તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ વિડિઓઝ ને કઈ રીતે ડાઉનલોડ કરવા

By Gizbot Bureau
|

આજ ના સમય માં આખા વિશ્વ ની અંદર ઘણા બધા લોકો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ઘણા ભાડા ફોટો અને વિડિઓઝ દરરોજ અપલોડ કરવા માં આવતા હોઈ છે જેમાંથી ઘણા બધા આપણ ને પસન્દ આવી જતા હોઈ છે ત્યારે આપણે ઘણી બધી વખત એવું પણ ઇચ્છતા હોઈએ છીએ કે આ વિડિઓ ને ડાઉનલોડ કરી અને પોતાના સ્માર્ટફોન ની અંદર રાખી મૂકીએ.

તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ વિડિઓઝ ને કઈ રીતે ડાઉનલોડ કરવા

અને જો તમે પણ કોઈ અપલોડ કરવા માં આવેલ સ્ટોરી અથવા પોસ્ટ ને સેવ કરવા માંગો છો તો તેના માટે ઇન્સ્ટાગ્રામ ની અંદર માત્ર તેને સેવ કરવા ની અનુમતિ આપવા માં આવે છે કે જેને તે એપ ની અંદર જ ઉતારવા માં આવી હોઈ અથવા અપલોડ કરવા માં આવી હોઈ.

પરંતુ એક બીજી રીતે છે કે જેની મદદ થી તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર શેર કરેલા વિડિઓ ને તમારા સ્માર્ટફોન ના સ્ટોરેજ ની અંદર સેવ કરી શકો છો.

અને આ કામ કરવા માટે તમારી આપશે બે રસ્તા કે જેની અંદર તમે કા તો ઓનલાઇન ટુલ્સ નો ઉપીયોગ કરી શકો છો અથવા તો કોઈ થર્ડ પાર્ટી એપ નો ઉપીયોગ કરી શકો છો. પરંતુ ઘણી બધી વખત એવું જોવા માં આવ્યું છે કે થર્ડ પાર્ટી એપ્સ નો ઉપીયોગ કરવો એ સુરક્ષા ની દ્રષ્ટિ એ સારું નથી જેથી આ આર્ટિકલ ની અંદર અમે તમને ઓનલાઇન ટૂલ નો ઉપીયોગ કરી અને કઈ રીતે વિડિઓ ને ડાઉનલોડ કરવા તેના વિશે જણાવીશું.

અને આ પ્રકાર ની ઘણી બધી ઓનલાઇન વેબસાઈટ તમને મળી જશે કે જે આ પ્રકાર ની સર્વિસ આપતી હોઈ જેના માટે તમે ગુગલ પર સર્ચ કરી અને કોઈ પણ એક વેબસાઈટ ને પસન્દ કરી શકો છો.

- સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર ઇન્સ્ટાગ્રામ એપ ને ઓપન કરો

- ત્યાર પછી તમે જે વિડિઓ પોસ્ટ ને ડાઉનલોડ કરવા માંગો છૉ તેને શોધો.

- ત્યાર પછી તે પોસ્ટ ની ઉપર જમણી બાજુ આપેલ ત્રણ ટપક પર ક્લિક કરો અને કોપી લિંક ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તમે જે વેબસાઈટ ને પસન્દ કરો હોઈ તેને ઓપન કરી તેની અંદર લિંક ને કોપી કરી અને તે વિડિઓ ને સરળતા થી ડાઉનલોડ કરી શકશો.

જોકે અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે ઓનલાઇન ટુલ્સ ની અંદર તમે માત્ર એ જ એકાઉન્ટ માંથી વિડિઓ ને ડાઉનલોડ કરી શકશો કે જે પબ્લિક છે. પ્રાઇવેટ એકાઉન્ટ માંથી વિડિઓ ડાઉનલોડ નહીં કરી શકાય.

અને જો તમે કોઈ એપ ની મદદ થી તમારા સ્માર્ટફોન ની અંદર ઇન્સ્ટાગ્રામ ના વિડિયોઝ ને સેવ કરવા માંગતા હોવ તો ગુગલ પ્લે સ્ટોર પર થી કોઈ પણ થર્ડ પાર્ટી એપ ને ઇન્સ્ટોલ કરી અને જેતે વિડિઓ ની લિંક કોપી કરી અને તે એપ ની મદદ થી ડાઉનલોડ કરી શકશો.

Best Mobiles in India

English summary
Download Instagram Videos: Here's How To Access

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X