વોટ્સએપ પર ફિંગરપ્રિન્ટ લોક કઈ રીતે સેટ કરવું

By Gizbot Bureau
|

વોટ્સએપ દ્વારા ટૂંક સમય પેહલા જ તેમના આઈફોન અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું અગત્ય નું ફીચર લોન્ચ કર્યું છે, જેની અંદર એન્ડ્રોઇડ ની અંદર ટૂંક સમય પહેલા જ જોડવા માં આવેલ અગત્ય નું ફીચર ફિંગરપ્રિન્ટ લોક છે. જેનો અર્થ એ થાય છે કે તમે વોટ્સએપ ચેટ ને ત્યાં સુધી એક્સેસ નહીં કરી શકો જ્યાં સુધી તેની અંદર ફોન માં સેવ થયેલ ફિંગરપ્રિન્ટ થી તેને અનલોક કરવા માં નથી આવતું. અને આ ફીચર ને કામ કરવા માટે તમારા સ્માર્ટફોન ની અંદર ફિંગરપ્રિન્ટ લોકો અને વોટ્સએપ નું લેટેસ્ટ વરઝ્ન હોવું જરૂરી છે.

વોટ્સએપ પર ફિંગરપ્રિન્ટ લોક કઈ રીતે સેટ કરવું

વોટ્સએપ નું આ ફિંગરપ્રિન્ટ સેન્સર માત્ર એજ ડીવાઈસ ની અંદર કામ કરે છે કે જેની અંદર કેપટેટિવ અથવા ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવ્યું હોઈ. તો તમે તમારા વોટ્સએપ ની અંદર કઈ રીતે ફિંગરપ્રિન્ટ લોક ને જોડી શકો છો તેના વિષે જાણવા માટે આગળ વાચો.

આ ફીચર આઈફોન યુઝર્સ માટે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિના થી ઉપલબ્ધ કરવા માં આવશે. અને આ વરઝ્ન ને સૌથી પેહલા એન્ડ્રોઇડ બીટા એપ ની અંદર ગયા વર્ષે ઓગસ્ટ મહિના માં જોવા માં આવ્યું હતું.

તો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર તમે કઈ રીતે ફિંગરપ્રિન્ટ લોક રાખી શકો છો તેના વિષે જાણો.

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ફિંગરપ્રિન્ટ લોક કઈ રીતે સેટ કરવું

આ પદ્ધતિ ની અંદર આગળ વધતા પેહલા તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર તમે વોટ્સએપ નું વરઝ્ન 2.19.221 અથવા તેના કરતા ઉપર નું ડાઉનલોડ કરેલ છે તેના વિષે તાપસ કરો અને જો ના હોઈ તો ગુગલ પ્લે સ્ટોર પર થી વોટ્સએપ ના લેટેસ્ટ વરઝ્ન ને ડાઉનલોડ કરો. અને એક વખત વોટ્સએપ ની લેટેસ્ટ એપ તમારા સ્માર્ટફોન ની અંદર ઇન્સ્ટોલ થઇ જાય ત્યાર પછી આગળ વધો.

- વોટ્સએપ ઓપન કરી અને સેટિંગ્સ ની અંદર જાવ

- ત્યાર પછી એકાઉન્ટ ની અંદર જઈ અને પ્રાઇવસી ની અંદર જાવ ત્યાર પછી ફિંગરપ્રિન્ટ લોક પર જાવ

- ત્યાર પછી અનલોક વિથ ફિંગરપ્રિન્ટ ના વિકલ્પ ને પસન્દ કરો.

- અને માત્ર તેટલું જ નહીં પરંતુ તમે તેની અંદર સમય પણ નક્કી કરી શકો છો કે કેટલા સમય પછી તમારે ફરી વખત ફિંગરપ્રિન્ટ આપવું પડશે. જેની અંદર ત્રણ વિકલ્પ આપવા માં આવે છે, તરત, 1 મિનિટ પછી અથવા 30 મિનિટ પછી

- અને તમે નોટિફિકેશન ની અંદર મેસેજ કઈ વ્યક્તિ દ્વારા મોકલવા માં આવ્યો છે અને કયો મેસેજ મોકલવા માં આવ્યો છે તેના વિષે તમે નોટિફિકેશન ની અંદર જણાવવા માંગો છો કે નહીં તે પ્પણ નક્કી કરી શકો છો.

અને હવે જયારે પણ તમે વોટ્સએપ ને ઓપન કરશો અને તમે જે ટાઈમ ણ ડ્યુરેશન ને પસન્દ કર્યો હશે તેના અનુસાર તમારે તમારા ફિંગરપ્રિન્ટ ની મદદ થી વોટ્સએપ ને અનલોક કરવા નું રહેશે. અને આ રીતે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ફિંગરપ્રિન્ટ લોક ને સેટ કરી શકો છો.

અને એન્ડ્રોઇડ ની જેમ આઈફોન ની અંદર પણ વોટ્સએપ દ્વારા બાયો મેટ્રિક લોક ની સુવિધા આપવા માં આવી રહી છે. અને જે આઈફોન ની અંદર ફેસ રિકોગ્નીશન આપવા માં આવે છે તેઓ તેની થી પોતાની વોટ્સએપ ચેટ ને સુરક્ષિત રાખી શકે છે. અને જે આઈફોન મોડેલ્સ ની અંદર ટચ આઈડી આપવા માં આવે છે તેની અંદર ફિંગરપ્રિન્ટ લોક નો ઉપીયોગ કરી શકાશે. અને આઈફોન ની અંદર આ પ્રકાર ના લોક ને સેટ કરવા માટે વોટ્સએપ ઓપન કરી એર્ટની અંદર સેટિંગ્સ માંથી પ્રાઇવસી માંથી સ્ક્રીન લોક ના ફીચર ને પસન્દ કરવા નું રહેશે.

Best Mobiles in India

English summary
Enhance WhatsApp Security By Setting Up Fingerprint Lock

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X