Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર પણ હવે બનાવી શકો છો સ્ટિકર્સ, બસ આટલું જ કરવાનું છે
ઈન્સ્ટાગ્રામ આજકાલ સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ખાસ કરીને રિલ્સને કારણે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ વધ્યો છે, સાથે જ લોકો તેનો ઉપયોગ ચેટિંગ માટે પણ કરે છે. હવે આ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્ટિકરનું ફીચર રોલઆઉટ કરી દીધું છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર સ્ટિકર બનાવી શકે છે. હવે ઈન્સ્ટાગ્રામ પર કેવી રીતે સ્ટિકર બનાવશો, તે અમે તમને શીખવાડી દઈશું.

ઈન્સ્ટાગ્રામ પર સ્ટિકર બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
ઈન્સ્ટાગ્રામ પર સ્ટિકર બનાવવા માટેની અપડેટ તાજેતરમાં જ આવી છે. એટલે સૌથી પહેલા તો પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને તમારું ઈન્સ્ટાગ્રામ અપડેટ કરી લો. એકવાર તમારું ઈન્સ્ટાગ્રામ અપડેટ થઈ જાય, પછી તમારે આગળના સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ઈન્સ્ટાગ્રામ એપમાં હોમ સ્ક્રીન પર જઈને ડાબેથી જમણે સ્વાઈપ કરો, એટલે કેમેરા સેક્શન ઓપન થશે.
સ્ટેપ 3: બાદમાં ડાબી બાજુ નીચેની તરફ દેખાતા ચોરસ ફોટો આઈકન પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરો.
સ્ટેપ 4: હવે તમારે જે ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવીને તમારે સ્ટિકર બનાવવું છે, તે ફોટો સિલેક્ટ કરો.
સ્ટેપ 5: એકવાર તમારો ફોટો ઓપન થઈ જાય, બાદમાં તમને નીચેની તરફ એક ન્યૂ કટઆઉટ્સનો ઓપ્શન જોવા મળશે. જો તમને આ ઓપ્શન ન દેખાતો હોય તો સ્ટિકર્સ મેન્યમાં જઈને સ્ટિકર આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે સ્ટિકર મેનુમાં ઉપરની તરફ દેખાતા કટઆઉટ ઓપ્શનને સિલેક્ટ કરો.
સ્ટેપ 7: એકવાર તમે કટઆઉટ ઓપ્શન પર ક્લિક કરશો, એટલે તમને જે ફોટોને સ્ટિકરમાં કન્વર્ટ કરવો છે, તે ફોટો સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. એટલે ફોટો ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરો.
સ્ટેપ 8: એકવાર તમે ફોટો સિલેક્ટ કરશો, એટલે ઈન્સ્ટાગ્રામ તમારા ફોટોમાંથી ઓટોમેટિક સ્ટિકર ક્લિક કરી લેશે. જો તમને એવું લાગે ઈન્સ્ટાગ્રામે બરાબર રીતે સ્ટિકર નથી બનાવ્યું, તો તમે મેન્યુઅલી પણ સ્ટિકર બનાવી શકો છો અને બેકગ્રાઉન્ટ હટાવી શકો છો.
સ્ટેપ 9: હવે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જઈને સ્ટિકર ઓપ્શન પર ક્લિક કરો. સ્ટિકર ઈમ્પોર્ટ કરીને તારી સ્ક્રીન પર જઈને તમે સ્ટિકરને સ્ટોરીમાં ઈચ્છો ત્યાં મૂકી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications