Google chrome: આટલું કરો અને તમારું બ્રાઉઝર ચાલશે ફાસ્ટ

By Gizbot Bureau
|

હાલના સમયમાં ગૂગલ ક્રોમ એવું વેબ બ્રાઉઝર છે, જેની કોઈ હરિફાઈ નથી. આખા વિશ્વમાં મોટા ભાગના લોકો ક્રોમ વેબ બ્રાઉઝરનો જ ઉપયોગ કરે છે. Google Chromeની ખાસિયત તેના શાનદાર ફીચર્સ અને યુઝર ફ્રેન્ડલી ડિઝાઈન છે. ગૂગલ ક્રોમ વધારે અસરકારક રીતે કામ કરે છે, અને તાના જબરજસ્ત ફીચર્સને કારણે તમારા કામની ઘણી બાબતો યાદ રાખે છે. પરિણામે તમારું કામ સરળ બને છે. જો તમે ગૂગલ ક્રોમનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છો, તો તમે અમારી આ વાત સાથે જરૂરથી સહમત થશો.

Google chrome: આટલું કરો અને તમારું બ્રાઉઝર ચાલશે ફાસ્ટ

ગૂગલે જૂના વર્ઝનની ખામીઓને દૂર કરતા ક્રોમનું નવું વર્ઝન ક્રોમ 108 લોન્ચ કર્યું છે. જેમાં બે નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ બે ફીચર્સને કારણે ક્રોમનું પાવર મેનેજમેન્ટ અને રિસોર્સ મેનેજમેન્ટ વધારે સારું થશે. ગૂગલ ક્રોમ 108માં મેમરી સેવર અને એનર્જી સેવર ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ બે ફીચર્સની સાથે જ અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવ્યા છીએ, જેના કારણે તમારા બ્રાઉઝરનું પર્ફોમન્સ વધારે ઝડપી બનશે.

જો તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર બરાબર નથી ચાલી રહ્યું, તો નીચે આપેલી ટિપ્સ ફોલો કરો.

લેટેસ્ટ વર્ઝન કરો અપડેટ

જો તમારું ક્રોમ બ્રાઉઝર બરાબર કામ નથી કરવું તો સૌથી પહેલા તમારે તેનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું જોઈએ. હંમેશા લેટેસ્ટ વર્ઝનમાં જૂની ખામીઓ દૂર કરવામાં આવે છે અને નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે, જેને કારણે બ્રાઉઝરનું પર્ફોમન્સ સુધરે છે.

વપરાશમાં ન હોય તેવા ટેબ બંધ કરો અને મેમરી સેવર ફીચરનો ઉપયોગ કરો

વેબ બ્રાઉઝરમાં જેટલા ટેબ વપરાશમાં હોય, તેટલો સિસ્ટમનો વપરાશ વધારે થાય છે. જો તમારી પાસે 4 જીબી કે 8 જીબી રેમ ધરાવતી સિસ્ટમ છે, તો વધારે ટેબ ખુલ્લા હોય, ત્યારે તમારા બ્રાઉઝરનું પર્ફોમન્સ સ્લો થઈ શકે છે. આ સ્થિતિને પહોંચીવળવા જ ગૂગલે ક્રોમના નવા વર્ઝનમાં મેમરી સેવર ફીચર આપ્યું છે, જે ઓટોમેટિકલી ઈનએક્ટિવ ટેબ્સને સ્લીપ મોડમાં મૂકી દે છે.

વધારાની પ્રોસેસ બંધ કરો

વધારાની પ્રોસેસ એટલે કે તમે ક્રોમમાં એડ કરેલા જરૂર વગરના એક્સટેન્શન, ટાસ્કને હટાવી દો. બેકગ્રાઉન્ટમાં ચાલતા ટાસ્ક કે એક્સટેન્શનને કારણે પણ તમારા બ્રાઉઝરના પર્ફોમન્સ પર અસર પડી શકે છે.

નેટવર્ક એક્શન પ્રીડિક્શન ઓન કરો

ગૂગલ ક્રોમમાં નેટવર્ક એક્શન પ્રીડિક્શન નામનું ફીચર આપવામાં આવે છે, જે કોઈ પણ વેબપેજને ઝડપથી લોડ કરે છે.

આ ફીચરને અનેબલ કરવા માટે સૌથી પહેલા ક્રોમના સેટિંગ્સને ઓપન કરો, અહીં પ્રાઈવસી અને સિક્યોરિટીમાં જાવ. બાદમાં તમારી કૂકીઝ અને અધર સાઈટ ડેટા ફીચર પર ક્લિક કરવાનું છે. જ્યાં તમને પ્રીલોડ પેજીસ ફોર ફાસ્ટર બ્રાઉઝિંગ એન્ડ સર્ચિંગ ફીચર મળશે, તેને ઓન કરો.

એનર્જી સેવર ઓપ્શન અનેબલ કરો

ગૂગલ ક્રોમના 108 વર્ઝનમાં એનર્જી સેવર મોડ પણ આપવામાં આવ્યો છે. આ મોડ ગૂગલ ક્રોમના પર્ફોમન્સને ઓટોમેટિકલી સ્ટ્રીમ લાઈન કરે છે, જે તમારી સિસ્ટમની બેટરીલાઈફ પણ વધારે છે. એટલે જો તમે સતત ગૂગલ ક્રોમનો યુઝ કરો છો, તો લેટેસ્ટ વર્ઝન અપડેટ કરીને આ મોડ ઓન કરી દો

Best Mobiles in India

Read more about:
English summary
Chrome 101: 5 Tips To Boost Browser’s Performance

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X