તમારા વોટર્સ આઈડી ની અંદર એડ્રેસ કઈ રીતે બદલવું અને ઘર થી દૂર હોવા છત્તા કઈ રીતે વોટ આપવો

By Gizbot Bureau
|

આવનારી લોક સભા ની ચૂંટણી માટે કાઉન્ટડાઉન અત્યાર થી જ સારું થઇ ગયા છે. અને અત્યારે એલકેશન કમિશને આ દેશ ના લોકો ને અમુક વસ્તુઓ ઓનલાઇન જાતે જ કરવા ની અનુમતિ પણ આપી છે. અને તેની અંદર વોટર આઇડ કાર્ડ પર ઓનલાઇન તમારું એડ્રેસ તમે બદલવી શકો છો.

વોટર્સ આઈડી પર ઓનલાઇન એડ્રસ બદલો

એનો અર્થ એવો થાય છે કે જો તમે તમારું એડ્રેસ બદલાવ્યું હોઈ અથવા તો તમે કોઈ બીજા શહેર ની અંદર શિફ્ટ થયા હોવ તો તેવા સન્જોગો ની અંદર તમે અત્યારે તમારા વોટર્સ આઈડી પર એડ્રેસ ને જાતે જ બદલવી શકો છો. અને તેના માટે તમારે નેશનલ સર્વિસ પોર્ટલ વેબસાઈટ https://www.nvsp.in/Forms/Forms/form6 પર ફોર્મ 6 ને ભરવું પડશે. અને આજ પ્રકિર્યા નો ઉપીયોગ કરી અને પ્રથમ વખત વોટર્સ આઈડી પણ કઢાવી શકાય છે. અને આ આર્ટિકલ ની અંદર તમારું પ્રથમ વખત વોટર્સ આઈડી કાર્ડ કઈ રીતે કાઢવવું અને તમારું નામ કઈ રીતે જોડાવવું તેના વિષે પણ જાણવાવ માં આવેલ છે.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખુબ જ જરૂરી છે કે, એક વ્યક્તિ એક જ એડ્રેસ એટલે કે એક જ જગ્યા પર થી વોટ આપી શકે છે અને એક જ વ્યક્તિ બે જગ્યા પર થી જો વોટ આપે છે તો તે ભારત ના સંવિધાન અનુસાર ગુનાહ ને પાત્ર બને છે.

ફોર્મ 6 ને ઓનલાઇન નવા વોટર્સ આઈડી કાર્ડ અથવા તો વોટર્સ આઈડી કાર્ડ પર એડ્રેસ ને બદલવા માટે કરવા માં આવે છે.

પાસપોર્ટ સાઈઝ ફોટો, અને ઉંમર અને એડ્રેસ પ્રુફ ની સ્કેન કોપી ની જરૂર પડશે.

યુઝર્સે પોતાના પાસપોર્ટ સાઈઝ ફોટો પ્રુફ, એડ્રેસ પ્રુફ, અને ઉંમર ના પ્રુફ ના ડોક્યુમેન્ટ ને સ્પોર્ટીંગ ડોક્યુમેન્ટ સેક્શન ની અંદર થી અપલોડ કરવા ના રહેશે. એક વસ્તુ નું ધ્યાન રાખવું કે દરેક ફાઈલ 2એમબી થી વધુ મોટી ના હોવી જોઈએ.

ઉંમર સાબિતી માટે સ્વીકૃત દસ્તાવેજો: જન્મ પ્રમાણપત્ર; 10 મી, 8 મી અને 5 મી વર્ગની માર્કશીટ; ભારતીય પાસપોર્ટ; ડ્રાઇવરનું લાઇસન્સ અને યુઆઇડીએઆઇ દ્વારા આપવામાં આવેલા આધાર પત્ર

વર્તમાન સરનામાના પુરાવા માટે સ્વીકૃત દસ્તાવેજો: ડ્રાઈવિંગ લાયસન્સ, ભારતીય પાસપોર્ટ, રાશન કાર્ડ, આવકવેરા આકારણી હુકમ, ભાડા કરાર, પાણી બિલ, ટેલિફોન બિલ, બેંક / કિશન / પોસ્ટ ઑફિસ પાસબુક, ગેસ કનેક્શન બિલ, વીજળી બિલ વગેરે.

નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ ને તમારા ફોન, પીસી અથવા લેપટોપ પર ઓપન કરો, www.nvsp.in

પ્રથમ ઓપ્શન 'એપ્લાય ઓનલાઇન ફોર ન્યુ વોટર ટુ શિફટિંગ ફ્રોમ AC ' પર ક્લિક કરો

અને ત્યાર બાદ યુઝર્સ ની સામે ફોર્મ 6 આવશે જેનો ઉપીયોગ તેઓ પોતાના એડ્રેસ ને બદલવા અથવા નવા વોટર્સ આઈડી માટે કરી શકે છે.

જમણી બાજુ ટોચ પર થી ભાષા નક્કી કરો

ફોર્મ 6 ભરો: ફોર્મ 6 છ ભાગોમાં વિભાજિત થયેલ છે - ફરજિયાત વિગતો, સરનામું, વૈકલ્પિક વિગતો, સહાયક દસ્તાવેજો અને ઘોષણા

અરજદારોને ફોર્મમાં દરેક વિગતવાર દાખલ કરવાની જરૂર છે. જો તમે ઇચ્છો તો વૈકલ્પિક વિગતો છોડવામાં આવી શકે છે. ફોર્મ રજૂ કર્યા પછી, અરજદારોને આપેલ મોબાઇલ નંબર પર પુષ્ટિકરણ એસએમએસ પણ મળશે

સૌથી પહેલા અગત્ય ની વિગતો જેવી કે એસેમ્બલી / સંસદીય મતવિસ્તાર, રાજ્ય અને જીલ્લા વગેરે ને તેના કોલમ ની અંદર ભરો.

અને યુઝર્સે ઉપર જણાવવા માં આવેલ વિગતો ને વર્તમાન મતદારક્ષેત્ર ને ધ્યાન માં રાખી અને ભરવા ની રહેશે.

પ્રથમ વખત વોટર અને અથવા બીજા મતદારક્ષેત્ર માંથી શિફ્ટ થવા ના કારણે માંથી એક વિકલ્પ ને પસન્દ કરો.

જો તમે એક જગ્યા પર થી બીજી જગ્યા પર શિફ્ટ થયા હોવ તો મતદારક્ષેત્ર ના શિફ્ટ થવા થી વિકલ્પ ને પસંદ કરો અને જો તમે પ્રથમ વખત વોટિંગ કરી રહ્યા હોવ તો 1સાત ટાઈમ વોટર ના વિકલ્પ ને પસન્દ કરો.

ફરજિયાત વિગતો વિભાગ હેઠળ, અરજદારોએ અંગ્રેજી, પ્રાદેશિક ભાષાઓમાં નામ, ઉપનામ, ઉંમર, સંબંધી નામ, વગેરે જેવી માહિતી પ્રદાન કરવાની જરૂર છે.

અહીં એક વસ્તુ ની નોંધ કેવી જરૂરી છે કે વેબસાઈટ કી બોર્ડ પર 'ટેબ' કી પર ક્લિક કરવા ટી વિગતો ને રીજીઅનલ ભાષા ની અંદર ફેરવે છે.

અને ત્યાર બાદ યુઝર્સે પોતાના પરમેનન્ટ એડ્રેસ અને કરન્ટ એડ્રેસ ની વિગતો એવી પડશે.

અને એડ્રેસ ની અંદર તમારે હાઉસ નંબર, સ્ટ્રીટ, ટાઉન, પિન કોડ વગેરે જેવી બધી જ વિગતો નાખવા ની રહેશે.

ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર, વગેરે જેવી ઓપ્શન વિગતો ભરો

અને આ સેક્શન ની અંદર જો યુઝર્સ ને કોઈ ડિસેબિલિટી હોઈ તો તે પણ ળઆપેલ લિસ્ટ ની અંદર થી પસંદ કરી શકે છે.

અને ઉપર જાવ્યાં મુજબ બધા જ ડોક્યુમેન્ટ્સ ને અપલોડ કરો

ડેક્લેરેશન વિગત ને ભરો

પ્લેસ અને કેપ્ચા નાખી અને નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરો

અને ફાઈનલ સબમીશન માટે યુઝર્સે લેસ અને કેપ્ચા જેવી વિગતો નાખવી પડશે.

અને ભિવષ્ય માં કામ માટે અને તમારા કાર્ડ ની પ્રકિયા ક્યાં સુધી પહોંચી તેના વિષે જાણવા માટે રેફરન્સ આઈડી ની નોંધ કરો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Elections 2019: How to change your address on voter ID card online and cast vote even if away from home

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X