Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
FASTag ફાટી જાય, ખરાબ થઈ જાય તો આ રીતે કરો રિપ્લેસ
FASTag દરેક કાર ચાલક માટે અત્યંત ઉપયોગી છે, અને FASTag દરેક કાર માટે જુદો જુદો હોય છે. કારણ કે એક વ્હિકલ માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાય છે. જો તમે કોઈ સંજોગોમાં કારનો વિન્ડશિલ્ડ પણ બદલાવો છો, તો પણ તમે FASTagનો રિયુઝ કરી શકો છો. પરંતુ જો તમારો FASTag ખરાબ થઈ જાય, ફાટી જાય તો શું કરશો? આવી સ્થિતિમાં તમે ડુપ્લીકેટ ફાસ્ટેગ સ્ટીકર મેળવી શકો છો.
કેટલીક બેન્ક્સ યુઝર્સને ડુપ્લીકેટ FASTag માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પુરી પાડે છે. જ્યારે કેટલીક બેન્કમાં તમારે બ્રાન્ચમાં જઈને ડુપ્લીકેટ FASTag માટે અરજી કરવી પડે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એ જણાવીશું કે જો તમારો FASTag ફાટી જાય કે ખરાબ થઈ જાય તો તમે ડુપ્લીકેટ FASTag કેવી રીતે મેળવશો.

FASTag રિપ્લેસમેન્ટ: ડુપ્લીકેટ ફાસ્ટેગ મેળવવા માટે આટલું કરો
સ્ટેપ 1: તમારી પાસે જે બેન્કનો ફાસ્ટેગ છે, સૌથી પહેલા આ બેન્કની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા અકાઉન્ટમાં લોગઈન કરો.
સ્ટેપ 3: હવે મેનેજ ફાસ્ટેગ સેક્શનમાં જાવ.
સ્ટેપ 4: અહીં તમને Replace FASTagનું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમારા અકાઉન્ટની ડિટેઈલ્સ અને વ્હિકલ ડિટેઈલ્સ વેરિફાય કરો.
સ્ટેપ 6: હવે અહીંથી તમારે ડુપ્લીકેટ ફાસ્ટેગ કેમ જોઈએ છે, તેનું કારણ સિલેક્ટ કરવાનું છે.
સ્ટેપ 7: હવે ફાસ્ટેગ રિપ્લેસ કરવા માટે જે જરૂરી છે, તેટલી ફીઝ તમારે આપવી પડશે, અને તમને બીજું ફાસ્ટેગ સ્ટિકર મળી જશે.
આ નવું એટલે કે ડુપ્લીકેટ ફાસ્ટેગ તમારા રજિસ્ટર્ડ નંબર થોડાક જ દિવસમાં મળી જશે.
જો તમે Bajaj Payનો ફાસ્ટેગ ધરાવો છો, તો આ સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ 1: સૌથી પહેલા Bajaj Finserv appનો ઉપયોગ કરીને Bajaj Pay Walletમાં લોગઈન કરો.
સ્ટેપ 2: હવે એપના વોલેટ સેક્શનમાં જાવ.
સ્ટેપ 3: અહીંથી FASTag ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 4: અહીં મેનેજ ફાસ્ટેગ સેક્શનની અંતર્ગત વ્હિકલ નંબર પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે Replace FASTag ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે અહીં તમારી અકાઉન્ટ અને વ્હિકલ ડિટેઈલ્સ વેરિફાય કરો.
સ્ટેપ 7: ફાસ્ટેગ બદલવા માટે જે ફીઝ જરૂરી છે, તેની ચૂકવણી કરો.
સ્ટેપ 8: હવે તમારે ડુપ્લીકેટ ફાસ્ટેગ ક્યાં મેળવવો છે, તેનું એડ્રેસ લખો અને ફાસ્ટેગ તમને મળી જશે.
HDFC બેન્કનો FASTag છે, તો આ સ્ટેપ્સ અનુસરો
સ્ટેપ 1: સૌથી પહેલા HDFC બેન્કની વેબસાઈટ પર જાવ અથવા તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે અહીં તમારો રજિસ્ટર મોબાઈલ નંબર અને વ્હિકલ નંબર એડ કરો.
સ્ટેપ 3: બાદમાં ટેગ રિપ્લેસમેન્ટ ઓપ્શન પસંદ કરો અને 100 રૂપિયાની ફી ચૂકવો.
સ્ટેપ 4: હવે સબમિટ રિક્વેસ્ટ બટન પર ક્લિક કરો અને પેમેન્ટ કરો.
બસ આટલું કરતા જ ડુપ્લીકેટ ફાસ્ટેગ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર આવી જશે.
જો તમારી પાસે ICICI Bank, SBI, Airtel Payments Bank, Axis Bank, PNB, Kotak Mahindra Bank, Bank of Baroda અથવા IndusInd Bank સહિતની બેન્કના ફાસ્ટેગ છે, તો તમારે બેન્કમાં જઈને નવા ફાસ્ટેગ માટે અરજી કરવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
