Just In
Ayushman Bharat યોજનામાં સ્કેન કરો અને ઝડપી સારવાર મેળવો, જાણો સ્ટેપ્સ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પોતાની સ્વાસ્થ્ય યોજના આયુષ્યમાન ભારતનો લાભ વધારેને વધારે નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે જુદા જુદા પગલાં લઈ રહી છે. હવે કેન્દ્ર સરકારે સ્કેન એન્ડ શૅર સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા લાભાર્થીઓ વધુ ઝડપથી ઓપીડીની સેવા મેળવી શક્શે. ઓક્ટોબર 2002માં આ સ્કેન એન્ડ શૅર સર્વિસની શરૂઆત નવી દિલ્હીની એક હોસ્પિટલમાંથી કરી હતી. હવે દેશના 18 રાજ્યોમાં 200થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં લાભાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે.

લોન્ચ કર્યાના માત્ર 75 દિવસની અંદર જ આ સ્કેન એન્ડ શેર સર્વિસનો લાભ દેશમાં 1 લાખ કરતા વધુ પેશન્ટ લઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આ સ્કેન એન્ડ શેર સર્વિસને કારણે ઓપીડીની સારવાર મેળવવામાં લોકોને સમય નથી બગડતો. દર્દીઓને આ સર્વિસને કારણે તાત્કાલિક ઓપીડીની સારવાર મળી જાય છે. દેશમાં કર્ણાટક, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ લાભાર્થીઓ આયુષ્યમાન ભારત ડિજીટલ યોજનાની સ્કેન એન્ડ શૅર સર્વિસનો લાભ મેળવી રહ્યા છે.
સ્કેન એન્ડ શૅર સર્વિસનો આ રીતે કરો ઉપયોગ
- આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની સ્કેન એન્ડ શૅર સર્વિસનો લાભ લેવા માટે યુઝર્સે માત્ર એક યુનિક QR કોડ સ્કેન કરવાનો રહે છે.
- આ ક્યૂઆર કોડ તમે જ્યાં સારવાર મેળવવા જાઓ છો, તે આરોગ્ય સેન્ટર કે હોસ્પિટલમાં લગાવવામાં આવેલો હોય છે.
- લાભાર્થીઓ ABHA App, આરોગ્ય સેતુ એપ, EkaCare, DRiefcase, Bajaj Health અથવા PaytTM એપ એમ જે એપ્લીકેશન ફાવે તેનાથી આ ક્યૂઆર કોડને સ્કેન કરી શકે છે.
- આ ક્યૂઆર કોડ સ્કેન કરીને લાભાર્થીઓએ પોતાની ABHA પ્રોફાઈલ શૅર કરવાની રહે છે.
- આ રીતે હોસ્પિટલન મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમને લાભાર્થીની બધી જ માહિતી જેમ કે નામ, ગાર્ડિયનનું નામ, ઉંમર, જાતિ, સરનામું અને મોબાઈલ નંબર મળી જાય છે. જેને કારણે દર્દીનું ડિજિટલ રજિસ્ટ્રેશન થઈ જાય છે, અને સમય નથી બગડતો.
- બાદમાં દર્દીએ માત્ર કાઉન્ટર પર જઈને તેમની આઉટપેશન્ટ સ્લીપ કલેક્ટ કરવાની રહે છે, અને સારવાર માટે ડોક્ટરને મળવાનું રહે છે.
આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત શરૂ કરાયેલી સ્કેન એન્ડ શૅર સેવાને કારણે ઓપીડી માટેનું રજિસ્ટ્રેશન સાવ સરળ અને સચોટ બન્યું છે. આ સુવિધાને કારણે દર્દીઓ સરળતાથી કેસ માટે નોંધણી કરાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઓપીડીની સારવાર માટે દર્દીઓએ લાંબી કતારમાં ઉભા નથી રહેવું પડતું. સ્કેન એન્ડ શૅર સુવિધાને કારણે દર્દીઓને તાત્કાલિક લાભ મળે છે, સાથે જ દેખીતા ફાયદાને કારણે તેઓ વધુ ડિજિટલ સુવિધાઓ વાપરવા તરફ પણ પ્રેરાય છે.
આ સ્કેન એડ શૅર સુવિધામાં મળતા ઓપીડી ટોકન અંગેની તમામ માહિતી ABDM એટલે કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના પબ્લિક ડેશબોર્ડ https://dashboard.abdm.gov.in/abdm/ પર હેલ્થ ફેલિસીટી ટોકન જનરેટેડ ટેબ અંતર્ગત મળી જશે.
આ ડેશબોર્ડ પરથી એવી ઘણી સુવિધાઓ અને માહિતી ઉપલબ્ધ છે, જે દર્દીઓ તેમજ તેમના સગાવહાલાને કામ લાગી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470