ફેસબુક વિડિઓઝ ને એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ પર કઈ રીતે ફ્રી માં ડાઉનલોડ કરવા?

By Gizbot Brueau
|

ફેસબુક તમને વિડિઓઝ ને અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવા ની અનુમતિ આપે છે. પરંતુ હજુ પણ તમને ઓફલાઈન મોડ ની અંદર વિડિઓ જોવા ની અનુમતિ આપતા નથી. તો જો તમે ફેસબુક પર તમારા ગમતા વિડિઓ ને સેવ કરવા માંગતા હોવ તો તમારે થોડી વધુ મહેનત કરવી પડશે. પરંતુ ચિંતા કરવા ની પણ જરૂર નથી કેમ કે ફેસબુક પર થી વિડિઓ ને ડાઉનલોડ કરવા એટલું પણ અઘરું કામ નથી.

ફેસબુક વિડિઓઝ ને એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ પર કઈ રીતે ફ્રી માં ડાઉન

એવી ઘણી બધી વેબસાઈટ અને એપ્સ છે કે જે તમારા પીસી અને મોબાઈલ ની અંદર ફેસબુક ના વીડીઈઓ ને સેવ કરવા માટે ની સર્વિસ આપે છે. પરંતુ આ પ્રકાર ની એપ્સ અને વેબસાઈટ ને પસન્દ કરવા માં તમારે ધ્યાન રાખવું જોઈએ કેમ કે ઘણી બધી વખત તમારી પ્રાઇવસી પણ કોમ્પ્રોમાઈઝ થઇ શકે છે.

સદનસીબે, ત્યાં એક સરળ ઉપાય છે જે તમે ડેસ્કટોપ અને મોબાઇલ પર અજમાવી શકો છો અને સારો ભાગ એ છે કે વિડીયો ડાઉનલોડ કરવા અને તેને ઓફલાઇન જોવા માટે તમારે અલગ એપ્લિકેશનની જરૂર નથી. અમે તમારા મનપસંદ ઉપકરણ - એન્ડ્રોઇડ, આઇફોન અથવા વિન્ડોઝ પર બ્રાઉઝરથી ફેસબુક વીડિયો ડાઉનલોડ કરવા માટે કેટલાક સરળ પગલાં વિષે અહીં વાત કરવા માં આવેલ છે.

ડેસ્કટોપ પર ફેસબુક પર થી કઈ રીતે વિડિઓઝ ને ડાઉનલોડ કરવા?

- બ્રાઉઝર ની અંદર ફેસબુક ને ઓપન કરી અને તમે જે વિડિઓ ને ડાઉનલોડ કરવા માંગતા હોવ તેને શોધો.

- ત્યાર પછી તે વિડિઓ ને પ્લે કરો અને ડાબી બાજુ ટોચ પર જે ત્રણ ટપકા આપવા માં આવેલ છે તેના પર ક્લિક કરો.

- ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે તેની અંદર 'કોપી લિંક' ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તે લિંક ને બ્રાઉઝર ની અંદર બીજી ટેબ માં પેસ્ટ કરી અને ઓપન કરો.

- અને ત્યાર પછી તે ટેબ ના યુઆરએલ ને બદલી અને 'https://www. to https://mbasic' રાખો.

- ત્યાર પછી એન્ટર પ્રેસ કરી અને વિડિઓ પર રાઈટ ક્લિક કરી અને 'ઓપન લિંક ઈન ન્યુ ટેબ' ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી નવી ટેબ ની અંદર તમને તમારો ફેસબુક વિડિઓ જોવા મળશે. તેના પર રાઈટ ક્લિક કરી અને સેવ વિડિઓ એસ ના વિકલ્પ ને પસન્દ કરો અને તમારો વિડિઓ ડેસ્કટોપ પર ડાઉનલોડ થઇ જશે.

એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ફેસબુક વિડિઓઝ ને કઈ રીતે ડાઉનલોડ કરવા?

તમારા મોબાઈલ પર ફેસબુક વિડિઓઝ ને ડાઉનલોડ કરવા માટે આખી અલગ રીત છે. અને તેના માટે સૌથી સારી અને સરળ રીત fbdown.net વેબસાઈટ નો ઉપીયોગ કરવી છે. તે બંને પ્લેટફોર્મ પર કામ કરે છે, જો કે, આઇફોન વપરાશકર્તાઓએ ફાયરફોક્સ બ્રાઉઝર ડાઉનલોડ કરવું પડશે, કારણ કે સાઇટ સફારીમાં ક્રેશ થઈ શકે છે. તેણે કહ્યું, અહીં તમે કેવી રીતે ફેસબુકથી મોબાઇલ પર વિડિઓઝ ડાઉનલોડ કરી શકો છો.

- તમારા ડીવાઈસ ઓર ફેસબુક એપ ને ઓપન કરો.

- ત્યાર પછી તમે જે વિડિઓ ને ડાઉનલોડ કરવા માંગો છો તેને શોધી અને ટોચ પર જે ત્રણ ટપકા આપવા માં આવેલ છે તેના પર ક્લિક કરો.

- સ્ક્રોલ ડાઉન કરી અને તમને 'કોપી લિંક' નો વિકલ્પ જોવા મળશે.

- ત્યાર પછી તમારા ફોન ની અંદર બ્રાઉઝર ઓપન કરી અને fbdown.net વેબસાઈટ ને ઓપન કરો.

- ત્યાર પછી ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને તેના પછી જે ટેબ ઓપન થાય તેની અંદર વિડિઓ ને હાઈ અથવા નોર્મલ ક્વોલિટી માં ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો.

- તેના પછી ફરી એક પેજ બતાવવા માં આવશે જેની અંદર તમારો ફેસબુક વિડિઓ બતાવવા માં આવતો હશે. તેના પર લોન્ગ પ્રેસ કરી અને ડાઉનલોડ વિડિઓ પર ક્લિક કરો.

- ત્યાર પછી તે વિડિઓ તમારા ફોન ની અંદર ડાઉનલોડ થઇ જશે તેને તમે ઓફલાઈન પણ જોઈ શકશો.

અહીં એક વાત ને તમારે ધ્યાન માં રાખવી જોઈએ કે જે વિડિઓઝ ને પ્રાઇવેટ મોડ ની અંદર રાખવા માં આવેલ હશે તે વિડિઓ ને તમે fbdown.net વેબસાઈટ પર થી ડાઉનલોડ નહિ કરી શકો. તેથી, વપરાશકર્તાઓને ડાઉનલોડ પ્રક્રિયા સાથે આગળ વધતા પહેલા દૃશ્ય વિકલ્પ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Download Facebook Videos For Free On Android, iOS, Windows With These Easy Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X