ગેલેક્સી જે-5 માં વિસ્ફોટ : તમારા સેમસંગ ફોનની બેટરી સુરક્ષિત છે કે નહીં તે ચકાસવાની 5 પદ્ધતિઓ

By: Hitesh Vasavada

બેટરી દરેક સ્માર્ટફોનને ચલાવવા માટેનો જાદુઈ અર્ક પૂરો પાડે છે. કમનસીબે ખામીયુક્ત બેટરીના કારણે આપણે ફોન ફાટવાની ઘટનાઓ સાંભળતા આવ્યા છીએ.

તમારા સેમસંગ ફોનની બેટરી સુરક્ષિત છે કે નહીં તે ચકાસવાની 5 પદ્ધતિઓ

તાજેતરમાં લોકોમાં એક ડર પેદા થયો હોય એવું લાગી રહ્યું છે, મોબાઇલની બેટરી ફાટવાનો, અને આપણે એ મુદ્દો અત્યારે નજરઅંદાજ ન કરી શકીએ. શક્ય છે કે આપણાં પ્રિય ગેજેટ્સ ક્યારેક કોઈ ખરાબીના કારણે ખતરો બની ગયાં હોય. ક્યારેક 'વિસ્ફોટ સ્વરૂપે’.

વધુમાં તો સેમસંગને તેના ગ્રાહકોના હાથમાં ફોન ફાટવાની ડરામણી વાતોથી ખાસી અસર થઈ છે. કંપની માટે આ ખરાબ તબક્કો રહ્યો છે.

આ ઉપરાંત, ગેલેક્સી નોટ 7 ને વૈશ્વિક સ્તરે પાછો ખેંચવાની બાબત જ્યારે ચર્ચામાં છે, ત્યારે આપણને સેમસંગનાં અન્ય ઉત્પાદનો સળગી ઉઠવાની વાતો સાંભળવા મળે છે. તાજેતરમાં જ આવું સેમસંગ ગેલેક્સી જે-5 સાથે બનેલ છે.

જો કે, જેટલી આપણને ગમતાં ઉત્પાદનોની સુરક્ષાના મુદ્દાઓ બાબતે નફરત પેદા થાય છે, તેનાથી ઘણી વધારે તકલીફ આપણને તેનાથી ઘવાયેલા લોકોને જોઈને થાય છે. અને તેથી જ, તમારા સેમસંગની બેટરી સુરક્ષીત છે કે નહીં તે ચકાસવાની આ છે 5 રીતો.

બેટરી ગરમ થઈ જવી

બેટરી ગરમ થઈ જવી

બેટરી નિષ્ફળ જવાનું આ સૌથી સામાન્ય કારણ હોઈ શકે છે. જયારે તમે સામાન્ય રીતે કે ચાર્જિંગમાં હોય ત્યારે ફોન વાપરતા હો ત્યારે જો બેટરી અડી ન શકાય તેટલી ગરમ થઈ જતી હોય તો તમારે કોઈ ગંભીર નુકસાન થાય તે પહેલાં તમારી બદલી નાખવી જોઈએ

સ્પીન ટેસ્ટ

સ્પીન ટેસ્ટ

સ્પીન ટેસ્ટ તમારી બેટરી સુરક્ષિત છે કે નહીં તે જાણવાની એક સરળ અને અસરકારક પદ્ધતિ છે. બેટરી લઈને તેને સપાટ જગ્યા પર આડી મૂકો. હવે બેટરીને એક બાજુ પરથી હળવો ધક્કો મારીને ગોળ-ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. જો બેટરી ગોળ-ગોળ ફરે, તો તેનો અર્થ કે બેટરી ફૂલી ગઈ છે. તમારે એ બેટરી બદલી નાખવી જોઈએ.

અસલ અને અધિકૃત બેટરીનો ઉપયોગ

અસલ અને અધિકૃત બેટરીનો ઉપયોગ

સેમસંગની અસલ અને અધિકૃત બેટરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. અનુચિત બેટરી, કેબલ કે ચાર્જરનો ઉપયોગ જોખમી હોઈ શકે છે અને તમારા સાધનને નુકસાન પહોંચાડી શકે છે. અનધિકૃત બેટરીના ઉપયોગથી બેટરી ફૂલી જઈ શકે છે અથવા સળગી શકે છે (આગ લાગી શકે).

ક્ષતિગ્રસ્ત અથવા ફૂલી ગયેલ બેટરી

ક્ષતિગ્રસ્ત અથવા ફૂલી ગયેલ બેટરી

કેટલીક વખત જ્યારે બેટરી બગડી જ્યા ત્યારે તેના આંતરિક સેલ ફાટી જાય છે અને બેટરી ફૂલી જાય છે. તમે જ્યારે બેટરીને ઊંચી કરીને જોવો ત્યારે તે ઉપસી ગયેલી દેખાય છે. તમારે તાત્કાલિક બેટરી બદલી નાખવી જોઈએ. બેટરી ફોનમાં ભરાવતાં પહેલાં તમારે હંમેશાં એ પણ જોવું જોઈએ કે બેટરી ક્ષતિગ્રસ્ત નથી.

તમારી બેટરી કેટલી ઝડપથી ઊતરી જાય છે તે ધ્યાન રાખો

તમારી બેટરી કેટલી ઝડપથી ઊતરી જાય છે તે ધ્યાન રાખો

જો તમે એવો ફોન વાપરતા હો કે જેની બેટરીની સરળતાથી તપાસ ન થઈ શકે, તો તમે તમારી બેટરીની યોગ્યતા તે કેટલી ઝડપથી ઊતરી જાય છે તેના દ્વારા કરી શકો છો. તે એકસાથે બે કે તેથી વધારે પોઇંટ ઊતરવી જોઈએ નહીં. મોટાભાગના ફોનમાં બેટરીના લેવલના ટકા દર્શાવવામાં આવે છે. અને જો તમારી બેટરી ફોનના ભાગ્યે જ વપરાશ છતાં પણ જો થોડા જ કલાકોમાં સંપૂર્ણમાંથી શૂન્ય લેવલ પર આવી જાય તો એનો અર્થ કે તમારી બેટરી ખરાબ થઈ ગઈ છે.


English summary
Wondering if your Samsung phone battery is safe or not! Here are 5 ways that will determine if they are okay to use.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot