WhatsAppમાંથી ડિલીટ થઈ ગયેલા મેસેજ આ રીતે મેળવો પાછા, જાણો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

જો તમે વ્હોટ્સ એપ વાપરો છો, તો તમારી સાથે પણ ક્યારેક એવું તો થયું જ હશે, કે તમે ભૂતકાળનો કોઈ કામનો મેસેજ શોધી રહ્યા છો, પરંતુ તે મેસેજ ડિલીટ થઈ ગયો છે. વ્હોટ્સ એપ મેસેજ ડિલીટ થવાના ગણા કારણો છે. જો તમે તમારા હેન્ડ સેટ ચેન્જ કર્યો છે, તો પણ તમારા ચેટ્સ ખોવાઈ શકે છે. પરિણામે વ્હોટ્સ એપમાં શેર થયેલા મહત્વના દસ્તાવેજ, એડ્રેસ, ફોટોઝ કે પછી લોકેશન જેવી મહત્વની માહિતી ખોવાઈ શકે છે. જો કે સારી વાત એ છે કે વ્હોટ્સ એપનો આવો ડેટા તમે સરળતાથી પાછો મેળવી શકો છો. બસ આ માટે તમારે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરવો પડશે.

WhatsAppમાંથી ડિલીટ થઈ ગયેલા મેસેજ આ રીતે મેળવો પાછા, જાણો સ્ટેપ્સ

વ્હોટ્સ એપ તમારા ચેટ બેકઅપને ગૂગલ ડ્રાઈવમાં સેવ કરે છે. એટલે જો એપ તમારો ડેટા ઉડાવી દે કે પછી કોઈ કારણ સર તમે તમારો જ ડેટા વ્હોટ્સએપમાંથી ન મેળવી શકો, તો પણ સરળતાથી તમે ગૂગલ ડ્રાઈવમાં જઈને તમારા છેલ્લા ચેટ બેકઅપમાંથી જરૂરી બધી જ માહિતી મેળવી શકો છો. પરંતુ આ બેક અપમાંથી ડેટા લેતા પહેલા એ જરૂરી છે કે તમે તમારા વ્હોટ્સ એપનું ચેટ બેક અપ બરાબર લીધું હોય.

Whats Appમાંથી આ રીતે લો ચેટ બેકઅપ

1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.

2. હવે જમણી બાજુ ઉપરના ખૂણા પર રહેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

3. અહીં સેટિંગ્સમાં ચેટ્સ અને ત્યાર બાદ ચેટ બેકઅપ પર ક્લિક કરો.

4. તમારે જે ગૂગલ અકાઉન્ટમાં ચેટ બેકઅપ રાખવો છે, તે અકાઉન્ટ સિલેક્ટ કરો. તમે તમારા ફોનમાં પણ આ બેકઅપ સેવ કરી શકો છો.

5. બસ વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ બેકઅપ પર ક્લિક કરો.

તમે સિલેક્ટ કર્યા પ્રમાણે રોજ, અઠવાડિયે કે મહિને એકવાર વ્હોટ્સ એપ આપોઆપ તમારા ચેટનું બેકઅપ લાગતાવળગતાં અકાઉન્ટમાં સેવ કરી દેશે. ભવિષ્યમાં આ ચેટ બેકઅપ લેવા માટે તમારે વ્હોટ્સ એપવાળો આ જ મોબાઈલ નંબર અને ગૂગલ અકાઉન્ટ યુઝ કરવાનું રહેશે.

WhatsAppમાંથી ડિલીટ થઈ ગયેલા મેસેજ આ રીતે મેળવો પાછા

1. સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઈન્સ્ટોલ કરો અને ઓપન કરો.

2. હવે તમારો નંબર વેરિફાય કરો.

3. બાદમાં જ્યારે તમને રિસ્ટોર યોર ચેટ્સ એન્ડ મીડિયા ફ્રોમ ગૂગલ ડ્રાઈવ પૂછે ત્યારે રિસ્ટોર પર ક્લિક કરો.

4. રિસ્ટોરેશનની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો. તમારા બધાં જ ચેટ તમારી એપમાં દેખાવા લાગશે.

5. તમારા ચેટ મેસેજ રિસ્ટોર થયા બાદ વ્હોટ્સ એપ તમારી મીડિયા ફાઈલ્સ પણ રિસ્ટોર કરી દેશે.

લોકલ બેકઅપમાં રાખેલો વ્હોટ્સ એપનો ડેટા આ રીતે કરો રિકવર

આ માટે તમારે કમ્પ્યુટર, ફાઈલ એક્સપ્લોરર અથવા એસડી કાર્ડની જરૂર પડશે, જેના માટે તમે લોકલ ડિવાઈસમાં રાખેલો બેકઅપ તમારા નવા હેન્ડસેટમાં ટ્રાન્સફર કરી શક્શો.

1. સૌથી પહેલા તમારા ફોનમાં ફાઈલ મેનેજર ઓપન કરો.

2. હવે તમારા મેમરી કાર્ડ કે લોકલ સ્ટોરેજમાં વ્હોટ્સ એપનું ફોલ્ડર ખોલી તેમાં ડેટાબેઝ ઓપન કરો.

તમને કદાચ ઈન્ટરનલ સ્ટોરેજ અથવા પ્રાઈમરી સ્ટોરેજનો વિકલ્પ દેખાઈ શકે છે. અહીંથી તમારા સૌથી તાજેતરના બેકઅપની ફાઈલ કોપી કરીને તમારા નવા ડિવાઈસના લોકલ સ્ટોરેજમાં પેસ્ટ કરો.

3. હવે વ્હોટ્સ એપ ઈન્સ્ટોલ કરો અને ઓપન કરી તમારો નંબર વેરિફાય કરો.

4. હવે રિસ્ટોર યોર ચેટ્સ એન્ડ મીડિયા પૂછે ત્યારે રિસ્ટોર બટન પર ક્લિક કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Deleted Messages On WhatsApp? Here's How To Recover It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X