વધારવી છે તમારા કમ્પ્યુટરની સ્પીડ, તો બસ કરો આટલું!

By Gizbot Bureau
|

તમારું કમ્પ્યુટર જો રોજેરોજ વપરાય છે, તો તેમાં ઘણો ડેટા રોજેરોજ ભેગો થાય છે. જેની અસર તમારા કમ્પ્યુટરના પર્ફોમન્સ પર પણ પડે છે. ખાસ કરીને તમારું બ્રાઉઝર, તમે કઈ કઈ વેબસાઈટ વિઝીટ કરી, તમારા પાસવર્ડ્ઝ, બ્રાઉઝર હિસ્ટ્રી, તમે શું ડાઉનલોડ કર્યું તેનો ડેટા સહિતની બધી જ માહિતી સ્ટોર કરે છે. સમયાંતરે તમારા કમ્પ્યુટરમાં આ બધી માહિતી જમા થયા જ કરે છે, જેને કારણે તમારા કમ્પ્યુટરની સ્પીડ ઘટવા લાગે છે. એટલે જ તમારે હંમેશા તમારા બ્રાઉઝરની કૅશ ફાઈલ્સ, કૂકીઝ અને હિસ્ટ્રી ડિલીટ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી તમારા કમ્પ્યુટરમાં થોડી જગ્યા પણ થશે, સાથે જ તમારી પર્સનલ માહિતી સુરક્ષિત પણ રહેશે.

વધારવી છે તમારા કમ્પ્યુટરની સ્પીડ, તો બસ કરો આટલું!

કૂકીઝ, કૅશ અને હિસ્ટ્રી શું છે?

ઘણીવાર જ્યારે તમે કોઈ વેબસાઈટ વિઝીટ કરો છો, ત્યારે ઘણીવાર એક પોપ અપ આવે છે, જેમાં તમને કૂકીઝ એક્સેપ્ટ કરવાનું પૂછવામાં આવે છે. ઘણીવાર આપણે સૌ આ મેસેજ જોયા વગર જ આપણું કામ ઝડપથી કરવા માટે આ બધા જ મેસેજ એક્સેપ્ટ કરી લઈએ છીએ. આ કૂકીઝ તમે જે વેબસાઈટ વિઝીટ કરો છો, તેના દ્વારા બનાવાયેલી ફાઈલ છે. આ ફાઈલ્સ તમે ઓનલાઈન જે કામ કરો છો, તેની માહિતી ભેગી કરે છે, જેને કારણે તમે બીજીવાર જ્યારે એ જ વેબસાઈટ વિઝીટ કરો, ત્યારે તમારો અનુભવ વધારે સરળ રહે.

તો બ્રાઉઝર કૅશ ફાઈલ્સ તમે જે વેબસાઈટ વિઝીટ કરી તેના પેજિઝની માહિતી જેમ કે ફોટોઝ સેવ કરે છે, જેનાથી જ્યારે તમે બીજીવાર વેબસાઈટ ઓપન કરો, ત્યારે બ્રાઉઝર વધારે લોડ લીધા વગર ફટાફટ વેબસાઈટ ઓપન કરી શકે.

તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી તમે જે જે વેબસાઈટ વિઝીટ કરી છે તેનું લિસ્ટ છે. જો તમે આ લિસ્ટ પ્રાઈવેટ રાખવા માંગો છો, તો તમારે રોજેરોજ તમારી હિસ્ટ્રી ડિલીટ કરવી જોઈએ. આમ કરવાથી તમારી માહિતી ખાનગી પણ રહેશે.

ચાલો હવે એ જાણીએ કે તમારા બ્રાઉઝરની કૅશ ફાઈલ્સ, કૂકીઝ અને હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરી શકાય છે.

ગૂગલ ક્રોમ માટેના સ્ટેપ્સ

1. સૌથી પહેલા તમારા લેપટોપમાં ગૂગલ ક્રોમ ઓપન કરો અને જમણીબાજુ ઉપરની તરફ અપાયેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

2. હવે અહીં More Tools પર ક્લિક કરો, જ્યાં તમને Clear Brousing Dataનો વિકલ્પ મળશે.

3. અહીં બ્રાઉઝિંગ હિસ્ટ્રી, ડાઉનલોડ હિસ્ટ્રી, કૂકીઝ અને અધર સાઈટ ડેટાના વિકલ્પ હશે, તે બધા જ ચેકબોક્સ પર ક્લિક કરો.

4. તમે બેઝિક સેટિંગ્સમાં જઈને આ બધું જ રિચેક પણ કરી શકો છો. સાથે જ ટાઈમ રેન્જ ડ્રોપ ડાઉન મેન્યુ પરથી સમય પણ સિલેક્ટ કરી શકો છો. પરંતુ જો તમારે કૅશ ફાઈલ્સ ડિલીટ કરવી છે, તો આ સમય મર્યાદામાં હંમેશા ઓલ ટાઈમનો વિકલ્પ પસંદ કરો.

5. હવે છેલ્લે તમારે Clear Dataના બટન પર ક્લિક કરવાનું છે.

બસ તમારું કામ થઈ ગયું. તમારા સિસ્ટમમાંથી હિસ્ટ્રી, કૅશ ફાઈલ્સ અને કૂકીઝ ડિલીટ થઈ ગયા છે.

સફારી માટેના સ્ટેપ્સ

1. જો તમે સફારી બ્રાઉઝર પર કામ કરી રહ્યા છો તો સૌથી ઉપરના મેન્યુ પર જાવ અહીં હિસ્ટ્રી અને તેમાં ક્લિયર હિસ્ટ્રીનો વિકલ્પ પસંદ કરો.

2. હવે તમારે કયા સમયની બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરવી છે, તે સમય મર્યાદા પસંદ કરો અને Clear Historyનો વિકલ્પ પસંદ કરો.

3. તમારી બધી જ બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને કૅશ ફાઈલ ડિલીટ થઈ ચૂકી છે.

મોઝિલા ફાયરફોક્સ માટેના સ્ટેપ્સ

1. ફાયર ફોક્સ માટે તમારે જમણી બાજુ ઉપરના કોર્નર પર રહેલા hamburger menu પર ક્લિક કરવાનું છે.

2. અહીં ડાબી બાજુ રહેલા Privacy and Security વિકલ્પ પર ક્લિક કરો. હવે નીચે સ્ક્રોલ કરીને Cookies and Site Data વિકલ્પ પસંદ કરો.

3. અહીં Delete Cookies and site data when firefox is closed વિકલ્પ સામેના ચેકબોક્સ પર ક્લિક કરો અને છેલ્લે Clear Data વિકલ્પ પસંદ કરો.

એકવાર તમારા બ્રાઉઝરમાંથી કૅશ ફાઈલ્સ, કૂકીઝ અને હિસ્ટ્રી ડિલીટ થઈ ગઈ જાય, પછી જો તમે જે રેગ્યુલર સાઈટ વિઝીટ કરો છો, તે ફરી વિઝીટ કરશો તો થોડી તકલીફ પડશે. પરંતુ આ બધું જ ડિલીટ કરવાથી તમારા કમ્પ્યુટરનું પર્ફોમન્સ ઘણું સુધરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Cleanup your browsers cache, cookies and history for a faster computer

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X