Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જૂના સ્માર્ટફોનને બનાવો કારનો ડેશ કેમ, મુશ્કેલીના સમયે કામ લાગશે, આટલું કરો
ગાડીમાં રહેલો ડેશ કેમ તમારી સુરક્ષા માટે તો જરૂરી છે, જ પરંતુ કાયદાકીય કાર્યવાહીના સમયે આ ડેશકેમ મદદગાર પણ સાબિત થાય છે. ઘણીવાર લોકો અકસ્માતના સમયે ખોટો દાવો કરીને તમારી પાસેથી પૈસા માગતા હોય છે, આવી સ્થિતિમાં જો તમારી પાસે કોઈ પુરાવો ન હોય, તો તમે સાચા હોવા છતાંય કોઈ પગલાં નથી લઈ શક્તા.
મોટા મેટ્રો શહેરોમાં રોજબરોજ કાર એક્સિડન્ટની ઘટનાઓના વીડિયોઝ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. જેમાં ડ્રાઈવરની ભૂલથી અથવા બીજાની ભૂલથી વાહન અને વ્યક્તિ બંનેને નુક્સાન થતું હોય છે. આવી સ્થિતિમાં જો સામેના વ્યક્તિનો વાંક છે, અને તમારી પાસે તેનો પુરાવો છે, તો તમે પગલાં લઈ શકો છો.

આમ તો માર્કેટમાં ઘણા બધા અને જુદી જુદી બ્રાન્ડ્ઝના ડેશકેમ ઉપલબ્ધ છે, જેને તમે સીધા જ તમારી ગાડીમાં લગાવી શકો છો. પરંતુ જો તમારી પાસે કોઈ જૂનો સ્માર્ટફોન છે, અને તમે તેનો ઉપયોગ નથી કરી રહ્યા તો પછી તેને વેચવાના બદલે કારના ડેશકેમ તરીકે ઉપયોગ કરી શકો છો.
સ્માર્ટફોનને બનાવો કારનો ડેશ કેમ
ફોનને ડેશકેમ તરીકે ઉપયોગમાં લેવા માટે તમારે જે તે ફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી કોઈ પણ ડેશ કેમ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે. Navmiii AI Dashcam આવી જ એક પ્રી મોબાઈલ એપ છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ એપના ફીચર્સ વિશે અમે આગળ તમને જણાવીશું.
1. આ એપને સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી લો, અને બાદમાં એપ ઓપન કરો. હવે આ એપના હોમ પેજમાં નીચેની તરફ તમને સ્ટાર્ટનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
2. બાદમાં તમારે ટર્મ્સ એન્ડ કંડીશન પેજ પર બધી જ શરતો વાંચ્યા પછી એગ્રી ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
3. એગ્રી પર ક્લિક કર્યા બાદ ફોનમાં એપને તમારે કેટલીક પરમિશન જેમ કે કેમેરા, લોકેશન, માઈક્રોફોનની આપવાની રહેશે. આના માટે નીચે દેખાતા ઓથોરાઈઝ બટન પર ક્લિક કરો.
4. બધી જ પરમિશન આપ્યા બાદ ફોનને કારના ડેશબોર્ડ પર અથવા એવી કોઈ જગ્યાએ લગાવો, જેવી રીતે તમે ડેશકેમ લગાવો છો.
5. હવે જ્યારે પણ ડ્રાઈવ પર જાવ ત્યારે ફોન ચાલુ કરી એપ ઓન કરીને રેકોર્ડિંગ ઓન કરી લો.
6. જ્યારે તમે રેકોર્ડિંગ કરો છો, ત્યારે કારની સ્પીડ અને લોકેશન બંને સેવ થતું રહેશે. બસ તમારા ફોનની બેટરી ન ઉતરી જાય તેનું ધ્યાન રાખો.
આ રીતે તમારા જૂનના ફોનને ડેશકેમ તરીકે વાપરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications