Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન ખોવાઈ ગયા બાદ પણ Whatsapp ચેટ થશે રિકવર, આટલું કરો
કોઈ પણ વ્યક્તિનો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય, તો સ્થિતિ ગંભીર બની જાય છે. આપણા સ્માર્ટફોનમાં ફોટોઝ, ડોક્યુમેન્ટ, UPI અકાઉન્ટ, વ્હોટ્સ એપ ચેટ સહિત ઘણો અંગત અને અગત્યનો ડેટા હોય છે. ફોન ખોવાઈ જવા પર નવો ફોન તો ખરીદી શકાય છે, પરંતુ ફોટો, ચેટ જેવો ડેટા રિકવર કરવો ઘણું અઘરું કામ થઈ જાય છે. ખાસ કરીને વ્હોટ્સ એપ ચેટનો બેકઅપ લેવો એ સૌથી મોટી સમસ્યા હોય છે. કારણ કે વ્હોટ્સ એપ ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. જો કે, તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો વ્હોટ્સ એપ ચેટ રિકવર કરવાની ઘણી રીતો છે.

તમારો ફોન ભલે એન્ડ્રોઈડ હોય કે આઈફોન, જો ફોન ચોરી થઈ જાય કે ખોવાઈ જાય, તો તમે સરળતાથી ચેટ બેકઅપ લઈ શકો છો. આ ચેટ બેકઅપ બીજા હેન્ડસેટ પર કેવી રીતે લેવો, શું સ્ટેપ્સ ફોલો કરવા તે બધી જ માહિતી અમે સ્ટેપ ટુ સ્ટેપ આ આર્ટિકલમાં જણાવી રહ્યા છીએ.
જે સિમ ખોવાયું છે, એ જ નંબરનું નવું સિમ મેળવો
સૌથી પહેલા તો જેવો તમારો સ્માર્ટફોન ચોરી થઈ જાય કે તરત જ તમારા મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર પાસે જઈને તમારું સિમકાર્ડ બ્લોક કરાવી દો. સિમકાર્ડ બ્લોક થઈ જવાથી આ ફોન જેની પણ પાસે હશે, તે વ્યક્તિ તમારા સિમકાર્ડનો કોઈ પણ રીતે ઉપયોગ નહીં કરી શકે.
વ્હોટ્સ એપ ચેટનું બેકઅપ લેવા માટે પણ સિમકાર્ડ બ્લોક કરવું જરૂરી છે. કારણ કે વ્હોટ્સએપ પર નવા ફોનમાંથી તમારા અકાઉન્ટને વેરિફાઈ કરવા માટે SMS વેરિફિકેશન જરૂરી છે. સિમ કાર્ડ બ્લોક થઈ ગયા બાદ હવેત મારા નેટવર્ક પ્રોવાઈડર પાસેથી એ જ નંબરનું બીજું એટલે કે નવું સિમકાર્ડ મેળવો. આ રીતે તમારો જૂનો નંબર પણ ચાલુ રહેશે, અને તમે બધી જ સર્વિસ પણ યુઝ કરી શક્શો.
નવું સિમ તમારા નવા હેન્ડસેટમાં ઈન્સર્ટ કરો. કન્ફર્મ કરો કે જો તમારો આઈફોન એજ એપલ આઈડીથી સેટઅપ થાય છે, જે આઈડીનો ઉપયોગ તમે ચોરી થયેલા સ્માર્ટફોનમાં કર્યો છે. જો તમારી પાસે એડ્રોઈડ ફોન છે, તો એ વાત પર ધ્યાન આપો કે તમે ગૂગલ ડ્રાઈવ ચાલુ કરવા માટે તમારા ગૂગલ આઈડીથી જ લોગ ઈન કર્યું છે.
જો તમે તમારા વ્હોટ્સ એપ ચેટને આઈ ક્લાઉડ કે ગૂગલ ડ્રાઈવમાં બેકઅપ કરતા હતા, તો સરળતાથી તમારા વ્હોટ્સ એપ ચેટને પાછું મેળવી શકાશે.
iCloud પરથી આ રીતે પાછું મેળવો વ્હોટ્સ એપ ચેટ
1. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ ઈન્સ્ટોલ કરો.
2. હવે એપ ખોલીને તેને સેટ કરો.
3. તમારે તમારો વ્હોટ્સ એપ નંબર વેરિફાઈ કરવો પડશે, જે બાદ વ્હોટ્સ એપ તમારા કોન્ટેક્ટસ, ફોટો અને અન્ય ડેટાનું એક્સેસ આપશે.
4. હવે વ્હોટ્સ એપ તમારા આઈક્લાઉડને ચેટ બેકઅપ માટે સ્કેન કરશે. જો તમે આઈક્લાઉડમાં બેકઅપ રાખ્યું છે તો તમારી ચેટ હિસ્ટ્રીને રિસ્ટોર કરવાનું ઓપ્શન આપશએ.
5. તમે ઓનસ્ક્રીન દેખાતી સૂચનાઓનું પાલન કરીને આઈક્લાઉડ બેકઅપ પસંદ કરી શકો છો,
6. હવે વ્હોટ્સ એપ તમારા ચેટને આઈક્લાઉડ બેકઅપ તરીકે રિસ્ટોર કરશે.
7. બેકઅપ ફાઈલની સાઈઝ પ્રમાણે આ બેકઅપને લોડ થતા સમય લાગી શકે છે.
8. એકવાર બેકઅપ થઈ જાય, ત્યાર બાદ તમે વ્હોટ્સ એપના બધા જ ચેટ અને મીડિયાને તમે તમારા નવા ફોનાં જોઈ શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications