Digital Voter ID કાર્ડ તમારા સ્માર્ટફોન કરી શકો છો ડાઉનલોડ, આ સ્ટેપ્સ કરો ફોલો

By Gizbot Bureau
|

ભારતના દરેક નાગરિકો હવે પોતાનું ચૂંટણી કાર્ડ પોતાના સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકે છે. દેશના ચૂંટણી પંચે દરેક મતદારના ઓળખ કાર્ડને ડાઉનલોડ કરવું સરળ બનાવી દીધું છે. આ નવું ઈલેક્ટ્રોનિક વોટર આઈડી એડિટ કરી શકાતું નથી અને તેનું પીડીએફ વર્ઝન પણ એકદમ સુરક્ષિત છે. આ ઈલેક્ટ્રોનિક વોટર આઈડી કાર્ડ ફિઝિકલ વોટર આઈડી જેટલું જ માન્ય છે. e-EPIC એ ફિઝિકલ વોટર આઈડી કાર્ડનું PDF વર્ઝન છે. દરેક મતદાર આ કાર્ડ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકે છે, ડિજિલોકરમાં અપલોડ કરી શકે છે, અને તેને પ્રિન્ટ કરીને લેમિનેટ પણ કરાવી શકે છે.

Digital Voter ID કાર્ડ તમારા સ્માર્ટફોન કરી શકો છો ડાઉનલોડ, આ સ્ટેપ્સ

ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું ખાસ અઘરું નથી. તમે નીચે આપેલા કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને તેને આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. તો બસ આ નીચે આપેલા સ્ટેપ્સ વાંચી જાવ અને વાંચતા વાંચતા તેને અપ્લાય પણ કરતા જાવ. એટલે ગણતરીની મિનિટોમાં તમારા ફોનમાં તમને ડિજિટલ વોટર આઈડી કાર્ડ મળી જશે. જેને તમે તમારા ઓળખ પત્ર તરીકે પણ દરેક જગ્યાએ વાપરી શકો છો.

આ રહ્યા ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ

1. https://www.nsvp.in/ વેબસાઈટ પર લોગ ઈન કરો

2. અહીં તમને Download e-EPIC card નો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો.

3. નવા યુઝર તરીકે Login/Register વિકલ્પ પર ક્લિક કરો.

4. હવે ફરીવાર e-EPIC Download નામના વિકલ્પ પર ક્લિક કરો.

5. અહીં તમારો EPIC નંબર અથવા તો Form Reference Number દાખલ કરો.

6. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક OTP મળશે. આ OTPને વેરિફાય કરો.

7. ફરી એકવાર Download e-EPIC નામનો વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરો.

જો તમારો મોબાઈલ નંબર Eroll માં રજિસ્ટર્ડ નથી તો તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

8. KYC કરવા માટે e-KYC નામના વિકલ્પની પસંદગી કરો.

9. Face liveness verification ની પ્રક્રિયા પૂરી કરો.

10. હવે KYCની પ્રોસેસ પૂરી કરવા માટે તમારો મોબાઈલ નંબર અપડેટ કરો.

11. બસ હવે Download e-EPIC વિકલ્પની પસંદગી કરો.

ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા તમે તમારું નામ ચૂંટણી પંચની યાદીમાં ચેક પણ કરી શકો છો. http://voterportal.eci.gov.in/ અથવા તો http://electoralsearch.in/ પર જઈને તમારો EPIC નંબર એન્ટર કરો, તમારું નામ યાદીમાં ચેક કરો અને બાદમાં તમારું e-EPIC ડાઉનલોડ કરો.

તમે e-EPIC https://voterportal.eci.gov.in/ અથવા તો https://nvsp.in/ ઉપરાંત Voter Helpline Mobile App પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.

1. સૌથી પહેલા ચૂંટણી પંચના વોટર પોર્ટલ પર રજિસ્ટર અથવા લોગ ઈન કરો.

2. હવે મેન્યુમાં જઈને Download e-EPIC પર ક્લિક કરો.

3. અહીં તમારે તમારો EPIC નંબર અથવા તો Form Reference number નાખવાનો રહેશે.

4. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP વેરિફાય કરો.

5. બસ હવે Dowload e-EPIC પર ક્લિક કરો અને તમારું ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ થઈ જશે.

Best Mobiles in India

English summary
Download Voter ID Card: Steps To Download Voter ID Card On Your Phone?

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X