Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિયલ ટાઈમ લોકેશનના બદલે મોકલી શકો છો ફેક લોકેશન, જાણો કેવી રીતે
શું તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર રિયલ ટાઈમ લોકેશન બદલવા ઈચ્છો છો? ઘણીવાર એવું થાય છે કે આપણે પોતાનું લોકેશન હાઈડ કરવું પડે છે, ખાસ કરીને જ્યારે આપણે નવી જગ્યાઓ વિશે સર્ચ કરતા હોઈએ કે પછી કોઈ ખાસ જગ્યા પર આધારિત એપ યુઝ કરવી હોય, ત્યારે આપણે લોકેશન બદલું પડતું હોય છે.
જો કે, લોકેશન બદલતા સમયે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે સુરક્ષિત અને કાયદાકીય રીતે પોતાનું લોકેશન ચેન્જ કરો. ચાલો જાણીએ કે કેવી રીતે એન્ડ્રોઈડ ડિવાઈસ પર તમે રિયલ ટાઈમ લોકેશન ચેન્જ કરી શકો છો. લોકેશન બદલવાના ઘણા ઓપ્શન હાથવગા છે. આગળ અમે તમને જુદી જુદી રીતે જણાવીશું કે તમે ફોનનું રિયલ ટાઈમ લોકેસન કેવી રીતે બદલી શકો છો.

1. ડેવલપર ઓપ્શન
તમારા એન્ડ્રોઈડ ફોનમાં ડેવલપર ઓપ્શન ઓન કરી દો અને મોક લોકેશન એપ્સ ઓપ્શન એક્ટિવેટ કરી દો. હવે તમે ફેક જીપીએસ એપ્સનો ઉપયોગ કરી શકો છો, જે તમને ફેક લોકેશન સેટ કરવાનું ઓપ્શન આપે છે.
2. GPS સ્પૂફિંગ એપ્સનો ઉપયોગ કરો
પ્લે સ્ટોર પર ઘણી જીપીએસ સ્પૂફિંગ એપ્સ અવેલેબલ છે, જેની મદદથી તમે કોઈ પણ બીજા લોકેશનને કોપી કરીને તમારા રિયલ ટાઈમ લોકેશન તરીકે યુઝ કરી શકો છો. જો કે આવી એપ્સ વાપરતા સમયે સાવચેતી એ રાખવાની છે કે આ એપ્સ સુરક્ષિત હોય. કારણ કે આવી એપ્સ ગેરકાયદે કામોમાં ઉપયોગમાં લેવાતી હોય છે. જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
3. VPNનો ઉપયોગ કરો
તમે વીપીએન સર્વિસનો ઉપયોગ કરીને પણ પોતાનું લોકેશન બદલી શકો છો. વીપીએન ફેક લોકેશન ક્રિએટ કરે છે. જો કે આ સર્વિસનો ઉપયોગ કરવો યુઝર્સ માટે થોડો અઘરો છે પરંતુ રિયલ ટાઈમ લોકેશન હાઈડ કરવા માટે વીપીએન બેસ્ટ ઉપાય છે.
4. બ્રાઉઝર એક્સ્ટેન્શનનો ઉપયોગ કરો.
જો તમે વેબ બ્રાઉઝરમાં પોતાનું લોકેશન બદલવા ઈચ્છો છો, તો ઘણા એક્સટેન્શન છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ એક્સટેન્શન તમને લોકેશન બદલવામાં મદદ કરી શકે છે.
રિયલ ટાઈમ લોકેશન બદલવા ઘણી પરિસ્થિતિમાં યોગ્ય હોઈ શકે છે, પરંતુ તેનાથી તમારી પ્રાઈવસી જોખમાઈ શકે છે. એટલે હંમેશા સાવચેતી રાખો અને સુરક્ષિત સોર્સ દ્વારા જ લોકેશન સ્પૂફિંગ એપ્સ ઈન્સ્ટોલ કરો. જો તમે તેનો ખોટો ઉપયોગ કરો છો, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અથવા તો મિત્રો સાથે મજાક મસ્તી કરવા તમે આ લોકેશનનો ઉપયોગ કરી શકો છો. જો કે ધ્યાન રાખો કે ગેરકાયદે કામને અંજામ આપવા લોકેશન ચેન્જ ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications