Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કોણ તમને કરી રહ્યું છે ફોન? ફોનની સ્ક્રીન જોયા વગર જ પડશે ખબર
જો તમને ફોન આવે, તમારા ફોનમાં રિંગ વાગે ત્યારે જ તમને સ્ક્રીન પર જોયા વગર જ ખબર પડી જાય કે કોણ તમને ફોન કરી રહ્યું છે? તો મજા મજા પડી જાય છે. અત્યારે આ વાંચવામાં તમને લાગશે કે કેવા ટાઢા પહોરના ગપ્પા જેવી વાત છે. પરંતુ અમે મજાક નથી કરી રહ્યા. એન્ડ્રોઈડ ફોનમાં જ જો તમે ગૂગલ ફોન એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે ફોનના એક સેટિંગનો ઉપયોગ કરવો જોઈએ. આ સેટિંગની મદદથી તમારે કોનો ફોન છે, તે જોવા અને જાણવા માટે ફોન હાથમાં નહીં લેવો પડે. આ ફીચરનું નામ છે કોલર આઈડી અનાઉન્સમેન્ટ

કેવી રીતે કામ કરે છે આ ફીચર?
ગૂગલ ફોન એપમાં રહેલું આ સેટિંગ ફોનની રિંગ વાગવાની સાથે જ તમને કહી દેશે કે કોણ તમને ફોન કરી રહ્યું છે.
જો કોલર આઈડી અનાઉન્સમેન્ટ સેટિંગ અનેબલ હોય, તો રિંગની સાથે સાથે કૉલરનું નામ પણ ફોનના સ્પીકર પર વાગે છે, એટલે કે નામની પણ અનાઉન્સમેન્ટ થાય છે. ફોનમાં તમે કોન્ટેક્ટ જે નામથી સેવ કર્યો છે, સ્ક્રીન પર જે નામ દેખાય છે, તે જ નામ કોલર આઈડીમાં અનાઉન્સ થાય છે.
કોલર આઈડી અનાઉન્સમેન્ટ ફીચર અનેબલ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
જો તમે Phone by Google એપનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે આ એપની સીધી ઓપન કરી શકો છો. જો તમે આ એપ નથી વાપરી રહ્યા તો પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા Phone By Google એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ રાઈટ કોર્નર પર મેન્યુ ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સેટિંગ્સ પર ટેપ કરો.
સ્ટેપ 4: બાદમાં Advanced ઓપ્શનમાં Caller ID Announcement પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમને Always, Only when using a headset એમ બે જુદા જુદા ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 6: આમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરશો, એટલે કોલર આઈડી અનાઉન્સમેન્ટ એક્ટિવેટ થઈ જશે.
જો કે, ધ્યાન રાખો કે તમે ક્યારેક પબ્લિક પ્લેસ પર છો કે ઓફિસમાં છો, ત્યારે કોન્ટેક્ટના નામની અનાઉન્સમેન્ટ તમને વિયર્ડ સિચ્યુએશનમાં મૂકી શકે છે. એટલે તમારી જરૂરિયાત અને સુવિધા પ્રમાણે તેનો ઉપયોગ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications