Just In
તમારા ખોવાઈ ગયેલા આઈફોન ને કઈ રીતે રીમોટ્લી શોધી અને ડેટા ઈરેઝ કરવો
શું તમારો આઈફોન ખોવાય ગયો છે? અને તમે નથી જાણતા કે તમે તેને કઈ રીતે રીમોટીલી શોધી અને તેની અંદર રહેલા ડેટા ને ઈરેઝ કરી શકો છો? તો તેવા સંજોગો ની અંદર એપલ નું ફાઈન્ડ માય આઈફોન ફીચર તમને મદદરૂપ થઇ શકે છે. જે તમને તમારા ખોવાય ગયેલા આઈફોન ને શોધવા માં મદદ કરે છે તે તમને તેની લોકશન પણ બતાવે છે તેને લોક પણ કરે છે અને તેની અંદર રિંગ પણ વગાડે છે જેથી તમને તેને સરળતા થી શોધી શકો અથવા તેની આસ પાસ ના લોકો તેને શોધી શકે અને તમને તેની અંદર રહેલા ડેટા ને ઈરેઝ કરવા ની પણ અનુમતિ આપવા માં આવે છે.

ઉપર જણાવેલ બધા જ ફન્કશન નો ઉપીયોગ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા આઈફોન પર ફાઈન્ડ માય ને આઈફોન પર એક્ટિવેટ કરવું પડશે.
ફાઈન્ડ માય ફોન ને કઈ રીતે એક્ટિવેટ કરવું?
- સેટિંગ્સ ઓપન કરો.
- ત્યાર પછી એપલ આઈડી મેનુ પર ક્લિક કરો. તે તમને સેટિંગ્સ સ્ક્રીન પર સૌથી પ્રથમ સર્ચ બાર ની નીચે જોવા મળશે.
- ત્યાર પછી ફાઈન્ડ માય વિકલ્પ ને શોધો. તે આઈ ક્લાઉડ અને મીડિયા પરચેઝ પછી ત્રીજા વિકલ્પ પર ઉપલબ્ધ હશે.
- ત્યાર પછી ફાઈન્ડ માય ફોન ના વિકલ્પ ને પસન્દ કરો. ત્યાર પછી ફાઈન્ડ માય આઈફોન ના વિકલ્પ પર ટોગલ કરો. ફાઈન્ડ માય નેટવર્ક ને પસન્દ કરો જેથી તે તમારા આઈફોન ને ઓફલાઈન હોવા છત્તા પણ શોધી શકે. અને ત્યાર પછી લાસ્ટ લોકેશન મોકલો.
અને આ બધી જ પ્રક્રિયા કર્યા પછી જો તમારો આઈફોન ખોવાય જાય છે તો તમે તેને શોધી શકો છો. અને તમારા ખોવાય ગયેલા આઈફોન ને શોધવા માટે અથવા તેની અંદર રહેલા ડેટા ને ડીલીટ કરવા માટે તમારે icloud.com/find પર જવા નું રહેશે.
ખોવાયેલા આઈફોન ને નકશા પર કઈ રીતે શોધવો?
- જયારે તમે ઉપર જણાવેલ લિંક ની મદદ થી કોઈ પણ બ્રાઉઝર માંથી તમારા એપલ ના આઈડી અને પાસવર્ડ ની સાથે લોગ ઈન થશો ત્યાર પછી તે તુરંત જ તમારા આફોન ને શોધવા લાગશે.
- અને અમુક સેકન્ડ ની અંદર સ્ક્રીન પર તમારા આઈફોન ની લોકેશન બતાવવા માં આવબી રહી હશે.
- અને જો તે આઈફોન કોઈ અનનોન વિસ્તાર ની અંદર બતાવી રહ્યા હશે તો યુઝર્સ ને જણાવવા માં આવશે કે તેઓ એ આ આઈફોન ને પોતાની મેળે લેવો જોઈએ નહિ પરંતુ લો એન્ફોર્સમેન્ટ ની મદદ લેવી જોઈએ. અને તે લોકો દ્વારા તમારા ડીવાઈસ ના આઇએમઈઆઈ નંબર અને સીરીઅલ નંબર માંગી શકે છે.
તમારા ખોવાય ગયેલા આઈફોન પર સાઉન્ડ કઈ રીતે પ્લે કરવો?
- જયારે એક વખત તમારા આઈફોન ની લોકેશન ખબર પડી જશે ત્યાર પછી તમને ટોચ ના મેનુ ની અંદર ઓલ ડીવાઈસ નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- અને તેની અંદર ડ્રોપ ડાઉન મેનુ ની અંદર થી તમારા લોસ્ટ આઈફોન ના મોડેલ ને પસન્દ કરો. અને ત્યાર પછી તમારું એસાઇન થયેલું નામ અહીં બતાવવું જોઈએ.
- ત્યાર પછી સ્ક્રીન ની ટોચ પર જમણી બાજુ પર એક ફ્લોટિંગ બોક્સ આવ્યું હશે, અને તેની અંદર તમારા આઈફોન નો ફોટો, તમારું નામ, અને તેની અંદર કેટલી બેટરી બાકી છે જેવી વિગતો આપવા માં આવી હશે.
- ત્યાર પછી પ્લે સાઉન્ડ બટન પર ક્લિક કરો. અને તેના દ્વારા તમારો આઈફોન વાઈબ્રેટ થશે અને એક બીપીન્ગ નો અવાજ કરશે કે જે ધીમે ધીમે મોટો થતો જશે. અને જો તમારો ફોન સાઇલેન્ટ મોડ ની અંદર હશે તો પણ આ આવજ કરશે. આ ફીચર ત્યારે ખુબ જ કામ માં આવી શકે છે જયારે તમે તમારા આઈફોન ને કોઈ બીજા રમ ની અંદર અથવા કોઈ નજીક ના લોકેશન પર મુકાય ગયો છે અને હવે તમને તે મળી રહ્યો ન હોઈ ત્યારે આ ફીચર ખુબ જ ઉપીયોગી થઇ શકે છે. અને તમે તે અવાજ પર થી તમારા આઈફોન ને શોધી શકો છો અને તે અવાજ ને બંધ કરવા માટે તમારે તમારા આઈફોન ને અનલોક કરવો પડશે.
તમારા આઈફોન ને લોસ્ટ તરીકે કઈ રીતે માર્ક કરવો?
- ફ્લોટિંગ વિન્ડો ની અંદર થી લોસ્ટ મોડ ના બટન પર ક્લિક કરો.
- અને તે જગ્યા પર તમારી પાસે થી એક ઓપ્શનલ ફોન નંબર માંગવા માં આવશે કે જેની મદદ થી તમારા સુધી પહોચી શકાય. અને આ ફોન નંબર ને તમારા આઈફોન પર પણ બતાવવા માં આવશે. અને તમને એક કસ્ટમ મેસેજ પણ તૈયાર કરવા માટે જણાવવા માં આવશે જેથી તમે તેને તમારા આઈફોન પર મોકલી શકો. અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી કે આ બધા જ પગલાં ઓપ્શનલ છે. અને લોસ્ટ મોડ ને ચાલુ કરવા ની સાથે જ તે તમારા આઈફોન ને ઓટોમેટિકલી લોક કરી દેશે જેથી તમારા બધા જ ડેટા ને સુરક્ષિત રાખી શકાય.
- અને ત્યાર પછી ડન પર ક્લિક કરો.
તમારા ખોવયેગયેલા આઈફોન પર ડેટા ને ઈરેઝ કઈ રીતે કરવો?
- ફ્લોટિંગ વિન્ડો ની અંદર આપેલા ઈરેઝ આઈફોન ના બટન પર ક્લિક કરો.
- અને ત્યાર પછી એક પૉપ અપ મેસેજ દ્વારા તમારું કન્ફોર્મેશન લેવા માં આવશે. અને અહીં એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું કે આ પરવાનગી આપવા થી તમારા બધા જ ડેટા અને સેટિંગ્સ ને તમારા આઈફોન પર થી ડીલીટ કરી નાખવા માં આવશે. અને ત્યાર પછી ઈરેઝ થયેલ આઈફોન ને લોકેટ અથવા ટ્રેક કરી શકાય નહિ.
- ઈરેઝ પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470