Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
QR Code સ્કેન કરતા સાચવજો, નહીં તો બેન્ક અકાઉન્ટ થઈ જશે ખાલી!
UPI અને ડિજિટલ લેવડ દેવડ હવે આપણા રોજિંદા જીવનનો ભાગ બની ચૂકી છે. SMS મોકલવા કે વ્હોટ્સ એપ મેસેજ કરવા જેટલી જ સરળતાથી યુઝર્સ ગણતરીની સેકન્ડમાં કોઈના પણ બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કિંગ સરળ છે, ઝડપી છે અને સુરક્ષિત પણ છે. પરંતુ બીજી તરફ તેમાં ઓનલાઈન છેતરપિંડીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

હવે આવ્યું QR કોડ સ્કેમ
છેલ્લા કેટલાક વર્ષોમાં જેમ જેમ ઈન્ટરનેટનો વ્યાપ અને ઉપયોગ વધ્યો છે, તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. ફિશિંગ લિંક, સીમ સ્વેપ, ફિશિંગ કોલ્સ સહિત નવા નવા ઉપાયો દ્વારા ઠગો આપણને છેતરી જાય છે. આવા ઓનલાઈન સ્કેમર્સ લોકોને છેતરવા માટે ટાંપીને બેઠા હોય છે. જેમ જેમ ટેક્નોલોજી વિક્સે છે, તેમ તેમ તેઓ પણ નવા નવા ઉપાયો શોધી કાઢે છે. હવે આવા ફ્રોડસ્ટર્સ ક્યૂઆર કોડ સ્કેમ લઈને આવ્યા છે. આમ તો આ સ્કેમ નવું નથી, પરંતુ આજકાલ આના દ્વારા ફ્રોડસ્ટર્સ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે.
QR કોડ સ્કેમ શું છે?
સ્કેમર્સ પહેલા તો લોકોને એ સમજાવે છે કે તેઓ તમને ક્યૂઆર કોડ મોકલીને તેના દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે. આ માટે તમારે ક્યૂઆર કોડ સ્કેન કરવાનો છે, અને તમારે જે પેમેન્ટ મેળવવાનું છે, તે પેમેન્ટ એન્ટર કરવાનું છે. બાદમાં ઓટીપી એન્ટર કરવાનો છે. પરંતુ તમને જણાવી દઈએ કે ક્યૂઆર કોડ માત્ર પૈસા મોકલવા માટે જ સ્કેન કરવામાં આવે છે. ક્યારેય પૈસા મેળવવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરવામાં આવતો નથી. એટલે હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને પૈસા મેળવવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરવાનું કહે અને ઓટીપી નાખવાનું કહે તો સાચવજો. આમ કરવાથી તમારા ખાતામાંથી જ પૈસા ગાયબ થઈને તેમને મળી જશે.
QR કોડ સ્કેમથી બચવા માટે આટલું કરો.
1. ક્યારેય તમારી UPI આઈડી અથવા બેન્ક ખાતાને લગતી માહિતી અજાણ્યા લોકો સાથે શૅર નક રો.
2. જો તમે OLX કે અન્ય સાઈટ્સ પર સામાન વેચી રહ્યા છો, તો શક્ય હોય ત્યાં સુધી રોકડેથી વ્યવહાર કરો.
3. જો તમારે પૈસા મેળવવાના છે, તો તેના માટે ક્યારેય ક્યૂઆર કોડ સ્કેન ન કરો.
4. પૈસા મોકલતા સમયે પણ ક્યૂઆર કોડ દ્વારા દર્શાવવામાં આવતી માહિતી ફરી ચેક કરો.
5. જો કોઈ ક્યૂઆર કોડ પર અન્ય ક્યૂઆર જેવું જ સ્ટીકર જોવા મળે, તો આવા ક્યૂઆર કોડ સ્કેન ન કરો.
6. ક્યારેય કોઈ પણ પ્રકારનો ઓટીપી કોઈની સાથે શૅર ન કરો.
7. જો તમે કોઈ વસ્તુ વેચી કે ખરીદી રહ્યા છો, તો સામેના વ્યક્તિનું આઈડી પ્રૂફ ચેક કરો.
8. શક્ય હોય ત્યાં સુધી તમારો મોબાઈલ નંબર પણ શૅર ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications