Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જૂનો ફોન વેચી દેવાના બદલે અને બનાવો બ્લુટૂથ માઉસ, આ રહ્યા સ્ટેપ્સ
જો તમે લેપટોપ માટે નવું બ્લૂટૂથ માઉસ લેવાનું વિચારી રહ્યા છો, તો ખર્ચો કરતા પહેલા એકવાર આ આર્ટિકલ વાંચી લેજો. આ આર્ટિકલ તમારા પૈસા બચાવી શકે છે. જો તમે ઈચ્છો તો તમારા રેગ્યુલર સ્માર્ટફોનને માઉસ તરીકે યુઝ કરી શકો છો, અથવા તો કોઈ જૂના એન્ડ્રોઈડ ફોનને પણ માઉસ બનાવી શકો છો. આજકાલ દરેક વ્યક્તિ 2-3 વર્ષે ફોન બદલી જ નાખે છે, અને ફોન વેચવા પર ખાસ પૈસા આવતા નથી, વળી ડેટા લીક થવાનો ખતરો તો રહે જ છે.
આવી સ્થિતિમાં તમે તમારા જૂના સ્માર્ટફોનને બ્લૂટૂથ માઉસ બનાવીને યુઝ કરી શકો છો. અને આ ફોનને તમે લેપટોપ લઈને જ્યાં પણ જાવ, ત્યાં લઈ જવો પણ ઈઝી રહે છે. આ ઉપરાંત જો તમે ક્યાંક ગયા છો અને માઉસ ભૂલી ગયા છો, તો તમારા એક્ઝિસ્ટિંગ સ્માર્ટફોનને પણ માઉસમાં કન્વર્ટ કરી શકો છો. આના માટે બસ તમારે નીચે આપેલા કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરવાના છે.

મોબાઈલને માઉસ બનાવવા માટે બસ આટલું જ કરવાનું છે.
સ્ટેપ 1: બ્લૂટૂથ ચેક કરો
સૌથી પહેલા તો એ નક્કી કરી લો કે તમે જે લેપટોપ વાપરી રહ્યા છો, તે બ્લૂટૂથ સપોર્ટેડ છે કે નહીં. બધા જ લેપટોપમાં બ્લૂટૂથ ફીચર હોય છે, પરંતુ કેટલાક ડેસ્કટોપમાં આ ફીચર નથી મળતું. એટલે તમારી સિસ્ટમમાં બ્લૂટૂથ છે કે નહીં તે એકવાર ચેક કરી લો.
સ્ટેપ 2: બ્લૂટૂથ એક્ટિવેટ કરો
આના માટે તમારે પહેલા એન્ડ્રોઈડ ફોનમાં સેટિંગ્સમાં જવાનું છે, જ્યાં તમને બ્લૂટૂથનો ઓપ્શન મળશે. આ બ્લૂટૂથ ઓન કરો. હવે આ જ રીતે તમારા કમ્પ્યુટરનું બ્લૂટૂથ પણ ઓન કરો.
સ્ટેપ 3: હવે રિમોટ માઉસ એપ ઈન્સ્ટોલ કરો.
હવે તમે એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પર જઈને થર્ડ પાર્ટી બ્લૂટૂથ માઉસ એપ ઈન્સ્ટોલ કરી શકો છો. Remote Mouse, WiFi Mouse આવી જ જાણીતી એપ્સ છે. અમે બંને એપ્સથી રિમોટ માઉસ યુઝ કરવાના સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.
સ્ટેપ 4:
રિમોટ માઉસ એપ ફોનમાં ઓપન કરો અને કમ્પ્યુટરમાં પણ રિમોટ માઉસ એપ ઈન્સ્ટોલ કરો. કમ્પ્યુટરમાં આ એપ ઈન્સ્ટોલ કરવા માટે ફોનમાં એપ ઓપન કરીને મેઈલ આઈડી લખો, અને આ જ મેઈલ પર લિંક મળી જશે.
સ્ટેપ 5:
હવે તમારા પીસીમાં એપ ઈન્સ્ટોલ કરો, અને કમ્પ્યુટરની ફાયરવોલ સહિતની પરમિશન તમારે આપવી પડશે.
સ્ટેપ 6:
બાદમાં તમારા કમ્પ્યુટર અને મોબાઈલ બનેને એક જ વાઈફાઈ નેટવર્ક કે બ્લૂટૂથથી કનેક્ટ કરો. હવે તમારો ફોન વાયરલેસ માઉસ તરીકે કામ કરશે.
સ્ટેપ 7:
તમે મોબાઈલ એપની મદદથી માઉસની ટ્રેકિંગ સ્પીડ, સ્ક્રોલિંગ સ્પીડ, લેફ્ટ, રાઈટ ક્લિક પણ સેટ કરી શકો છો.
એન્ડ્રોઈડ ઉપરાંત આઈફોનમાં પણ માઉસની આવી એપ ઈન્સ્ટોલ કરી શકાય છે. આના માટે પણ મોટાભાગના સ્ટેપ્સ એક સરખા જ છે. પરંતુ કેટલીક એપ્સ પેઈડ હોય છે, તો કેટલાકમાં પ્રો વર્ઝન ખરીદવા પડે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications