકી રાખે છે. જો કે એ વાતનું ધ્યાન રાખો કે જો તમે મોકલેલા મેઈલને કેટલીક મિનિટો વીતી ગઈ છે, તો આ વિકલ્પ તે મેઈલને રિકોલ કરી શક્તું નથી. એટલે કે જેમ વ્હોટ્સ એપમાં મોકલી દીધો અને રિસીવ થઈ ગયેલો મેસેજ ડિલીટ થાય છે, તે રીતે મેઈલ ડિલીટ, રીકોલ કે અનસેન્ડ કરવો આ વિકલ્પ દ્વારા શક્ય નથી.

એટલે જ્યારે તમે Undo Sent બટનનું સેટિંગ્સ કરો છો, ત્યારે શક્ય એટલો વધુ સમય લેવો હાવહ છે. આ સેટિંગ્સ કર્યા બાદ યુઝર્સને પોતાનો મોકલેલો મેઈરિવ્યુ કરવા માટે 30 સેકન્ડનો સમય મળે છે, જે બાદ મેઈલ ખરેખર સેન્ડ થઈ જાય છે. જ્યારે તમે આ સેટિંગને એક્ટિવેટ કરીને તેનું ટાઈમર સેટ કરી દો છો, યાર બાદ જ્યારે તમે મેઈલ સેન્ડ કરો છો, ત્યારે તમારી સ્ક્રીન પર મેસેજ સેન્ટનો મેસેજ ફ્લોટ થતો દેખાશે. જ્યાં તને અન્ડૂ અને વ્યુ મસેજનો વિકલ્પ મળશે. જો તમે અન્ડૂ પર ક્લિક કરશો, તો મેઈલ તમારા ડ્રાફ્ટમાં અટકી જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Gmail 'Undo Send' Timer Can Recall, Cancel, Or Unsend An Email: Here’s How To Use The Hidden Tool

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X