Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook પર અનેબલ કરો ડાર્ક મોડ, આ સ્ટેપ્સ કરો ફોલો આંખોને મળશે રાહત
આજકાલ આપણા બધાનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આખો દિવસ પહેલા લેપટોપ અને રાત્રે મોબાઈલની સ્ક્રીન તરફ તાકી રહેતા હોઈએ છીએ. જેને કારણે સ્ક્રીનમાંથી નીકળતી લાઈટના બધા જ કિરણો સીધા જ આંખમાં જાય છે. પરિણામે આંખોને અસર પડે છે, આંખો દુઃખે છે. જો કે, આ જ સમસ્યાઓથી ડાર્ક મોડ રાહત આપે છે. એટલે જ આજકાલ ડાર્ક મોડની લોકપ્રિયતા વધી રહી છે. આંખને રાહત આપવાની સાથે સાથે ડાર્ક મોડને કારણે બેટરી લાઈફ પણ વધે છે. ઘણા બધા મોબાઈલ ફોનમાં, એપ્સમાં ડાર્ક મોડ આવે છે. તો કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક પણ ડાર્ક મોડની ફેસિલિટી આપે છે. ફેસબૂક એપ પર ડાર્ક મોડ યુઝ કરવાથી યુઝર એક્સપીરિયન્સ પણ ચેન્જ થાય છે. ફેસબુક એપમાં ાર્ક મોડ અેબલ કરવા માટે તમારે માત્ર એક સિમ્પલ પ્રોસેસ ફોલો કરવાની છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારી ફેસબૂક એપ અપડેટ કરો
તમારા ફેસબુકમાં ડાર્ક મોડ ઓન કરવા માટે તમારા ફોનમાં ફેસબૂકની લેટેસ્ટ એપ અપડેટ હોવી જરૂરી છે. લેટેસ્ટ એપ અપડેટ કરવાથી હવે ફેસબૂકમાં આવેલા ડાર્ક મોડ સહિત બધા જ નવા ફીચર તમે યુઝ કરી શક્શો.
સ્ટેપ 2: એપ સેટિંગ્સમાં જાવ
એકવાર તમે ફેસબૂક એપ અપડેટ કરી દો છો, ત્યાર બાદ ફોનમાં નવી એપ ઓપન કરો. હવે જમણી બાજુ નીચેની તરફના ખૂણામાં દેખાતી ત્રણ લાઈન્સવાળા મેન્યુ પર ક્લિક કરો. પછી સ્ક્રોલ ડાઉન કરીને Settings & Privacy ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે ડાર્ક મોડ અનેબલ કરો
હવે સેટિંગ્સ અને પ્રાઈવસી મેન્યુમાં જાવ, અહીં તમને ડાર્ક મોડ ઓપ્શન મળશે. તમે ડાર્ક મોડ ઓપ્શન પર ટેપ કરીને તેના સેટિંગ્સ ઓન કરી શક્શો. હવે તમને સ્ક્રીન પર On, Off, System Default એમ ડાર્ક મોડ માટે જુદા જુદા ઓપ્શન જોવા મળશે. હવે આમાંથી તમે યોગ્ય લાગે તે પ્રકારનું સેટિંગ ઓન કરી શકો છો. બસ આટલું કરવાથી ડાર્ક મોડ ઓન થઈ જશે.
સ્ટેપ 4: ડાર્ક મોડ સેટિંગ્સને કસ્ટમાઈઝ કરો
ફેસબૂક યુઝરને ડાર્ક મોડ સેટિંગ્સને કસ્ટમાઈઝ કરવાની પણ સુવિધા આપે છે. જેમ કે તમે ડાર્ક મોડ ઓન કર્યા પછી ડાર્કનેસ લેવલ, કોન્ટ્રાસ્ટ વગરે ચેન્જ કરીને ડાર્ક મોડને વધારે પર્સનલાઈઝ કરી શકો છો. તમારા માટે કયું કોમ્બિનેશન પરફેક્ટ છે, તમે જુદા જુદા કોમ્બિનેશન ટ્રાય કરીને પરફેક્ટ ડાર્ક મોડ શોધી શકો છો.
ડાર્ક મોડના ફાયદા
- ડાર્ક મોડ ઓન કરવાથી બ્લૂ લાઈટ ઘટી જાય છે, જેને કારણે આંખો પર વધારે સ્ટ્રેસ નથી પડતો. ખાસ કરીને રાતના સમયે આંખોને આરામ રહે છે.
- OLED અને AMOLED ડિસ્પ્લે ધરાવતા ફોનમાં ડાર્ક મોડ ઓન કરવાથી બેટરી લાઈફ સુધરે છે. આ મોડ ઓછો પાવર યુઝ કરે છે.
- ઘણા યુઝરને ડાર્ક મોડ જોવામાં પણ ગમે છે, તેનાથી વ્યુઈંગ એક્સપીરિયન્સ પણ સુધરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications