યૂએએન ની મદદ થી ઈ-નોમિનેશન કઈ રીતે ઓનલાઇન ફાઈલ કરવું?

By Gizbot Bureau
|

ટ્વિટર પર, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઈપીએફઓ) એ તાજેતરમાં વિનંતી કરી છે કે ભારતના નાગરિકો તેમના પરિવારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન) નો ઉપયોગ કરીને ઇ-નોમિનેશન માટે સબમિટ કરે.

યૂએએન ની મદદ થી ઈ-નોમિનેશન કઈ રીતે ઓનલાઇન ફાઈલ કરવું?

ઈ-નોમિનેશ શા માટે જરૂરી છે?

ઈપીએફઓ ના ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈપીએફઓ ના ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, લાયકાત ધરાવતા પરિવારના સભ્યોને પીએફ, પેન્શન અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ (ઈડીએલઆઈ)ની 7 લાખ રૂપિયા સુધીની ઓનલાઈન ચુકવણી માટે ઈ-નોમિનેશન જરૂરી છે. ઈપીએફઓ મુજબ લગ્ન પછી ઈ-નોમિનેશન પણ જરૂરી છે.

ઈ-નોમિનેશન માટે ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?

ઈપીએફઓ ના જણાવ્યા મુજબ નાગરિકો કોઈપણ સમયે તેમનું નોમિનેશન બદલી શકે છે અને કોઈ પુરાવા કે સત્તાની જરૂર નથી. સ્વ-ઘોષણા કરવા માટે તે પૂરતું છે.

યુએએન ની મદદ થી ઈ-નોમિનેશન કઈ રીતે ફાઈલ કરી શકાય છે?

- ઈપીએફઓ ની વેબસાઈટ પર જાવ.

- સર્વિસ ના વિકલ્પ ને પસન્દ કરી અને 'ફોર એમ્પ્લોઇઝ' ના વિકલ્પ ને પસન્દ કરો.

- 'કર્મચારીઓ માટે' પેજના 'સેવાઓ' વિસ્તાર પર જાઓ અને 'મેમ્બર યુએએન/ઓનલાઈન સર્વિસ (ઓસીએસ/ઓટીસીપી)' વિકલ્પ પસંદ કરો.

- તમારા યૂએએન ના યુઝર નામ અને પાસવર્ડ ની સાથે લોગઈન કરો.

- ત્યાર પછી મેનેજ ટેબ ના વિકલ્પ ને પસન્દ કરી અને 'ઈ-નોમિનેશન ના વિકલ્પ ને પસન્દ કરો.

- 'પ્રોવાઈડ ડિટેલ્સ' ના પેજ ની અંદર બધી જ વિગતો આપી અને સેવ કરો.

- ફેમેલી ડેક્લેરેશન માટે સૌથી પહેલા યસ ના વિકલ્પ ને પસન્દ કરી અને એડ ફેમેલી ડિટેલ્સ પર ક્લિક કરો.

- હવે તમને નોમિની એડ કરવા નો વિકલ્પ આપવા માં આવશે.

- નોમિનેશન ની વિગતો ને પસન્દ કરી અને સેવ પર ક્લિક કરો.

હવે, વન-ટાઇમ પાસવર્ડ માટે ઇ-સાઇન પસંદ કરો અને તમારા આધાર-રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી ઇનપુટ કરો.

ત્યાર બાદ તમારી ઈ-નોમિનેશન ની પ્રક્રિયા પૂર્ણ થશે.

Best Mobiles in India

Read more about:
English summary
EPOF: Steps To File E-Nomination With UAN Online

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X