Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો AC ઠંડક થઈ ગઈ છે ઓછી, તો આ ટિપ્સ કરાવશે શિમલાનો અહેસાસ
ઘરની બહાર તો સૂરજદેવ કોપાયમાન છે જ, અને આકરો તાપ વરસાવી રહ્યા છે. પરંતુ ઘરની અંદર પણ જબરજસ્ત ગરમી હાલબેહાલ કરી રહી છે. આવી સ્થિતિમાં ઘરની અંદર એસીની હવા સ્વર્ગનો અહેસાસ કરાવે છે. પરંતુ ઘણી વખત લાંબો સમય સુધી એસીની સફાઈ ન કરવાને કારણે કે પછી સર્વિસિંગ ન કરાવવાને કારણએ તમારું એસી હિટરમાં ફેરવાઈ જાય છે. જો ભર ઉનાળે એસી ચાલતું ન હોય તો ઘર કાળાપાણીની સજા સમાન બની જાય છે. ઘણી વાર એસીની હવાને ફરી ઠંડી કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ પરિસ્થિતિને તમે જાતે પણ ઉકેલી શકો છો. જો તમે આ આર્ટિકલમાં આપેલી ટિપ્સને ફોલો કરશો, તો ઘરે બેઠા જ તમને શિમલા અને મનાલી જેવી ઠંડક મળશે. જો તમારું એસી પણ ગરમ હવા ફેંકી રહ્યું છે, તો નીચે આપેલી ટિપ્સ અજમાવો.

ACનો મોડ ચેન્જ કરીને કૂલ કરો.
એર કંડિશનર સતત મોડિફાઈ થઈ રહ્યા છે. હવે લેટેસ્ટ એસીમાં જુદા જુદા કૂલિંગ મોડ આવે છે. જેમ કે એસીમાં કૂલ, હાઈ, હોટ, ફેન એવા જુદા જુદા મોડ હોય છે. જો તમારે પણ સારા કૂલિંગ સાથે નિંદર માણવી છે, તો એસીને કૂલ મોડ પર સેટ કરી દો.
બ્લોક કૂલિંગ ફિલ્ટર હોઈ શકે છે મુશ્કેલીનું કારણ
ઘણી વાર જ્યારે ઘરનું એસી બરાબર કામ ન કરતું હોય, ત્યારે સૌથી પહેલા લોકો તેની સર્વિસ કરાવે છે. જેમાં હજારો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. પરંતુ કોઈ એ ધ્યાન નથી આપતું કે એસીનું ફિલ્ટર સાફ છે કે નહીં. સારા એર ફ્લો માટે અને કૂલિંગ માટે અઠવાડિયામાં બે વાર એસીના ફિલ્ટરને સાફ કરતા રહેવું જોઈએ. સાથે જ એસીને પણ સમયાંતરે સાફ કરવું જરૂરી છે.
રૂમને ચારે તરફથી બંધ રાખો
ઘણીવાર આપણે રૂમ ખુલ્લો રાખીને એસી ચલાવીએ છીએ, જેને કારણે ઠંડી હવા બહાર જતી રહે છે. ઠંડી હવાને રોકવા માટે રૂમ એકદમ બંધ હોવો જરૂરી છે. તમારા રૂમનો દરવાજો અને બારી બરાબર બંધ કર્યા પછી જ એસી ચાલુ કરો. જ્યારે એસી ચાલુ હોય ત્યારે વારંવાર દરવાજો ખોલ બંધ ન કરો. આમ કરવાથી રૂમમાં ઠંડક જળવાઈ રહેશે.
સીધો તડકો પણ ઠંડકને કરશે ઓછી.
જો તમારો એસીવાળો રૂમ એવી જગ્યાએ છે, જ્યાં સીધો તડકો આવે છે, આનાથી પણ ઠંડક પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં જ્યાંથી તડકો આવતો હોય તે દરવાજો બંધ કરીને, દરવાજો જો કાચનો હોય તો પડદા નાખીને તડકાને અંદર આવતો રોકો. જેથી રૂમનું ટેમ્પરેચર ગરમ ન થઈ જાય.
રૂમમાં વધારે ભીડ પણ ઘટાડી શકે છે ઠંડક
ઘરમાં એસી લગાવતા પહેલા રૂમની સાઈઝ અને રૂમમાં કેટલા લોકો રહેવાને છે તે જાણવું જરૂરી છે. એસીનું કલિંગ રૂમની સાઈઝ અને તેમાં રહેલા લોકોની સંખ્યા પર પણ આધારિત છે. જો રૂમ વધારે મોટો હોય, એસી નાનું હોય અને રૂમમાં વધારે લોકો હોય તો પણ એસીની ઠંડક ઘટી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications