Just In
iPhone યુઝર્સ માટે આવ્યું 5G, આ રીતે કરી શકાશે યુઝ
Apple એ ભારતમાં આઈફોન પર 5જી નેટવર્ક સર્પોર્ટ આપવાની શરૂઆત કરી દીધી છે. જીયો અને એરટેલનું કનેક્શન ધરાવતા યુઝર્સ માટે એપલે હવે 5જી સપોર્ટ આપી દીધો છે. ટેક જાયન્ટ કંપનીએ તાજેતરમાં જ iOS 16.2 જાહેર કરી છે, જેની સાથે જ ભારતીય યુઝર્સ, ભારતના જે વિસ્તારમાં 5જી ટેક્નોલોજી શરૂ થઈ ચૂકી છે, ત્યાં આ ફાસ્ટેસ્ટ સ્પીડ નેટવર્કનો ઉપયોગ કરી શક્શે. તમને જણાવી દઈએ કે 2020 અથવા તેની બાદ રજૂ થયેલા આઈફોન 5જીને સપોર્ટ કરશે જેમાં iPhone 12, iPhone 13 અને iPhone 14 સિરીઝની સાથે સાથે iPhone SE 2022 પણ સામેલ છે. જો તમે હાલ 4જી સીમ અને ડેટા વાપરી રહ્યા છો, તો તમને પણ આ સર્વિસ મળવાની શરૂ થઈ જશે.

આટલા આઈફોનમાં મળસે 5જી સર્વિસ
આઈફોન 12, આઈફોન 12 મિની, આઈફોન 12 પ્રો, આઈફોન 12 પ્રો મેક્સ, આઈફોન 13, આઈફોન 13 મિની, આઈફોન 13 પ્રો, આઈફોન 13 પ્રો મેક્સ, આઈફોન 14, આઈફોન 14 પ્લસ, આઈફોન 14 પ્રો, આઈફોન 14 પ્રો મેક્સ, આઈફોન એસઈ (2022) આટલા મોડેલમાં 5જી સપોર્ટ મળવાનો છ.
આ રીતે iPhoneમાં એક્ટિવેટ કરો 5જી
જો તમે એરટેલ અથવા તો જિયો નેટવર્ક યુઝ કરી રહ્યા છો, તો તમે આ 5જી સર્વિસનો લાભ લઈ શકો છો. આ માટે તમારે સૌથી પહેલા આઈફોનમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરવાનું છે. ત્યાર બાદ તમારે જનરલ વિકલ્પ પર ક્લિક કરવાની છે. અહીં તમને સોફ્ટવેર અપડેટ નામનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો. બાદમાં તમને iOS 16.2 ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. અહીં બધી જ ટર્મ્સ એન્ડ કંડીશન એક્સેપ્ટ કર્યા બાદ તમે આ સિસ્ટમ અપડેટ ડાઉનલોડ કરી શકો છો.
જો ન શરૂ થાય 5G તો આ સ્ટેપ્સ ફોલો કરો
જેવી તમારા ફોનમાં આ સિસ્ટમ અપડેટ ઈન્સ્ટોલ થઈ જશે કે તરત જ તમારો ફોન જાતે જ ઓન થઈ જશે. હવે તમને નોટિફિકેશનમાં એક નવો 5જી સ્ટેટસ આઈકન જોવા મળસે. જો આ આઈકન જોવા ન મળે તો તમારે ફરીથી સેટિંગ્સ મેન્યુ ઓપન કરવું પડશે. જ્યાં તમારે સેલ્યુલરની અંદર સેલ્યુલર ડેટા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે બે એક્ટિવ સીમકાર્ડ છે, તો તમારે એ સીમકાર્ડની પસંદગી કરવી પડશે, જે સીમકાર્ડની 5જી સર્વિસ તમે વાપરવા ઈચ્છી રહ્યા છો.
જો તમે ઈચ્છો છો કે તમારા આઈફોનની બેટરી લાંબો સમય ચાલે તો અને તમારી કનેક્શન સ્પીડને ડાયનેમિકલી એડજસ્ટ કરે, તો તમે ડિફોલ્ટ ઓટો મોડ અનેબલ કરી શકો છો. જ્યારે તમે ફોનનો ઉપયોગ નથી કરી રહ્યા, ત્યારે આ મોડ તમારા હાઈસ્પીડ ડેટાનો ઉપયોગ ટાળીને આઈફોનને 4G LTE મોડ પર મૂકી દેશે. પરિણામે તમારો ડેટા પણ ઓછો વપરાશે, અને તમારા આઈફોનની બેટરીનો ઉપયોગ પણ ઘટી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470