Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ ટિપ્સ ફોલો કરશો, તો લેપટોપનો બેટરી બેકઅપ વધી જવાની છે ગેરેન્ટી
જો તમે પણ લેપટોપના યુઝ દરમિયાન બેટરી સંબંધિત સમસ્યાઓ અનુભવી રહ્યા છો, તો ચિંતા ન કરો. અમે તમને કેટલીક એવી ટિપ્સ આવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે આ સમસ્યાઓ સરળતાથી દૂર કરી શક્શો. મોટા ભાગે આપણે લેપટોપની બેટરીનું એટલું સારું ધ્યાન નથી રાખતા, જેટલું ધ્યાન રેમ, ઓપરેટિંગ સિસ્ટમ અને મેમરી ઉપરાંત બીજા પાર્ટનું રાખીએ છીએ. એટલે જ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લોકો વાતો કરતા હશે કે લેપટોપ તો બરાબર ચાલે છે, પરંતુ બેટરી બેકઅપ બરાબર નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે કેટલીક બાબતમાં સાવચેતી નથી રાખતા, જેને કારણે બેટરી બેકઅપ ઝડપથી ઘટી જાય છે.

1. પાવર સેટિંગ્સ ચેક કરો
સૌથી પહેલા તો એ ચેક કરો કે તમારું લેપટોપ બેટરી સેવિંગ મોડ પર છે કે નહીં. આ મોડ ઓન કરવાથી લેપટોપના કેટલાક ફીચર્સ બંધ થઈ જાય છે, જેને કારણે બેટરી ઓછી વપરાય છે. જો કે આના કારણે લેપટોપના પર્ફોમન્સ પર અસર પડી શકે છે.
2. રનિંગ પ્રોગ્રામ્સ બંધ કરો
જો તમે લેપટોપમાં એક સાથે ઘણા સોફ્ટવેર યુઝ કરી રહ્યા છો, તો બેટરી પર વધારે લોડ પડે છે. એટલે જે પ્રોગ્રામની જરૂર નથી, તે બંધ કરી દો. આમ કરવાથી બેટરી બેકઅપ સુધરી જશે, અને બેટરીની લાઈફ પણ વધી જશે.
3. બ્રાઈટનેસ ઓછી કરો.
સ્ક્રીનની બ્રાઈટનેસ વધારે રાખવાથી પણ બેટરી જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે. એટલે તમારી સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખો, અથવા તો બ્રાઈટનેસને ઓટો મોડ પર સેટ કરો.
4. ચાર્જિંગ પોર્ટ સાફ કરો.
ઘણી વાર ચાર્જિંગ પોર્ટમાં ધૂળ અને કચરો જામી જવાથી બેટરી બરાબર ચાર્જ નથી થતી. એક સોફ્ટ બ્રશની મદદથી સમયાંતરે પોર્ટને સાફ કરવો જોઈએ. જો કે આવું ત્યારે જ થાય છે, જ્યારે લેપટોપ ઘણું જૂનું થઈ ચૂક્યુ હોય, અથવા તો તમે એવી જગ્યાએ લેપટોપનો યુઝ કરો છો, જ્યાં ધૂળ વધારે ઉડતી હોય.
5. કનેક્ટિવિટી ચેક કરો
વાઈ ફાઈ, બ્લૂટૂથ જેવા કનેક્શન પણ વધારે બેટરી ખાય છે. જ્યારે આ કનેક્શનની જરૂર ન હોય, ત્યારે તેને બંધ કરી દો. બેટરીની લાઈફ તેની સાઈકલ પર આધાર રાખે છે. જેટલી જલ્દી બેટરીની સાઈકલ સમાપ્ત થઈ જાય છે, એટલી જલ્દી બેટરી ખરાબ થઈ જાય છે.
આ ટિપ્સ ફોલો કરીને તમે લેપટોપની બેટરીને લગતી સમસ્યા સોલ્વ કરી શકો છો. યોગ્ય સમયે આ મુદ્દાઓનું ધ્યાન રાખવુંજ રૂરી છે. જો આ બધું ધ્યાન રાખવા છતાંય તમારા લેપટોપનો બેટરી બેકઅપ બરાબર નથી, તો સમજો કે બેટરી બદલવાનો સમય આવી ગયો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
