Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkartએ લોન્ચ કરી પોતાની UPI એપ, આ રીતે કરો ઉપયોગ
જાણતી ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પોતાના બિઝનેસને હજુ વિક્સાવી રહી છે. અત્યાર સુધી ઓનલાઈન માત્ર વસ્તુઓ વેચતી આ ઈ કોમર્સ વેબસાઈટે પોતાના UPI પેમેન્ટ ઓપ્શની શરૂઆત કરી છે. ફ્લિપકાર્ટે એક્સિસ બેન્કની સાથે મળીને આ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. જેના કારણે હવે ફ્લિપકાર્ટ પણ એમેઝોન પે, ફોન પે, ગૂગલ પેની શ્રેણીમાં આવી ચૂકી છે.
આખા ભારતમાં ફ્લિપકાર્ટનો ઉપયોગ કરનાર બધા જ યુઝર્સ હવે ફ્લિપકાર્ટ પરથી ક્યૂઆર કોડ સ્કેન કરીને લાઈટ બિલ ભરી શક્શે, મોબાઈલ રિચાર્જ કરાવી શક્શે, એકબીજા સાથે પૈસા પણ ટ્રાન્સફર કરી શક્શે. એટલે કે બીજી પેમેન્ટ એપ્સમાં જે પણ કામ થઈ શકે છે, તે બધા જ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હવે ફ્લિપકાર્ટ પરથી પણ થઈ શક્શે.

હાલ પેટીએમ પર આફતના વાદળો ઘેરાયેલા છે, ત્યારે માર્કેટમાં સર્જાયેલી સ્થિતિનો લાભ લેવા માટે ફ્લિપકાર્ટ દ્વારા યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં ફ્લિપકાર્ડ અને ફોન પે એકબીજાથી અલગ થયા હતા. ફોન પે પણ યુપીઆઈ માર્કેટનું મહત્વનું પ્લેયર છે.
કેવી રીતે એક્ટિવેટ કરશો Flipkart UPI?
ફ્લિપકાર્ટ યુપીઆઈ એપ હાલમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે ફ્લિપકાર્ટ યુપીઆઈનો ઉપયોગ ફ્લિપકાર્ટ એપના લેટેસ્ટ વર્ઝનને ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી અપડેટ કરીને કરી શકો છો.
એકવાર તમારી એપ અપડેટ થઈ જાય, બાદમાં યુઝર્સ એપની અંદર Scan & Payના ઓપ્શનમાં જઈને પોતાનું યુપીઆઈ અકાઉન્ટ લિંક અથવા સિલેક્ટ કરીને, બેન્ક સિલેક્ટ કરીને આગળ વધી શકે છે. અહીં ફ્લિપકાર્ટ એક મેસેજ દ્વારા તમારી બેન્ક ડિટેઈલ્સ વેરિફાય કરે છે.
એકવાર તમારું ફ્લિપકાર્ટ યુપીઆઈ એક્ટિવેટ થઈ જાય એટલે ફ્લિપકાર્ટ યુઝર્સ મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ જેવી ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝ કરી શકે છે. અહીં યુઝર્સે કોઈ પણ કન્વિનિયન્સ ફી આપવાની નથી. ઉપરથી થોડાક સમય માટે ફ્લિપકાર્ટ યુઝર્સને 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
ફ્લિપકાર્ટની યુપીઆઈ સર્વિસમાં ક્રેડિટ કાર્ડ, રુપે ક્રેડિટ કાર્ડ પણ લિંક કરી શકાશે. પહેલેથી જ આ સિસ્ટમમાં તેના માટે સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાને કારણે મોટી સંખ્યામાં યુઝર્સ ફ્લિપકાર્ટની યુપીઆઈ સર્વિસ તરફ આકર્ષાઈ શકે છે.
આ પહેલા 2016માં ફઅલિપકાર્ટે ફોનપે ખરીદી હતી, ત્યારથી ફ્લિપકાર્ટ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે કાર્યરત્ છે. જો કે તે ગાળામાં ભારતમાં યુપીઆઈ સર્વિસ આટલી ચલણમાં નહોતી. ફ્લિપકાર્ટના નેતૃત્ત્વમાં ફોનપે ખૂબ વિકસ્યુ અને માર્કેટમાં તેનો 50 ટકા જેટલો હિસ્સો હતો. પરંતુ 2022ના ડિસેમ્બરમાં ફ્લિપકાર્ટ અને ફોન પે જુદા થઈ ગયા.
હવે ફરી ફ્લિપકાર્ટે પોતાની યુપીઆઈ સર્વિસ શરૂ કરી છે, ત્યારે ભારતમાં ફરી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ગતિ આવી શકે છે. ખાસ કરીને જ્યારે પેટીએમ જેવી સર્વિસ સંકટમાં છે, ત્યારે ફ્લિપકાર્ટને નવા ગ્રાહકો મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications