Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઘર કે ઓફિસમાં CCTV લગાવતા પહેલા આટલું જરૂર વાંચી લેજો
CCTV આજકાલ જરૂરિયાત બની ચૂક્યા છે. હવે તો મોલથી લઈને કરિયાણાની દુકાન સુધી બધે જ CCTV જોવા મળે છે. ગામડું હોય કે શહેર, ઘર હોય કે ઓફિસ CCTVનો ઉપયોગ સામાન્ય બની ચૂક્યો છે. CCTVનો ઉપયોગ વધવા પાછળનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. લોકો ઘર, ઓફિસ કે દુકાનમાં CCTV એટલા માટે લગાવે છે, જેથી સેફ્ટી જાળવી શકાય.
સામાન્ય રીતે CCTV બે પ્રકારના હોય છે, એક હોય છે વાયરવાળઆ અને બીજા હોય છે વાયરલેસ. CCTV કેમેરા સાથે લાઈવ ફીડ માટે ઈન્ટરનેટ કનેક્શન જરૂરી હોય છે. પરંતુ જો તમારે લાઈવ ફીડ નથી જોવી, તો તમે કોઈ હાર્ડ ડિસ્કમાં ફીડ રેકોર્ડ કરી શકો છો.

હવે વાયરલેસ CCTV કેમેરા 4જી સિમ કાર્ડ સાથે પણ આવે છે. તમારામાંથી ઘણા લોકો હાલમાં CCTV વાપરતા હશે, તો કેટલાક લોકો પોતાના ઘરે CCTV લગાવવાનું આયોજન કરી રહ્યા હશે. પરંતુ જો તમે ઘર કે ઓફિસ કે ગમે ત્યાં CCTV કેમેરા લગાવવાનું આયોજન કરી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
CCTV કેમેરા લગાવતા પહેલા આટલું ધ્યાન રાખો.
- સૌથી પહેલા તો એ નક્કી કરો કે તમારે CCTV કેમેરા ક્યાં લગાવવાના છે. પછી જગ્યા પ્રમાણે CCTV કેમેરા ખરીદો.
- જો તમે ઈન્ડોર પરિસ્થિતિ જોવા માટે CCTV કેમેરા ખરીદી રહ્યા છો, તો તમારે ડોમ કેમેરા ખરીદવા જોઈએ અને આઉટડોર માટે બુલેટ કેમેરા ખરીદવા જોઈએ. જો તમે મોટા વિસ્તારને કવર કરવા ઈચ્છો છો તો તમારે પેન, ટિલ્ટ, ઝૂમ કેમેરા ખરીદવા જોઈએ. આ પ્રકારના કેમેરા ફરી શકે છે અને ઝૂમ પણ કરી શકે છે.
- જો તમે કોઈ પણ જગ્યાએથી કેમેરાની લાઈવ ફીડ જોવા ઈચ્છો છો, તો તમારે આઈપી કેમેરા લેવા જોઈએ. તેમાં ઈન્ટરનેટ કનેક્શન એડ કર્યા બાદ એપ પર તમે લાઈવ ફીડ જોઈ શકો છો.
- તમારી જરૂરિયાત પ્રમાણે કેમેરાનું રિઝોલ્યુશન પણ ચેક કરો. તમે 720p, 1080p, 4K કયો કેમેરા લેવા ઈચ્છો છો, તે પણ ચેક કરો.
- કેમેરાના લોકલ સ્ટોરેડ કે ક્લાઉડ સ્ટોરેજને પણ ખરીદતા સમયે જ ચેક કરો. જો કે, ક્લાઉડ સ્ટોરેજ હંમેશા મોંઘુ પડતું હોય છે, પરંતુ તેની સારી વાત એ છે કે તમે તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકો છો.
- જો તમે રાત્રે પણ ધ્યાન રાખવા ઈચ્છો છો, તો તમારે નાઈટ વિઝન ફીચર ધરાવતા કેમેરા ખરીદવા જોઈએ.
- તમે જરૂરિયાત પ્રમાણે મોશન ડિટેક્શન અને એલેર્ટવાળો કેમેરા પણ ખરીદી શકો છો, તેનો ફાયદો એ છે કે તે કોઈ પણ પ્રકારની હરકતની માહિતી તરત આપે છે.
- જ્યારે તમે CCTV કેમેરા ખરીદો, તો બ્રાન્ડેડ જ ખરીદો. કારણ કે તેની ક્વોલિટી અને સર્વિસ સારી હોય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications