કોવીડ 19 વેક્સીન ની ઉપલબ્ધતા વિષે પેટીએમ પર જાણકારી મેળવો

By Gizbot Bureau
|

તમારી નજીક ના કોવિદ 19 વેક્સિનેશન સેન્ટર પર વેક્સીન ની ઉપલબ્ધતા વિષે હવે તમે પેટીએમ પર થી પણ જાણકારી મેળવી શકો છો. પેટીએમ દ્વારા હવે તેમની એપ ની અંદર વેક્સીન ફાઈન્ડર ફીચર નો સમાવેશ કરવા માં આવેલ છે. અહીં એક વસ્તુ ને ખાસ ધ્યાન માં રાખવી કે આ ફીચર ની મદદ થી તમે માત્ર વેક્સીન ની ઉપલબ્ધતા વિષે જાણી શકો છો પરંતુ તમે બીજી કોઈ પણ જગ્યા પર થી બુક નથી કરી શકતા. અને વેક્સીન ને બુક કરવા માટે તમારે આરોગ્ય સેતુ એપ અથવા કોવીન વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી અને ત્યાર પછી એપોઇન્ટમેન્ટ બુક કરાવવા ની રહેશે. અને વેક્સિનેશન સેન્ટર ની અંદર પણ તમને ત્યારે જ આવવા દેશે જયારે તમારે પાસે એપોઇન્ટમેન્ટ બુક કરેલ નો મેસેજ હશે.

કોવીડ 19 વેક્સીન ની ઉપલબ્ધતા વિષે પેટીએમ પર જાણકારી મેળવો

પેટીએમ સિવાય બીજા પણ ઘણા બધા પ્લેટફરોમ જેવા કે વેક્સીનેટમી.ઈન કોવીડ19 ટ્રેકર આ વેબસાઈટ ને હેલથીફાય મી દ્વારા બનાવવા માં આવી છે. આ વેબસાઈટ દ્વારા તમે તમારી નજીક ના વેક્સિનેશન સેન્ટર વિષે ની માહિતી મેળવી શકો છો અને જયારે જેતે જગ્યા પર પર વેક્સીન ઉપલબ્ધ થશે ત્યારે તેના વિષે ની માહિતી તમને વોટ્સએપ પર આપવા માં આવે છે.

તમારા નજીક ના કોવીડ19 વેક્સિનેશન સેન્ટર વિષે પેટીએમ દ્વારા કઈ રીતે માહિતી મેળવવી

- પેટીએમ ને ઓપન કરી અને ડિસ્કવર વિથ પેટીએમ ના પેટીએમ ના વિકલ્પ ને પસન્દ કરો.

તમારા સ્માર્ટફોન ની અંદર પેટીએમ ઓપન કરો અને ડિસ્કવર વિથ પેટીએમ ના વિકલ્પ ને પસન્દ કરો. અને ત્યાં તમને વેક્સીન ફાઈન્ડર ફીચર જોવા મળશે.

- પેટીએમ ની અંદર વેક્સીન ફાઈન્ડર ફીચર પર ટેપ કરો

તમે આ કોવીડ19 વેક્સીન સ્લોટ ફાઈન્ડર ની મદદ થી, તમે કોવીડ 19 વેક્સીન ની ઉપલબ્ધતા વિષે જાણી શકો છો. તમારી ઘર ની નજીક ના વેક્સિનેશન સેન્ટર વિષે જાણો અને તે જગ્યા પર જયારે પણ વેક્સીન માટે ના સ્લોટ ઉપલબ્ધ થાય ત્યારે તમને નોટિફિકેશન પણ આપવા માં આવે છે.

- તમારા પિન કોડ ની મદદ થી વેક્સીન સ્લોટ શોધો

તમે વેક્સીન ની ઉપલબ્ધતા વિષે પિન કોડ અથવા તમારા ડીસ્ટ્રીકટ ને એન્ટર કરી અને માહિતી મેળવી શકો છો. અને બેનીફીશ્યરી ના એજ ગ્રુપ ને પણ પસન્દ કરી શકો છો.

- જયારે પણ વેક્સીન માટે નો સ્લોટ ઉપલબ્ધ થઇ જાય ત્યારે નોટિફિકેશન મેળવવા માટે નોટીફાય મી ના બટન પર ક્લિક કરો.

Best Mobiles in India

Read more about:
English summary
COVID-19 Vaccine Centers On Paytm Available; Here's How To Check On Paytm

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X