Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Number દ્વારા ઉપાડો રોકડ, ATM કાર્ડની જરૂર નહીં પડે
આજકાલ મોટાભાગના લોકો કેશના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા થઈ ગયા છે. જો કે એવી ઘણી પરિસ્થિતિ આવે છે, જ્યારે કેશની જરૂર પડે છે. આમ તો મોટાભાગે ફટાફટ કેશ વિથ ડ્રો કરવા માટે એટીએમનો ઉપયોગ થાય છે, પરંતુ પૈસા ઉપાડવા માટેની એક સરળ રીત પણ છે. તમે તમારા આધાર કાર્ડ દ્વારા એકદમ સરળતાથી કેશ ઉપાડી શકો છો. NCPI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યુઝર્સને AEPS Aadhaar Enabled Payment System આપવામાં આવે છે. આ સર્વિસ યુઝ્સને આધા કાર્ડ નંબર અે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા બેન્કિંગને લગતા કામ કરવાની સુવિધા આપે છે. તેનાથી રોકડ ઉપાડવી, બેલેન્સ ઈન્ક્વાયરી, માઈક્રો એટીએમ પર ફંડ ટ્રાન્સફર જેવા કામ કરી શકાય છે.

આધાર કાર્ડની મદદથી આ રીતે વિથડ્રો કરો કૅશ
આધાર કાર્ડની મદદથી કેશ વિથ ડ્રો કરવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તમારો આધાર નંબર બેન્ક અકાઉન્ટ સાથે લિંક હોવો જોઈએ. જો તમારો આધાર નંબર અને બેન્ક અકાઉન્ટ લિંક છે, તો તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: આ રીતે પૈસા ઉપાડવા માટે તમારે AEPS સપોર્ટ કરનારા બેન્કિંગ એજન્ટ કે માઈક્રો એટીએમ પર જવાનું છે. મોટા ભાગે આ સુવિધા ગ્રામીણ વિસ્તારોમાં, બેન્કિંગ આઉટલેટ્સ કે મોબાઈલ બેન્કિંગ સર્વિસમાં હોય છે.
સ્ટેપ 2: માઈક્રો એટીએમ પર જઈને તમારો 12 ડિજિટવાળો આધાર નંબર એન્ટર કરો.
સ્ટેપ 3: ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદથી બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો. ઓથેન્ટિકેશન સફળ થયા બાદ આધાર કાર્ડ સાથે ડેટા મેચ થવો જરૂરી છે.
સ્ટેપ 4: ઓથેન્ટિકેશન બાદ સિસ્ટમ તમને ઘણા ઓપ્શન દેખાડશે. તેમાંથી Cash Withdrawal સિલેક્ટ કરો.
સ્ટેપ 5: હવે તમારે જેટલી રોકડ ઉપાડવી છે, તે અમાઉન્ટ એન્ટર કરો. આમ કર્યા બાદ તમારા લિંક્ડ બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જશે. ધ્યાન રાખો કે તમે જે અમાઉન્ટ નાખી રહ્યા છો, તે વિથડ્રોઅલ લિમિટમાં જ હોય.
સ્ટેપ 6: ટ્રાનેઝક્શન પુરુ થશે એટલે બેન્કિંગ એજન્ટ તમને પૈસા આપી દેશે. સાથે જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટ્રાન્ઝેક્શન પૂરું થવાનો મેસેજ પણ આવશે.
આટલું ખાસ ધ્યાન રાખો
1. તમારો આધાર નંબર માત્ર ઓથોરાઈઝ્ડ બેન્કિંગ સર્વિસને જ આપો.
2. ટ્રાન્ઝેક્શન એલર્ટ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને અપડેટ રાખો.
3. ધ્યાન રાખો કે આખી પ્રોસેસમાં યુઝ થનારું ફિંગર પ્રિન્ટ સ્કેનર સિક્યોર હોય.
સાથે જ એ પણ જાણી લો કે AEPS સર્વિસ મોટાભાગની નેશનલ બઅને રિજનલ બેન્કમાં મળી રહી છે. જો કે તે બેન્કની બ્રાન્ચ અને એરિયા પર પણ આધાર રાખે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications