Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારો પાસવર્ડ તો નથી થયો ને લીક? આ ટ્રિકથી જાણી લો
ડિજિટલ થઈ રહેલી દુનિયામાં પાસવર્ડ્ઝ સેફના લોકની જેમ કામ કરે છે. આવી સ્થિતિમાં પાસવર્ડ લીક થવા કે પછી ક્યાંક સેવ થઈ જવા એ વધારે નુક્સાનકારક બને છે. તાજેતરમાં જ કેટલાક ડેટા લીકના કિસ્સા સામે આવ્ય છે, જેમાં માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સથી લઈને ટેલિકોમ કંપની એરટેલ સુધીના યુઝર્સ ડેટા લીકનો શિકાર બન્યા છે. આવી સ્થિતિમાં તમારે પણ ચેક કરી લેવું જોઈએ કે તમારો પાસવર્ડ તો લીક નથી થયો ને. આ જાણવાની એક રીત સાવ સરળ છે.

Have I Been Pwned (HIBP) વેબસાઈટનો કરો ઉપયોગ
HIBP એક ફ્રી સર્વિસ છે, જે તમને એ ચેક કરવાની તક આપે છે કે તમારું ઈમેઈલ એડ્રેસ અથવા તો યુઝરનેમ કોઈ ડેટા લીકનો શિકાર બન્યું છે કે નહીં. તમારે આના માટે બસ HIBP વેબસાઈટ પર જવાનું છે અને તમારું ઈમેઈલ એડ્રેસ લખવાનું છે. જો તમારું ઈમેઈલ એડ્રેસ કોઈ લીકમાં દેખાયું હશે, તો આ વેબસાઈટ તમને જણાવી દેશે અને ત્યાર બાદ તમે પાસવર્ડ બદલી શકો છો.
Google Chromeમાં Saved Passwords ફીચરનો ઉપયોગ કરો
જો તમે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો Saved Passwords સુવિધાનો લાભ લઈ શકો છો તમે અહીં જઈને ચેક કરી શકો છો કે કયા કયા પાસવર્ડ લીક થયા છે. આના માટે તમારે બસ ક્રોમ ઓપન કરવાનું છે, મેન્યુમાં જઈ સેટિંગ્સમાં જવાનું છે. અહીં Advanced પર ક્લિક કરવાનું છે અને પછી પાસવર્ડ્ઝ પર જવાનું છે. Saved passwords સેક્શનમાં તમને Compromised Passwords મળશે, તેના પર ક્લિક કરો. હવે ક્રોમ તમને એ પાસવર્ડઝ બતાવશે, જે લીક થઈ ચૂક્યા છે.
પાસવર્ડ મેનેજર ટૂલનો ઉપયોગ કરો
તમે પાસવર્ડ મેનેજર એપ અથવા તો સોફ્ટવેરમાં પણ પાસવર્ડ સેવ કરી શકો છો. ઘણી પાસવર્ડ મેનેજર એપ્સ એ ઓપ્શન આપે છે, જેનાથી તમે તમારા પાસવર્ડ લીક થયા છે કે નહીં તે ચેક કરી શકો. તમે પાસવર્ડની સ્થિતિ ચેક કર્યા બાદ તેને બદલી શકો છો.
ધ્યાન રાખો કે તમારે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ યુઝ કરવું જોઈએ. તેનાથી લોગ ઈન સમયે ઓટીપી અથવા તો અપ્રૂવલ નોટિફિકેશન આવે છે. જેનાથી તમારા અકાઉન્ટમાં કોઈ લોગ ઈન કરે તો તમને ખબર પડી જાય. આ ઉપરાંત સમયાંતરે તમારા પાસવર્ડ બદલતા રહો. પાસવર્ડ સેટ કરતા સમયે તેમાં સ્પેશિયલ કેરેક્ટર્સ અને નંબરનો પણ ઉપયોગ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications