એપલ આઇફોન અથવા આઈપેડ પર કેચ ડેટા ને કઈ રીતે ક્લીયર કરવું

By Gizbot Bureau
|

શું તમારા એપ્પલ આઇફોન આઇપેડ અચાનક જ કામ કરવામાં ધીમું પડી જાય અથવા તમારી એપ્સ અચાનક કામ કરતી બંધ થઇ જાય જેવી કે ગુગલ મેપ્સ અથવા સફારી સામાન્ય સમય કરતાં વધુ સમય પેજ લોડ કરવામાં ટાઈમ લે અને જો તમારું તેવા સંજોગો ની અંદર ઇન્ટરનેટ કનેક્શન પર સારી રીતે કામ કરી રહ્યું હોય તો તમારા આઇફોન અથવા આઇપેડ ની અંદર કેચ મેમરી તમારે ક્લિયર કરવી જોઈએ.

એપલ આઇફોન અથવા આઈપેડ પર કેચ ડેટા ને કઈ રીતે ક્લીયર કરવું

જો થિયોરિટીકલી વાત કરવામાં આવે તો કેચ ડેટા ને કારણે તે તમારા ડીવાઈસની અંદર અમુક ઇન્ફર્મેશન ને સેવ કરતું હોય છે જેથી જ્યારે તમે દર વખતે કોઈ એપને ઓપન કરો ત્યારે તેને દર વખતે એક ને એક માહિતી ને ફરી વખત લોડ કરવી ન પડે અને તમારી એપ ઝડપથી કામ કરી શકે પરંતુ ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણી બધી એપ્લિકેશનનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં કેચ ફાઇલને ઇન્સ્ટોલ કરવામાં આવતી હોય છે જેને કારણે તે તમારા સ્માર્ટફોન ના આખા પરફોર્મન્સ પર અસર કરે છે. અને થોડા થોડા સમયના અંતરે તેને ક્લિયર કરી રાખવી તે તમારા સ્માર્ટફોન અને ખૂબ જ મુદ્દો ચલાવી શકે છે અને લાંબા સમય સુધી સારી રીતે ચલાવી શકે છે.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે સૌથી વધુ કેચ મેમરીને બ્રાઉઝર દ્વારા સ્ટોર કરવામાં આવતી હોય છે કેમ કે તેમના દ્વારા હિસ્ટ્રી ઈમેજીસ વીડિયો પાસવર્ડ વગેરે જેવી બધી જ વસ્તુ ના કેચ મેમરી સ્ટોર કરવામાં આવે છે.

તો તમારા ડીવાઈસની અંદર સફારી દ્વારા જેટલી પણ બ્રાઉઝર કૂકીઝ અને બીજા બધા ડેટાને સ્ટોર કરવામાં આવ્યા હશે તેને ક્લિયર કરવામાં મદદ મળશે.

-તમારા આઇફોન અથવા આઇપેડ ની અંદર સેટિંગમાં જઇ અને સફારી ની અંદર જાવ.

-‎ત્યારબાદ પ્રાઇવસી અને સિક્યુરિટી સ્ટેશનની અંદર જઈ અને ક્લિયર હિસ્ટ્રી અને વેબસાઈટ ડેટા ઓપ્શનને પસંદ કરો.

-‎ત્યારબાદ તમારી સામે એક પોપ આવશે જેની અંદર ક્લિયર હિસ્ટ્રી અને ડેટા ના વિકલ્પ અને કન્ફર્મ કરો.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ દિવસની અંદર તમે જે એપલ આઈ ડી ની સાથે સાઈન કરેલું હશે અને તે એપલ આઈ ડી જેટલા પણ એપલ દિવસની અંદર જોડાયેલું હશે તે બધી જ જગ્યા પરથી સફારીના ડેટાને ક્લિયર કરી નાખવામાં આવશે.

થર્ડ પાર્ટી એપ્સને માટે કેચ દેતા ને કઈ રીતે ક્લીયર કરવું

-તમારા આઇફોન અથવા આઈપેડ પર સેટિંગ ઓપન કરો

-‎ત્યારબાદ જનરલ સેટિંગ્સ ની અંદર જાવ

-‎ત્યારબાદ આઈ ફોન સ્ટોરેજ ઓપ્શનને પસંદ કરો

-‎ત્યારબાદ તમે જે એપ માટે કેચ ડેટાને ક્લિયર કરવા માગતા હોવ તો તેને પસંદ કરો.

-‎ત્યારબાદ એપ સ્ટોરેજ સેટિંગ ની અંદર જઈ અને ઓફ લોડ એપ બટન પર ક્લિક કરો.

-‎ત્યારબાદ તમે જેટલી પણ એપની અંદરથી ડેટાને ક્લિયર કરવા માંગતા હોય તેની અંદર આ પ્રક્રિયાને અનુસરો અને ત્યારબાદ તમારા ડિવાઈસને રિસ્ટાર્ટ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Clear Cache Data On iPhone, iPad: Details.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X